Breaking News

શેરડીના ખેતર વચ્ચે 13 લોકો ભેગા થઈને કરતા એવા કામ કે દરોડા પાડતા મચી ગયો ખળભળાટ, મળી ચોંકાવનારી વસ્તુઓ…

રાજ્યમાં ચાલતી ગુનાખોરીની પ્રવૃત્તિઓને લાવવા માટે શહેરનું પોલીસ ખાતું અને જુદી જુદી અધિકારીઓની ટીમ પણ સતત કાર્યરત હોય છે. તેઓ દિવસ રાતે કરીને કાળા કારનામા કરનાર લોકોને પકડી પાડે છે. તેમને પકડી પાડવા માટે ઘણી બધી મહેનત પણ કરવી પડે છે. જ્યારે એડી ચોટીનું બળ પણ લગાવવું પડે છે.

આપણા સરકારી તંત્રના અધિકારીઓની સાથે સાથે સુરક્ષા કર્મીઓ પણ ખૂબ જ મગજ વાપરીને આ ભેજાબાજ કાળા કારનામા કરનાર લોકોને પકડી પાડે છે. અત્યારે સુરતના ભરથાણા ગામની અંદરથી આવેલા એક શેરડીની ખેતર વચ્ચે એવી ચીજ વસ્તુ મળી આવી છે કે, તે જોતાની સાથે સૌ કોઈ લોકો હચમચી ઊઠ્યા છે.

ભરથાણા ગામની સીમમાં આવેલા શેરડીની ખેતરની વચ્ચે કંઈક કાળા કારનામા ચાલે છે. તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. ઉત્તરાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ ગામ આવેલું છે. અને આ ખેતરની અંદર છાપો મારી અંદાજે 13 જેટલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે..

જ્યારે એસ.એમ.સીની ટીમ દ્વારા અહીં છાપો મારવામાં આવ્યો હતો, ત્યારે ખેતરની વચ્ચોવચ તેર જેટલા લોકો જુગારનો ખેલ રમી રહ્યા. હતા આ 13 એ 13 જુગારીઓ એસએમસીની આ ટીમને જોઈને ખૂબ જ ધબરાઈ ગયા હતા અને વિચારમાં મુકાઈ ગયા કે, હવે ત્યાં જવું અને કેવી રીતે બચી શકાય આમથી આમ હાફળા ફાફળા થઈને ભાગવાની પણ કોશિશ કરતા હતા..

પરંતુ મોનિટરિંગ સેલની ટીમને મળેલી બાતમી મુજબ આ માહિતી ખૂબ જ સાચી સાબિત થઈ અને એસ.એમ.સી.ની ટીમે આ તમામ લોકોને પકડી પાડ્યા હતા. અત્યારે 13 જુગારીઓને ઝડપી પાડી તેમને ઉતરાણ પોલીસ સ્ટેશન સોંપી દેવામાં આપ્યા છે. આ સાથે સાથે છાપો મારી અત્યારે ત્યાંથી અંદાજે પાંચ લાખ રૂપિયા રોકડા પંદરેક જેટલા મોબાઈલ ફોન તેમજ પાંચ ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી છે…

માહિતી મળી છે કે, સુરતના અમરેલી વિસ્તારના કમલેશ જૈન તેમજ અનિલ પાંડે નામના બે માથાભારે વ્યક્તિઓ આ જુગારધામ ચલાવતા હતા. આ બંને વ્યક્તિ આ જુગારના ઉપર હાજર ન હોવાથી તે બંનેને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ 13 લોકોમાં હર્ષદ ચૌહાણ, બીપીન પટેલ, ગબ્બર બાબરા, ગોપી મહાજન, યાદ્રો દેખાતે, મોહમ્મદ સૈયદ, કલ્પેશ ઠક્કર, જૈમીન રાણા, ભરત ધાનાણી, નિમિત પટેલ, મુકેશ બગડા, અફઝલ શેખ, પ્રશાંત સિંહ નામના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે..

જુગારનો ખેલ રમવો તે ખૂબ જ ખોટી આદત છે. આ આદતની અંદર ઘણા બધા પરિવાર બરબાદ થતાં પણ આપણે જોયા છે. છતાં પણ કેટલાક લોકો શેરડીના ખેતરની આડમાં આ જુગારધામ ચલાવી રહ્યા હતા. અને ત્યાંથી 13 જેટલા જુગારીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે.

જ્યારે આ ઘટના સામે આવી ત્યારે કાળજા કંપી ઉઠ્યા હતા અને વિચારમાં મુકાઈ ગયા કે આખરે આ પવિત્ર જમીન ઉપર એવું તો શું થઈ રહ્યું છે કે જુગાર જેવા કાળા કારનામા કરનાર લોકો પણ અહીં આવી પહોંચ્યા છે. અને ન કરવાની પ્રવૃત્તિઓ કરવા લાગ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *