Breaking News

રાત્રે સુતેલી દીકરીઓને સાપ કરડતા શરીર ઠંડુ પડવા લાગ્યું, હોસ્પિટલને બદલે તાંત્રિક પાસે લઈ ગયા અને ગલગોટા જેવી દીકરીઓના જીવ… વાંચો..!

દિવસેને દિવસે લોકો સાથે ઘણી બધી ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. અવારનવાર આવી ઘટનાઓ લોકો સાથે બનતા તેઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. નાના બાળકો સાથે આવી જીવલેણ ઘટનાઓ બનતા પરીવારના સભ્યો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એકસાથે પરિવારના બાળકો સાથે આવી દુર્ઘટના બનતા બાળકો પોતાને જીવ ગુમાવી રહ્યા છે.

આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. જેના બે માસુમ બાળકીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના દોષા જિલ્લાના સુરજપુરા ગામમાં રહેતા રામદાસ લોકોના પરિવાર સાથે બની હતી. સુરજપુરા ગામમાં એક પરિવાર રહેતો હતો. પરિવાર ખૂબ જ ખુશીથી રહેતો હતો. પરિવારમાં પતિ-પત્ની અને તેમની 2 બાળકીઓ રહેતા હતા.

પરિવારના યુવકનું નામ રોહિતાશ મીના હતું. તે પોતાની પત્ની અને બંને બાળકીઓ સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. તેમની પત્નીનું નામ પૂજા દેવી હતું. તેમને એક 4 વર્ષની અને એક 2 વર્ષની દીકરી હતી. બંને બાળકીઓ પોતાના માતા પિતા સાથે ખૂબ જ ખુશીથી રહેતી હતી. 2 વર્ષની બાળકીનું નામ વંશ હતું. તે શરીરને પતલી હતી.

તેમની 4 વર્ષની દીકરીનું નામ માન્યા હતું. માન્યા અને વંશ તેના માતા પિતાની લાડકી દીકરીઓ હતી. એક દિવસ પરિવાર સાંજનો સમય થતાં સૂઈ રહ્યું હતું. તે સમયે બે વર્ષની નાની દીકરી વંશ તેના પિતા સાથે રૂમમાં સૂઈ રહી હતી. તેમની મોટી દીકરી માન્યા તેમની માતા પૂજાદેવીની સાથે સૂઈ રહી હતી. તે સમયે અચાનક જ રૂમમાં સાપ ઘુસ્યો હતો.

નીચે સુઈ રહેલા માતા-પિતા અને તેમની બંને દીકરીઓ પાસે પહોંચ્યો હતો. તે સમયે તેના પિતા પાસે સૂઈ રહેલી વંશની સાપે ડંખ માર્યો હતો. તે શરીરે પતલી હોવાને કારણે રડી શકી ન હતી. તરત જ બેભાન થઈ ગઈ હતી. શારીરિક રીતે નબળી હોવાની કારણે બાજુમાં સૂઈ રહેલી તેમની મોટી દીકરી માન્યા પાસે ગયો હતો. વંશ બેભાન થઈ હતી. પરંતુ પિતાને ખબર પડી ન હતી.

ત્યારબાદ માન્યાને કાનના ભાગે સાપે ડંખ માર્યો હતો. સાપ કરડીયો હતો જેને કારણે માન્યાને ઈજા થતા તે રડવા લાગી હતી. માન્યાનો રડવાનો અવાજ સાંભળીને તેની માતા પૂજાદેવી જાગી ગઈ હતી. પૂજા દેવીએ તરત જ રૂમમાં લાઈટ પ્રગટાવી હતી. લાઈટના અંજવાળે તેમણે દીકરીના શરીરે જોયું તો તેના કાન પાસે સાપ લટકતો હતો.

આ જોઈને પૂજાદેવી ડરી ગઈ હતી. તેના પિતા પણ જાગ્યા હતા. તેમણે દૂર ફેંકી દીધો હતો. પકડીને દૂર ફેંક્યો હતો. બાદમાં માન્યા ખૂબ જ ચીસો અને મોટે મોટેથી રડી રહી હતી. જેને કારણે તેનો અવાજ સાંભળીને પરિવારના બીજા સભ્યો પણ આવી ગયા હતા. સાપને ઘરની બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ માન્યા પણ બેભાન થઈ ગઈ હતી.

બંને દીકરીઓ બેભાન થયેલી જોઈને પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. તરત જ પરિવારના લોકો બંને દીકરીઓને લઈને અલીપુર ગામમાં આવેલા બાબાના સ્થાને પહોંચ્યા હતા. આ બાબા દરેક સાપ કરડતા લોકોનો ઝેર ઉતારતા હતા. જેને કારણે પરિવારના સભ્યો બંને દીકરીઓને લઈને અલીપુર ગામમાં પહોંચ્યા હતા. ભક્તવાલા બાબાના ઘરે ગયા હતા.

બાબાએ ત્રણ કલાક સુધી દીકરીઓને સુવડાવીને તેના પર મંત્રના જાપ કર્યા હતા અને રાખથી દીકરીઓની સારવાર કરી હતી. સાપે ડંખ મારવાની જગ્યાએ રાખ લગાવીને કોઈ મંત્રના જાપ કરતા હતા પરંતુ ત્રણ કલાક સુધી આમ મંત્ર જાપ કરવા છતાં પણ દીકરીઓ ભાનમાં આવી ન હતી. જેને કારણે પરિવારના લોકો ત્યાંથી બાળકીઓને લઈને દોષાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હોસ્પિટલ લઈ ગયા સમયે જિલ્લા હોસ્પિટલના ડોક્ટર અમિત શર્માએ કહ્યું હતું કે બંને દીકરીઓને મૃત હાલતમાં લાવવામાં આવી છે. બંને દીકરીઓના મૃત્યુ થઈ ગયા છે. ઘણા સમય પહેલા દીકરીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કાનની પાછળ ડંખના નિશાન ડોક્ટરને મળી આવ્યા હતા. જેને કારણે તેનું મૃત્યુ સાફ કરડવાથી થયું છે. અને નાની બાળકીના શરીર પર કોઈ નિશાન ન હતા.

પરંતુ તેનું પણ સાપના ડંખને કારણે માનવામાં આવી રહ્યું છે. બંને દીકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો બાબાને સ્થાન પર દીકરીને લઈ જવાને બદલે હોસ્પિટલમાં સમયસર લાવવામાં આવી હોત તો જીવ બચી શક્યો હોય તેવું ડોક્ટર ન કહેવું હતું. ત્યારબાદ બંને દીકરીઓને લઈને પરિવારના સભ્યો ઘરે પહોંચ્યા હતા.

એકસાથે બંને દીકરીઓના મૃત્યુ થઈ જતા પરિવારમાં સુનકાર થઈ ગયો હતો. પરિવારમાં માત્ર બંને દીકરીઓ જ હતી. દીકરો ન હતો પરંતુ બંને દીકરીઓ દીકરા સમાન હતી. જેને કારણે પરિવારના લોકો સાથે આવી ઘટના બની જતા તેઓ આઘાત સહન કરી શક્યા ન હતા. ગામમાં પણ દુઃખનો માહોલ છવાઈ ગયો હતો.  લોકો અંધશ્રદ્ધામાં તેમના પરિવારના લોકોના જીવ ગુમાવી રહ્યા છે. હાલમાં પણ આવી અંધશ્રદ્ધાને કારણે ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *