Breaking News

શેરીમાં કચરું લેવા આવતા ટેમ્પાએ 5 વર્ષના બાળકને કચડી નાખ્યો, 2 વાર માથા પરથી ટાયર ચાલી ગયું, વાંચો..!

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સમીમ પાર્ક નામની સોસાયટી આવેલી છે. જેમાં રહેતા તમામ રહીશો માટે સુવિધાના ભાગરૂપે રોજ સવારના સમયે કચરો લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડી આવતી હતી. એક દિવસ સોસાયટીના ગેટ પાસે મુહંમદઔન નામનો પાંચ વર્ષનો બાળક રમી રહ્યો હતો..

એ સમય દરમિયાન આ કચરાની ગાડી ત્યાં કચરું લેવા માટે આવી હતી. કચરાની ગાડીનો ડાઈવર બેફામ રીતે ગાડી ચલાવી રહ્યો હતો. જેના કારણે પાંચ વર્ષના બાળકનો ભોગ લઇ લીધો હતો. અને તેના પરથી ટેમ્પો ચલાવી દીધો હતો. આ પહેલા પણ સુરતના એક વિસ્તારમાં કચરાના ટેમ્પા ચાલકે સોસાયટીમાં રમતા માત્ર છ વર્ષના બાળકને ઉપર ટેમ્પો ચડાવી દેતાં તેનું મૃત્યુ થયું હતું..

હકીકતમાં તમે પાર્ક સોસાયટીમાં આવેલી કચરાની આ ગાડી કચરાથી ઓવરલોડ થઈ ચૂકી હતી. છતાં પણ તે કચરો લેવા માટે આ સોસાયટીમાં આવી હતી. ઓવરલોડના કારણે ડ્રાઈવરને પાછળનું કોઇ પણ વિસ્તાર દેખાઈ રહ્યો ન હતો. છતાં પણ તે ગાડીને રિવર્સ લેતો હતો.. એવામાં પાંચ વર્ષનો બાળક મોટા અકસ્માતનો ભોગ બન્યો છે.

ટેમ્પાનું પાછળનું ટાયર આ બાળકના માથા પરથી પસાર થઈ ગયું હતું. અને બાળકના મોઢા માંથી ચીખ નીકળી ગઈ હતી. ત્યાં ઉભેલા લોકોએ ટેમ્પાચાલક ને જોર જોર થી બુમો પાડીને કહ્યું કે ટેમ્પા નીચે એક બાળક કચડાઈ ગયો છે. એટલા માટે તેણે ટેમ્પો આગળ લીધો હતો. એવામાં ફરી એકવાર તેના માથા પરથી ટાયર ચાલી જતા ઘટના સ્થળે જ બાળકના માથાનો છૂંદો બોલી ગયો હતો….

ત્યારબાદ સોસાયટીના સૌ કોઈ લોકોએ ટેમ્પોચાલક અનિલ ખૂમચંદભાઇ ગરવાલ નામના યુવકને પકડી પાડયો હતો. અને પોલીસમાં ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસને સોંપી દીધો હતો. તો બીજી બાજુ આ ઇજાગ્રસ્ત બાળકને ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા…

પરંતુ ડોક્ટરે સારવાર બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરના મુખેથી આ ખરાબ સમાચાર સાંભળતાની સાથે જ પરિવાર એકાએક સ્તબ્ધ થઈ ગયો હતો. કારણ કે તેમનો પાંચ વરસનો હસતોખેલતો દીકરો આજે તેમની નજર સામે જ મૃત્યુ પામ્યો છે. પોલીસે અનીલ ખૂમચંદભાઇ ગરવાલની ધરપકડ કરી છે.. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુદા જુદા વિસ્તારમાં રોજ ઘણી બધી ડોર ટુ ડોર કચરા ઉઠાવવા માટેની ગાડીઓ આવતી હોય છે. પરંતુ તેમાં મોટાભાગની ગાડીઓમાં ઓવરલોડ દેખાઈ આવે છે. ઓ લોડના કારણે ટેમ્પો બેકાબૂ બની જતો હોય છે. અને અકસ્માત સર્જી નાંખે છે. જેના કારણે કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાઇ જતો હોય છે. આ ટેમ્પાની બહારની બાજુ કેટલા બધા કોથળા લટકી રહ્યા હતા. જેના કારણે ટેમ્પાનું કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *