હાલમાં સમગ્ર દેશમાં લૂંટફાટ ચોરી હત્યા મારામારી અને ધમકી આપવી આવા બનાવો આપણી સામે છાસવારે આવતા જ રહેતા હોય છે અને આ બનાવો આપણે ઘણા બધા માધ્યમો થકી જોઈએ છીએ, અને તે ઉપરાંત ઘણી બધી વખત કોઈની સાથે વેર હોવાના કારણે ઘટનાઓ થતી હોય છે અકસ્માત અજાણતા પણ બની શકે છે અથવા જાણતા પણ બની શકે છે.
એટલે કે માત્ર ધમકી આપવાના ઇરાદાથી ગયેલ હોય અને અજાણતાથી મૃત્યુ થઈ જાય એવા બનાવો પણ આપણે બધાએ ઘણા બધા જોયા છે. અને ઘણી બધી વખત ધમકી આપતા બનાવો પણ આપણી સમક્ષ આવી ચૂક્યા છે તો એક અકસ્માત આવો જ કંઈક બન્યું છે ગત દિવસોમાં આમ તો ગુજરાતમાં મહિલા સલામતી ની વાતો બહુ જોરશોરથી થઇ રહી છે પરંતુ શું ખરેખર મહિલાઓને સુરક્ષિત છે કે નહી,
હાલમાં આ વાત પર શંકા ઉપજાવતી ઘટના સામે આવી છે, આ ઘટના ગીર સોમનાથમાં બનવા પામી છે, જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો, આરોપી વ્યક્તિ ઘરમાં ઘૂસીને એક શિક્ષિકા નો એકલા હોવાનો લાભ લઇ ડરાવી-ધમકાવી હતી તેના પર કંઈક શસ્ત્રથી માર પણ મારવામાં આવ્યો હતો અને તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો આરોપીને કોઇનાથી પણ ડર ન હોય એવી રીતનું તેનું વર્તન પરથી લાગી રહ્યું હતું.
ગીર સોમનાથના ઉના ના ગાયત્રી પાર્ક સોસાયટી માં શિક્ષિકા પર હુમલો થવાની ઘટનાએ સમગ્ર સોસાયટીમાં હાહાકાર મચાવી દીધો જ છે. ઘરમાં શિક્ષિકાને કેવી રીતના તેની સાથે ગેર વર્તુણક કરવામાં આવી રહ્યા છે તેનો વીડિયો પણ વાયરલ થયો છે કોડીનારના દિલીપ કાળું ટાંક નામનો યુવક હુમલો કરી રહ્યો છે તેના ફૂટેજ પણ આવી રહ્યા છે એ મહત્વનું છે કે શિક્ષિકા હુમલાખોર સામે આવી હેરાન કરવાની ફરિયાદ પણ નોંધાવી હતી.
આના માટે સાયબર ક્રાઇમ પોલીસ આ કેસની તપાસ વધુને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ ફરિયાદ પરત ખેંચવાની દબાણ સાથે શિક્ષક પર હુમલો કર્યો હતો સીસીટીવી વીડિયોમાં ખ્યાલ આવી રહ્યું છે કે આરોપી વારંવાર ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી રહ્યો હતો તેના માટે તેણે શિક્ષિકા પર ઘાતકી હુમલો કર્યો હતો પરંતુ ત્યારબાદ પોલીસે આરોપીની સામે ગુનો નોંધી તેના પર યોગ્ય કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.
હાલમાં સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે દિલીપ કાળોતરા સિલોજ ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહેલી અને હાલ તેના ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતી મહિલાની સાચે ગેરવર્તુણ કરી રહ્યો હતો અપશબ્દો બોલી રહ્યો હતો અને કાચના વડે થી તેના માથામાં મારવાના પ્રયત્નો પણ કર્યા છે અને ધક્કો મારીને એની સાથે ગેરવર્તન નથી કર્યું હતું તેને સોફા પર બેસાડી ને તેની પાસે ખાટકી સાધન હોય છે તે બહાર કાઢીને શિક્ષિકાને દર્શાવવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે.
અને મહિલાના બે પગ પર ઊભો થઈ કાનમાં વારંવાર ફરિયાદ પાછી ખેંચી લેવાનો કહી રહ્યો હતો અને તે બૂમાબૂમ થયો હતો જેના પર હુમલો થયો હતો તેમનું નામ ભારતીબેન સરવૈયા હતું પોલીસ દ્વારા ભારતીબેને જે નોંધ કરાવી છે તેના મદદથી ગુનેગારને ઝડપી અને તેના પર વધુને વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેને યોગ્ય સજા મળશે તેનો દાવો પણ કરવામાં આવ્યો છે અને ભારતીબેન ને યોગ્ય ન્યાય અપાવવાનું પોલીસ અને તેની ટીમ દ્વારા વિશ્વાસ આપવામાં આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]