સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોઈ છે કે જેમાં ઘરના જ કોઈ સભ્યની બેદરકારી પકડાઈ જતી હોઈ છે. થોડા દિવસો પહેલા જ સુરતના રાંદેર વિસ્તારમાં એક નોકરીયાત પતિ પત્નીને ઘરે બાળકોની સાર સંભાળ રાખવા માટે આવતી કેરટેકર મહિલાની કાળી કરતૂતો સામે આવી હતી..
અને હવે જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાંથી એક ખુબ જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવતાની સાથે જ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. અહિયાં એક મહિલા તેના 9 વર્ષના બાળકને ઢોર માર માર્યો હતો. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેના કારણે જમ્મુ કાશ્મીર પોલીસે મહિલાની ધરપકડ પણ કરી લીધી છે.
વીડિયોમાં આ મહિલા તેના 9 મહિનાના બાળકને સાવ શરમ નેવે મૂકીને મારતી નજરે ચડે છે. તે તેના બાળકને ઉપાડી ઉપાડીને નીચે ફેંકી રહી હતી અને બાળક ખુબ રડી રહ્યું હતું. સ્વાભાવિક વાત છે કે માત્ર 9 મહિનાના બાળકની સહન શક્તિ એટલી બધી વધારે નથી હોતી કે તે કોઈ વ્યક્તિનો માર સહન કરી શકે..
એટલા માટે તે જોર જોર થ રડી રહ્યું છે. પરુ તેની શરમ વગરની માં ઉભું રેવાનું નામ નથી લેતી અને માર મારતી જ જાય છે. 45 મિનિટના આ વીડિયોમાં બાળક ખુબ જ રડતો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જોતા જ સૌ કોઈ લોકોના મન પણ હચમચી ગયા છે. અને વિચારમાં મુકાઈ ગયા છે કે આખરે આ બાળક પર શું વીતી હશે જ્યારે તેની સગી માતા જ આવું વર્તન કરતી હતી..
મહિલા તેને ચૂપ કરાવે છે. પરંતુ બાળકની પીડા એટલી બધી છે કે તે ચુપ થતો નથી.. એટલે મહિલા બાળકને ચુપ કરાવવા ખૂબ જ મારતી નજરે ચડે છે. બાળકીને મારવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી અને આરોપી મહિલાની ધરપકડની માંગ કરી. વાયરલ વીડિયોની સત્યતા જાણ્યા બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર નવ મહિનાની બાળકીને માર મારવાના આ વીડિયોમાં તેના ખોળામાં બેઠેલી તેની માતા તેને એક પછી એક થપ્પડ મારી રહી છે. આ દરમિયાન તેણીએ તેનું ગળું પણ કાપી નાખ્યું. સાથે જ તે યુવતીના પેટ પર પણ ઘણા માર મારે છે. આ વીડિયો વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાનો છે.
રડતા બાળકને ઉપાડીને, તેણીએ તેને બેડ પર પછાડ્યો. રૂમમાં તેની સાથે અન્ય બે લોકો પણ છે. એક વ્યક્તિ પાસે બેડ પર બેઠો છે અને બીજો વીડિયો બનાવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો એક મહિના પહેલા જમ્મુમાં બનાવવામાં આવ્યો હતો અને આરોપી મહિલા સાંબાના વિજયપુર વિસ્તારની ડાગોર પંચાયતની રહેવાસી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]