Breaking News

શરીરમાં અંદરના અવયવોમાં હલન ચલન થતા જ નાનકડી દીકરીને તપાસમાં લઈ ગયા, ડોકટરે જણાવ્યું એવું કે માં-બાપના હોશ ઉડી ગયા..!

અમુક વખત આપણી નજર સામે એવા બનાવો બની જતા હોય છે, જેના વિશે આપણે ક્યારે વિચાર્યું પણ ન હોય. આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે નજરે જોનારા લોકોના તો મોતિયા મરી જતા હોય છે, અત્યારે એક નાનકડી દીકરી સાથે ખૂબ જ વિચિત્ર ઘટના બની જવા પામી છે. આ ઘટનાને લઈને ડોક્ટર સહિત હોસ્પિટલના અન્ય સ્ટાફ પણ ખૂબ જ ચોંકી ઉઠ્યો હતો..

આ હચમચાવી દેતી ઘટના ફારુક નગર કોલોની પાસેથી સામે આવી છે, આ કોલોનીની અંદર મૂળજીનાથ નામના એક ખાનગી કંપનીમાં નોકરી કરતા મેનેજર તેમના પરિવાર સાથે જીવન ગુજારી રહ્યા હતા, પરિવારમાં તેમની પત્ની માલતીબેનનો પણ સમાવેશ થતો અને સાથે સાથે તેમના બે નાનકડા બાળકોમાં એક નાનકડી દીકરી અને એક મોટા દીકરાનો પણ સમાવેશ થતો હતો..

મુળજીનાથભાઈ તેમના પરિવાર સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા, તેમનો મોટો દીકરો ધોરણ પાંચનો અભ્યાસ કરતો હતો, જ્યારે તેમની નાનકડી દીકરી ધોરણ એકના અભ્યાસમાં પ્રવેશ કરવા જઈ રહી હતી. તેમની નાનકડી દીકરી પરિવારની વ્હાલી દીકરી હોવાને કારણે દરેક લોકો ખૂબ જ લાડ પ્રેમથી તેની સાથે વર્તન કરતા હતા..

છેલ્લા 15 દિવસથી આ નાનકડી દીકરીને શરીરમાં સતત દુખાવો થતો હોય તેવું અનુભવાતું હતું, તેને તેના માતા પિતાને પણ જણાવ્યું હતું કે, તેને પેટની અંદર દુખાવો થઈ રહ્યો છે. મુળજીનાથ ભાઈએ તેમની નાનકડી દીકરી રીન્કીને ઘરેલુ નુસખાઓ અપનાવીને પેટનો દુખાવો થોડા જ સમયમાં મટી જશે તેમ જણાવી થોડા ઘણા દિવસો વિતાવી નાખ્યા હતા..

પરંતુ રીન્કીને પેટમાં દુખાવો ઓછો ન થતા તેણે અંતે તેની માતાને પણ જણાવ્યું હતું કે, આ દુખાવો ખૂબ જ અસહ્ય બની રહ્યો છે, રીંકીની માતા તાબડતોબ તેને નજીકના દવાખાને સારવાર માટે લઈ ગઈ હતી, જ્યાં ડોક્ટરે ન જીવી દુખાવાની દવાઓ આપીને સારવાર કરી નાખી હતી..

પરંતુ આ દવાથી કોઈ પણ પ્રકારનો ફેર પડ્યો નહીં, જ્યારે મોટી હોસ્પિટલમાં આ દુખાવાને લઈને તપાસ કરવામાં આવી ત્યારે ડોક્ટરને તપાસ દરમિયાન એવી ચીજ વસ્તુ દેખાઈ કે ડોક્ટર સહિત રીન્કીના માતા-પિતાના પણ હોશ ઉડી ગયા હતા, ડોક્ટરે આ દીકરીની તપાસ શરૂ કરી હતી અને એ વખતે તેના પેટની અંદર તપાસ કરતી વખતે ત્રણથી ચાર લખોટીઓ મળી આવી હતી..

સોસાયટીમાં ઘણા બધા બાળકો લખોટીથી રમતા હતા, એ વખતે રિંકીએ આ લખોટીને પોતાના મોઢામાં મૂકી દીધી હશે અને તે પેટમાં ચાલી ગયેલી હોવાને કારણે પેટમાં ખોરાકનો જમાવડો થઈ ગયો હતો, આ ઉપરાંત અપચાની ક્રિયા પણ સર્જાવવા લાગી હતી. સાત દિવસ સુધી આ લખોટીઓ રીન્કીના પેટની અંદર જ રહેલી હોવાને કારણે તેને ખૂબ જ અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો..

આ વાતની જાણકારી જ્યારે રિંકીના માતા-પિતાને ડોક્ટરે જણાવી ત્યારે મુળજીનાથભાઈ તેમજ માલતીબેનના પણ હોશ છૂટી ગયા હતા. માલતી બેનને તો તેમની એકની એક લાડકવાયી દીકરીની ખૂબ જ ચિંતા પણ સત્તાવવા લાગી હતી, ડોક્ટરે તમામ મંજૂરીઓ લીધા બાદ તાબડ તોબ તેનું ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યો..

અને સફળ રીતે આ ઓપરેશન પૂર્ણ થયું હતું અને રિંકીના પેટમાંથી આ લખોટીઓને બહાર કાઢવામાં આવી હતી. શરૂઆતમાં જ્યારે ડૉક્ટરે ઉપર છેલ્લી તપાસ કરી ત્યારે શરીરમાં અંદરના અવયવોમાં કંઈક હલનચલન દેખાઈ હોય તેવું લાગતું હતું, જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે પેટ અંદરથી લખોટીઓ મળી આવતા દરેક લોકો ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા..

નાના બાળકો રમતમાં તેમજ મસ્તી મજાકની અંદર શું કરી બેસે તેનું નક્કી હોતું નથી. રિન્કીની હાલત એટલી બધી દયનીય સાબિત થઈ હતી કે તેના માતા પિતાને તેમની દીકરીનો ચહેરો જોતાની સાથે જ આંખમાંથી આંસુ સરી પડ્યા હતા, પરંતુ ડોક્ટરે હેમખેમ ઓપરેશન કરીને રીન્કીને સ્વસ્થ કરી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *