શેરડીના ખેતરમાં કામ કરતાં મજુરો શેરડી કાપીને આગળ પહોંચ્યા ત્યારે જોઈ ગયા એવું કે, મજુરોને ત્યાંને ત્યાં જ તાવ ચડી ગયો..વાંચો..!!

દિવસેને દિવસે એવા ચોંકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે. આપણે ક્યારેય ધાર્યું ન હોય તેવું અચાનક નજર સામે આવી જાય ત્યારે કેવી ઘટના બને છે તે આપણે જાણી શકીએ છીએ. હાલમાં પણ આવી જ એક ચોકાવનારી ઘટના લોકો સાથે બની હતી. આ ઘટના બરેલીના સીરોલી વિસ્તારમાં આવેલા ગામમાં રહેતા લોકો સાથે બની હતી.

ગામના લોકો પોતાના ખેતરોમાં શેરડી અને ઘઉંના પાક દર વર્ષે કરતા અને તેઓ પોતાના ખેતરમાં વાવણી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારના દરેક લોકો આ ખેતરમાં મજૂરી કરીને સારી એવી નીપજ લેતા હતા. દર વર્ષની જેમ પાકને ઉગાડી સમયસર તેની કાપણી કરવાના સમયે દરેક લોકો ખેતરે જતા હતા.

એક દિવસ ખેતરના માલિક ખેતરમાં ઘઉં અને શેરડીના વાઢ માટે ગયા હતા. ખેતરમાં જે જગ્યાએ શેરડી ઉગાડવામાં આવી હતી. તે જગ્યા પર શેરડી કાપવાનું કામ ચાલી રહ્યું હતું. ખેતરના માલિક અને શેરડી કાપવા આવેલા દરેક મજૂરો ધીમે-ધીમે શેરડી કાપીને પોતાના શાહમાં આગળ વધી રહ્યા હતા.

બપોરના સમયે થઈ જતા તેઓ ખેતરની વચ્ચે પહોંચ્યા તે સમયે તેમને ખૂબ જ ખરાબ દુર્ગંધ આવી હતી. દુર્ગંધ આવતા દરેક લોકોએ વિચાર્યું કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. જેના કારણે ખેતરના માલિકની સાથે સાથે મજૂરો શેરડીના પાકમાં આગળ ગયા હતા. ત્યારે અચાનક જ તેમણે એવું જોયું કે જોતાં જ મજૂર અને માલિક ત્યાંને ત્યાં જ ચોકી ગયા હતા.

મજૂરો ખૂબ જ ગભરાઈ ગયા હતા. જેમાંથી અમુક મજુરો ધ્રુજવા લાગ્યા અને તેમને તાવ ચડી ગયો. ખેતરના માલિક તરત જ બુમા બુમ કરવા લાગ્યા હતા. જેના કારણે આસપાસના ખેતરના લોકો ભેગા થયા હતા અને ગામના પણ ઘણા બધા લોકોને ખેતરે બોલાવવામાં આવ્યા હતા. તે સમયે ગામના લોકોએ આવીને જોયું તો ખેતરમાં શેરડીના પાકની વચ્ચે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ મહિલાને ખૂબ જ કરુણ રીતે મારી નાખવામાં આવી હતી. જેના કારણે તરત જ ખેતરના માલિકે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને મહિલાના મૃતદેહની તપાસ ચાલુ કરી હતી. તે સમયે પોલીસને મહિલાના મૃતદેહમાં ગરદન પરથી નિશાન મળી આવ્યા હતા.

મહિલાની ઉંમર 40 વર્ષની આસપાસ હોવાનું પોલીસનું અનુમાન હતું અને મહિલાના કપડા પણ સામાન્ય જોવા મળ્યા હતા. જેના કારણે સામાન્ય ઘરની મહિલા હોવાની પોલીસને શંકા હતી. ત્યારબાદ ગામના લોકોને મહિલાની ઓળખ કરવા કહ્યું હતું પરંતુ કોઈ પણ વ્યક્તિઓ મહિલાને ઓળખતા ન હતા.

આસપાસના દરેક ગામોમાં મહિલાની ઓળખ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પોલીસ આગળની તપાસ કરી રહી હતી અને મહિલાને ઓળખવાનો પ્રયાસ કરી રહી હતી. મહિલાના પરિવારના લોકોએ ગુમ થયાની પણ ફરિયાદ નોંધાવી ન હતી. અવારનવાર આવા કિસ્સા બનતા ખુબ જોવા મળે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment