Breaking News

શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન : ધોરણ 1 થી 5 ના બાળકો થઈ જાવ તૈયાર, આ તારીખથી શરુ થશે ઓફલાઈન શાળા ?

દેશના મોટા મોટા આરોગ્ય સલાહકરો કોરોનાની ત્રીજી લહેરની આગાહીઓ કરે છે અને મહારાષ્ટ્ર અને કેરલ જેવા રાજ્યોમાં તો કોરોનાએ વેગ પકડી લીધો છે ત્યારે સરકાર બાળકો માટે શાળા શરુ કરશે તો તે કેટલો જોખમ ભર્યો નિર્ણય સાબિત થશે તે ચર્ચાનો વિષય બની જશે.

ગુજરાતમાં તો કોરોનાનો કહેર ઓછો થઈ ગયો છે એટલા માટે સરકાર શાળા ખોલશે તેવો નિર્ણય લઈ રહી છે તેમ જણાઈ રહ્યું છે. સરકાર દ્વારા અન્ય બાબતોમાં પણ કેટલીક છૂટછાટો અપાઈ રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આજે ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે.

નર્મદા કેવડીયાના શુરપાનેશ્વર મહાદેવની પૂજા કરવા માટે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા. ત્યાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમ કોલેજો શરુ કરવામાં આવી. ત્યાર બાદ ધોરણ 10 તેમજ 11 અને 12 ના વર્ગો શરુ કરવામાં આવ્યા. એ પછી કોરોનાનો હાહાકાર સાવ થામી જતા અમે ધોરણ 6 થી 9ના વર્ગો પણ શરુ કર્યા , હવે કોરોનાના કેસો સાવ એટલે સાવ ઘટી ગયા છે.

તેમજ તેનું સંક્રમણ પણ ઘટી રહ્યું છે ત્યારે હવે અમે ધોરણ 1 થી 5 ના વર્ગો પણ શરુ કરવમ આવશે. ધોરણ 6 થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજને ઓફલાઈન શરુ કરવાની કામગીરી એકદમ સકસેસફૂલ રહી છે. તેમજ વિદ્યાર્થીઓ પણ ઓફલાઈન શિક્ષણ માટે ઉત્સુક જણાઈ છે. ઓનલાઈન શિક્ષણમાં કંટાળી ગયેલા કોમળ બાળકોને હવે ઓફલાઇન શિક્ષણ મળશે.

ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળાને ક્યારે શરૂ કરવી એ અંગે શિક્ષણ વિભાગ વિચારી રહ્યું છે. પરતું કોરોનાની સ્થિતિ જોતા જલ્દી જ કરી દેશે તેવું જણાઈ છે. વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ હોશે હોશે મોકલવા માંગે છે, કારણકે બાળકો ઘરે ઓનલાઇન શિક્ષણ મેળવતા મેળવતા મોબાઈલમાં સમાઈ ગયા છે. તેઓની માનસિક શક્તિઓ નબળી પડી ગઈ છે. તેથી હવે મોબાઈલની દુનિયાથી દુર રહેવા માટે વાલીઓ બાળક ને સ્કુલે મોકલવા માંગે છે.

2 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં ધોરણ 6 થી 8 માટે સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી SOPનું પાલન કરતાં સ્કૂલોમાં ઑફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે.

અગાઉ ધોરણ 9 થી 11ના ઑફલાઈન વર્ગે 26 જુલાઈથી શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન સરકારે કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ ઑફ લાઈન ક્લાસ એટેન્ડ કરવા માંગતા હોય, તેમણે પોતાના માતા-પિતા પાસેથી સહમતિ પત્ર લઈને સ્કૂલમાં આવવું પડશે. આ સાથે જ સ્કૂલમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 50 ટકાથી વધુ ના હોવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *