Breaking News

શિક્ષિકાએ રડતા રડતા ભાઈને કહ્યું કે, શાળાના 12 શિક્ષક મારી ઈજ્જત લુંટી રહ્યા છે, ત્યાર બાદ 20 ટીકડા પીઈને કર્યો આપઘાત.. વાંચો..!

એક શિક્ષક બાળકના ભવિષ્યનું ધ્યાન રાખતો હોઈ છે પરતું આજના સમયમાં અમુક શિક્ષકોનો ભાંડો આજે ફૂટી જતા જ ચોંકાવી દે તેવો ખુલાસો બહાર આવ્યો છે. મહેસાણા જીલ્લામાં એવો બનાવ બન્યો છે કે વાંચતા જ તમે પણ હોશ ખોઈ બેસશો. મસ્તી મજાકમાં હેરાન ગતિ કરવી એ સામાન્ય બાબત છે..

પરતું 12 લોકો સાથે મળીને એક જ મહિલાને રોજ રોજ હેરાનગતિ કરે એ યોગ્ય નથી. મહેસાણાના કડી તાલુકામાં એક શિક્ષિકાએ તેની સાથે જ ભણાવતા અન્ય 12 શિક્ષકોના નામ સ્યુસાઈડ નોટમાં લખીને ઘેનના 20 ટીકડા પી લીધા છે. આ શિક્ષિકા કેલી કંટાળી ગઈ હશે કે છેવટે તેને આ પગલું ભરવું પડ્યું..

આ શિક્ષિકાએ હેરાનગતીથી ત્રાસી જતા આત્મ હત્યા કરી છે. શિક્ષિકાનું નામ જયશ્રીબેન પટેલે છે. તે કડી તાલુકાના મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવે છે. એ જ સ્કુલના અન્ય શિક્ષકો જયશ્રીબેન પટેલને ખુબ જ હેરાન કરતા હોવાનું સામે આવ્યું છે. જયશ્રીબેન પટેલે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે કે,

મને શાળામાં ખુબ જ માનસિક ત્રાસ આપવામાં આવે છે. હું આ લોકોના ત્રાસથી કંટાળી ગઈ છું. આખી શાળાના અન્ય શિક્ષકો મારી પીઠ પાછળ ખુબ જ ગંદી ગંદી વાતો કરે છે. મારી ઈજ્જત પર લોકો પ્રશ્ન કરવા લાગ્યા છે અને મારા કેરેટર પર પણ શિક્ષકો ખરાબ કોમેન્ટ્સ કરે છે. મારે જીવીને હવે કોઈને મોઢું દેખાડવા જેવું નથી રહ્યું..

જયશ્રીબેન પટેલે આત્મ હત્યાન પ્રયાસ કર્યો એ પહેલા તેણે તેના સગા ભાઈને કોલ કર્યો હતો અને રડતા રડતા કહ્યું હતું કે, હું આ જિંદગીથી ખુબ જ કંટાળી ગઇ છું. હવે મને એવું લાગે છે કે, મારે આપઘાત કરી લેવો જોઇએ મારે જીવવાનો કોઈ હક નથી. આ લોકોએ મારા પર ખુબ જ જુલમ કર્યો છે તેમજ ખુબ જ ગંદી વાતો ફેલાવી છે…

અને તેઓ નોકરી પર મને ખુબ જ હેરાનગતી પહોચાડે છે. મારી મહેનત પાણીમાં જતી રહી છે અને મારી ઇજ્જતના પણ કાંકરા કરી નાખ્યા છે. શાળાના અન્ય સ્ટાફના લોકો એક થઇ ગયા છે અને મને દરેક બાબતે ખોટી સાબિત કરે છે. તેમજ સ્કૂલમાં મારી સાથે કોઇ વાત પણ નથી કરતું.

અંતે કોલ પર આ વાત પૂર્ણ કરીને શિક્ષિકા જયશ્રીબેને સ્યૂસાઈડ નોટમાં 12 શિક્ષકોના નામ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ શિક્ષિકાની હાલત ખુબ જ ગંભીર થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *