વન્ય જીવોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. પરંતુ જ્યારે જંગલી પ્રાણીઓ આપણી સામે આવી જતા હોય છે. ત્યારે બધા જ નિયમોને નેવે મૂકીને આપણે કોઈપણ રીતે બચવાનો અથવા તો જંગલી જાનવર નું ધ્યાન અટકાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. ખાંભા તાલુકાના તુલસીશ્યામમાં મોટા બારમણ નામનું ગામ આવેલું છે…
ત્યાં વિનુભાઈ સુદાણી નામના વ્યક્તિની વાડીમાં લીમડાના ઝાડ પરથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો છે. મૃત દીપડાને જોઈને સૌ કોઈ લોકો ડરી ગયા હતા. કોઈ પણ વ્યક્તિ લીમડાના ઝાડ ની નજીક જવા માટે તૈયાર નહોતું. શરૂઆતમાં તો સૌ કોઈ લોકોને એવું લાગી રહ્યું હતું કે આ દીપડો મરી ગયો હશે એવો ડોળ કરી રહ્યો છે…
જે વ્યક્તિ એની નજીક જશે એટલે તરત જ તેને દબોચી લેશે. પરંતુ કલાકો સુધી દીપડો તેની તે જ હાલત મા રેહતા સૌ કોઈ લોકોને ભાન થઇ હતી કે હકીકતમાં આ દીપડાનું મૃત્યુ થયું છે. પરંતુ લીમડાના ઝાડ ઉપર દીપડો કેવી રીતે મળ્યો હશે. તે જાણવા માટે સૌ કોઈ જુદી જુદી ચર્ચાઓ કરવા લાગ્યા હતા…
તેમાંથી એક જાગૃત નાગરિકે વનવિભાગને જાણ કરી હતી કે વિનુભાઈ સુદાણી નામના વ્યક્તિ ની વાડી માં દીપડાનું મૃત્યુ થયું છે. આ સમાચાર વનવિભાગને મળતા તરત જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઘટનાનું અવલોકન શરૂ કર્યું હતું કે આખરે આ દીપડા નું મૃત્યુ કેવી રીતે થયું.
ઘણી પૂછતાછ અને અવલોકનના અંતે વનવિભાગને જણાવ્યું કે લીમડાના ઝાડ પરથી 11 kv ઈલેકટ્રીક લાઈન પસાર થાય છે. દીપડો જ્યારે શિકાર કરવા માટે ઝાડ ઉપર ચડ્યો હશે. ત્યારે તેનું શરીર 11 kv ઈલેકટ્રીક લાઈનને અડકતી હશે. જેના કારણે તેના શરીરમાં ખૂબ ઊંચા વોલ્ટનો કરંટ લાગ્યો હશે..
જેના લીધે તેનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત દીપડાના શરીર ઉપર કરંટ લાગવાના નિશાનો પણ જોવા મળ્યા છે. વનવિભાગે જણાવ્યું એ મુજબ દીપડો કોઈપણ પક્ષીના શિકાર માટે લીમડાના ઝાડ ઉપર ચડ્યો હતો. પરંતુ વીજ કરંટને લીધેથી શિકાર બચી ગયો હતો અને ખુદ દીપડો જ મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો. હાલ દિપડાના મૃતદેહને વનવિભાગે જપ્ત કર્યો છે અને ખાંભાના તુલસીશ્યામ ખાતે લઈ જવામાં આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]