Breaking News

શરમ વગરની માતાએ તેના કાળજા કેરા મૂંગા દીકરાને જીવતા જ નદીમાં ફેંકીને ભાગી ગઈ, બિચારાનું મોત થતા માતાની મમતા લજવાઈ, માનવતા નેવે મૂકતો વિચિત્ર કિસ્સો..!

અત્યારે એક માતાની મમતા લજવી જવા પામી છે. દરેક માતાને તેના દીકરા કે દીકરી બંનેનુ ખૂબ જ ટેન્શન રહે છે. અને તેઓ હંમેશા વિચારતા હોય કે તેમના દીકરાને દીકરી સફળતાના દરેક પગથિયાંઓને ચડે એને પોતાના મા બાપ તેમજ દેશનું નામ પણ રોશન કરે પરંતુ અત્યારે એક માતાએ તેના જ ખોળે જન્મેલા તેના સગા દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો..

આ બધી ઘટનાઓ કરતાં પહેલાં તેને એક પણ વાર વિચાર આવ્યો નહીં કે, આ દીકરો તેનો સગો દીકરો છે. આ ઉપરાંત સગા દીકરાનો જીવ લેવાની હિંમત તેનામાં કેવી રીતે આવી હશે તે વિચારવા માટે પણ સૌ કોઈ લોકો મજબૂર થયા છે. આ ઘટના રાજસ્થાનના કોટાની છે. અહીં અફરોજ નામની મહિલા તેના પતિની સાથે જીવન ગુજરતી હતી..

આ બંને પતિ પત્નીને સુખી લગ્ન જીવન દરમિયાન છ મહિનાની એક દીકરી તેમજ ચાર વર્ષનો દીકરો યામીનનો પણ જન્મ થયો હતો. ચાર વર્ષનો દીકરો યામીન જન્મતા વેત જ મૂંગો હતો. તે બોલી ન શકવાને કારણે તેના પરિવારજનોને ખૂબ જ મુશ્કેલીઓ અનુભવાતી હતી. પરંતુ ખોટખાપણ સાથે જન્મેલા દીકરાને સાચવવોએ દરેક માતા-પિતાની ફરજ હોય છે.

પરંતુ અફરોજ નામની આ મહિલાને તેના દીકરાને સાચવો ગમતો હતો નહીં, એક દિવસ તે તેના પિયર એક પ્રસંગની અંદર હાજરી આપવા માટે પહોંચી હતી અને ત્યારબાદ તેને તેના પિયરની આસપાસથી પસાર થતી ચંબલ નદીની માહિતી મેળવી લીધી અને તેને ખબર પડી કે આ નદી પાસે બપોરના સમયે કોઈ વ્યક્તિ હાજર હોતું નથી..

ત્યારે તેના દીકરાને લઈને તે ત્યાં પહોંચી ગઈ હતી. આ પ્રસંગની અંદર હાજરી આપવા માટે અફરોજ નામની મહિલાનો પતિ શાકીર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. પરંતુ પ્રસંગ પૂર્ણ થતા જ તે પોતાના કામ ધંધે પાછો ચાલ્યો ગયો હતો. જ્યારે અફરોજ તેના દીકરાને લઈને ચમ્બલ નદી પાસે ગઈ અને ત્યાં પોતાના દીકરાને જીવતી હાલતમાં જ નદીની અંદર ફેંકી દીધો હતો..

બિચારો આ દીકરો મૂંગો હોવાથી તેના મોઢામાંથી એક પણ ચીખ નીકળી નહીં અને અંતે રિબાઈને તેનું મૃત્યુ પણ થઈ ગયું હતું. તેના દીકરાને ફેંકીને તે અહીંથી નીકળી ગઈ હતી. જ્યારે બીજા દિવસે ત્યાં આસપાસના લોકોને ખબર પડી કે, નદીની અંદરથી એક ચાર વર્ષના દીકરાની લાશ મળી આવી છે..

ત્યારે તેઓએ તરત જ આ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડી હતી. પોલીસ એ ઘટના સ્થળે પહોંચીને આ લાશને બહાર કાઢ્યા બાદ આ બાળક કોનો છે.? અને કયા વ્યક્તિએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે.? તેની જાણકારી મેળવવા લાગી હતી. ત્યારે ખબર પડી કે ચાર વર્ષના દીકરા યામીન ની માતા અફરોજ અહીં એક પ્રસંગની અંદર હાજરી આપવા માટે આવી હતી..

અને ત્યારથી તેનો દીકરો ગાયબ છે. તેને પોલીસને જણાવ્યું કે, તેના દીકરાનો પગ લપસી જવાને કારણે તે નદીમાં પડી ગયો અને તેનો મૃત્યુ થઈ ગયું છે. પરંતુ પૂછતાછ કરતા તે ભાંગી પડી અને તેને જણાવ્યું કે, યામીન નાનપણથી જ બોલી શકતો નહોતો અને તે માનસિક રૂપે ખૂબ જ બીમાર હોવાને કારણે તેનાથી તે ખૂબ જ કંટાળી ગઈ હતી..

અને હવે તેનો સાથ સહકાર આપવાને બદલે તેને મોતને ઘાટ ઉતારીને પાછળની જિંદગી તે શાંતિથી જીવશે તેવું વિચારીને તેના સગા દીકરાને જ મોત અને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની પોલ ખુલ્લી પડી જતાની સાથે સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, આવી માતાને જીવવાનો કોઈ અધિકાર નથી કે, જેણે તેના દીકરાને જ મોતને ઘાટ ઉતારી દીધો હોય..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *