Breaking News

ભારે વરસાદને પગલે શેત્રુંજી નદીમાં રેલ આવતા ડેમ થયો ઓવરફલો, હવામાને આપી આ વિસ્તારોમાં વરસાદની સચોટ આગાહી..!

જુદા જુદા આગાહીકારો અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જુદા-જુદા તાલુકાઓમાં હળવા થી મધ્યમ વરસાદ વરસ્યા છે. જેના કારણે નદી-નાળાં તેમજ ઘણા ડેમોમાં પણ પાણીની સપાટી ઉંચી થઇ છે. ગત વર્ષે પણ ખૂબ સારો વરસાદ વરસ્યો હતો.

પરંતુ જળાશયોમાં પાણીનો સંગ્રહ ન હોવાને કારણે ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારવા ની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી.. હાલ ભાવનગર વાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે કે માત્ર છુટો-છવાયો નજીવો વરસાદ પડવાને કારણે પણ શેત્રુંજી નદીમાં નવા નીર વહેવા લાગ્યા છે. શેત્રુંજી નદીના ઉપરવાસમાં સતત ત્રણ દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસવાને કારણે શેત્રુજી નદીમાં પાણીની આવક શરૂ થઇ ગઇ છે..

જેના પગલે પાલીતાણા તેમજ ગારીયાધાર પંથકના લોકોને જીવન જરૂરિયાત અને સિંચાઈ માટે ક્યારે પણ પાણીની ઘટ પડશે નહીં. શેત્રુંજી નદી ભાવનગરની જીવાદોરી સમાન ગણાય છે. કારણ કે ભાવનગર જિલ્લાના મોટાભાગના ગામોમાં શેત્રુંજી નદી પસાર થાય છે. આ ઉપરાંત શેત્રુંજી ડેમમાં પાણીનો ખૂબ મોટો જથ્થો સંગ્રહ કરાયેલો છે..

જ્યારે પણ ખેડૂતોને જરૂર પડે છે. ત્યારે આ ડેમમાંથી પાણી આપવામાં આવતું હોય છે. આ ડેમમાંથી ભાવનગર જિલ્લાના કુલ ૧૦૦ કરતાં પણ વધુ ગામોમાં સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત જીવન જરૂરિયાત માટે પણ પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. તળાજા પાલીતાણા મહુવા અને ગારિયાધાર પંથકમાં કુલ મળીને ૩૫ હજાર કરતા વધુ લોકો આ ડેમ પર આધારિત છે.

ભાવનગર પંથકમાં સારા વરસાદને કારણે શેત્રુંજી ડેમ છલકાયો છે. ગયા વર્ષે પણ શેત્રુંજી ડેમની સપાટી પર પહોંચી ગઈ હતી. શેત્રુંજી ડેમના મેનેજમેન્ટ ટીમે જણાવ્યું છે કે, હજુ તો વરસાદ માત્ર નોંધપાત્ર રહ્યો છે. છતાં પણ શેત્રુંજી ડેમની સપાટીમાં ખૂબ મોટો વધારો થયો છે. જો આવનારા સમયમાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો હતો.

આ ડેમમાં પાણીની સપાટી ખૂબ સારી રીતે જળવાઈ રહેશે. અત્યારે સેત્રુજી ડેમમાં કુલ ૨૦ ફૂટ જેટલો પાણીનો જથ્થો એકત્ર કરી રાખવામાં આવ્યો છે. જેથી કરીને તેના સમયમાં સિંચાઈ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પાણી પૂરું પાડી શકાય. આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ધંધુકા, બોટાદ, રાણપુર, વલભીપુર, ગઢડા, પાલીતાણા, ધારી, ઉના, અમરેલી, જુનાગઢ, વિસાવદર, ગીર, રાજકોટ અને જામનગર ઉપરાંત મોરબી અને પોરબંદર તેમજ સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી દીધી છે.

બીજી બાજુ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો જેવા કે સુરત, નવસારી, વલસાડ, પારડી, કામરેજ, દાંડી વગેરે વિસ્તારોમાં દરિયા પવન ફૂંકાવાની શરૂ થઈ ગયું છે. જેના પગલે વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને આવનારા ત્રણ દિવસ સુધી સતત જળબંબાકાર વરસાદ વરસશે એવી આગાહી આપી દેવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *