અવારનવાર સમાજની દીકરીઓ સાથે અત્યાચાર અને છેડતીની ઘટનાઓ બની રહી છે. આવા બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. જેમાં પરિવારની દીકરીઓ અને મહિલાઓ પોતાના ઘરેથી એકલા નીકળવામાં પણ ડરી રહી છે. નાની બાળકીથી લઈને મહિલાઓ સાથે આવી ઘટનાઓ બનતા પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
સરકારના કડક નિયમો હોવા છતાં નરાધમો આવી હરકતો કરતા જરાપણ અચકાઈ રહ્યા નથી. તેઓ ખુલ્લેઆમ મહિલાઓ અને બાળકીઓ સાથે છેડતી તેમજ તેમને શારીરિક ત્રાસ આપવાની કોશિશો કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ખૂબ જ હૃદય પીગળાવી નાખે તેવી બની હતી.
કાનપુરમાં આ ઘટના બની હતી. જેમાં એક પરિવારની દીકરી સાથે કરુણ ઘટના બની ગઈ હતી. પરિવાર કાનપુરમાં ચિતવા ખેડા ગામમાં રહેતો હતો. પરિવાર ખેતી કામ કરતો હતો. પોતાની જમીન વાવીને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારના યુવકનું નામ અમરસિંહ હતું, તેઓ પરિવારમાં પત્ની અને સંતાનો સાથે રહેતા હતા.
સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. દીકરીનું નામ નેહા અને દીકરાનું નામ અમીત હતું. નેહાની ઉંમર 18 વર્ષની હતી અને નેહા બીએનો અભ્યાસ કરતી હતી. તે બી.એના પહેલા વર્ષમાં હતી અને તેના જ ગામમાં રહેલી કોલેજમાં તે અભ્યાસ કરતી હતી. નેહાનો ભાઈ અમીત તેનાથી નાનો હતો. નેહા પોતાની બહેનપણીઓ સાથે કોલેજ અભ્યાસ માટે જતી અને આવતી હતી.
નેહા ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી પરંતુ તેના જ ગામનો એક યુવક તેને ઘણા સમયથી હેરાન કરતો હતો. આ યુવકનું નામ સંજુ હતું. સંજુ તેના મિત્રો સાથે મળીને નેહાને ખરાબ શબ્દો કહીને હેરાન કરતો હતો અને તેની છેડતી કરતો હતો. નેહાએ ઘણી વખત કોલેજોના રસ્તાઓ પણ બદલી નાખ્યા હતા પરંતુ નેહાનો પીછો કરીને હેરાન કરતો હતો.
ઘણા સમયથી નેહા આ વાતથી પીડાતી હતી પરંતુ તે આ વાત કોઈને પણ જણાવી શકતી ન હતી. એક દિવસ નેહા કોલેજથી એકલી પોતાના ઘરે આવી રહી હતી. તે સમયે તેનો લાભ ઉઠાવીને સંજુ અને તેના મિત્રોએ નેહાને ઘેરી લીધી હતી. ઘેરીને નેહાને ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા પરંતુ નેહા પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગઈ હતી.
તે પોતાના ઘરે પહોંચી ગઈ હતી. તેણે ઘરમાં કોઈને પણ આ વાત જણાવી ન હતી. નેહાને સંજયે ધમકી આપી હતી. જો તે ઘરમાં આ વાત કોઈને પણ જણાવશે તો તેના ભાઈને મારી નાખવામાં આવશે. જેના કારણે આ વાત કોઈને પણ જણાવી ન હતી. નેહા ખૂબ જ કંટાળી ગઈ હતી. જેના કારણે એક દિવસ નેહા પોતાના જ ઘરે રૂમ બંધ કરીને બેસી ગઈ હતી.
અને તેણે હાથ-પગ અને શરીરના બીજા ભાગો પર અંતિમ શબ્દો લખીને પોતાના જ ઘરે લટકીને આપઘાત કરી લીધો હતો. નેહાના માતા પિતાએ નેહાને દરવાજો ખોલવા માટે કહ્યું હતું. નેહા કોઈ જવાબ આપતી ન હતી. જેના કારણે દરવાજો તોડીને જોયું તો નેહા લટકતી હાલતમાં જોવા મળી હતી. તરત જ માતા પિતાએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.
જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નેહાના હાથ પગ ઉપર લખેલા શબ્દો વાંચીને માતા-પિતા તેમજ આસપાસના તમામ લોકોના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. એક માસુમ દિકરી આવી પીડાથી પીડાઈ રહી હતી જેની જાણ કોઈને પણ હતી નહીં માતા પિતાને નેહાના મૃત્યુનો ખૂબ જ આઘાત લાગ્યો હતો.
અને તેઓ બધા બેધાર આંસુએ રડી રહ્યા હતા. પોલીસ સંજુની તપાસ કરી રહી હતી અને પરિવારજનોને ન્યાય આપવાની કોશિશ કરી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે જેને કારણે માસુમ દીકરી પોતાની જીવ ગુમાવી રહી છે