Breaking News

શંકા જતા પોલીસે ઓઈલ ટેન્કરનો પીછો કર્યો, ટેન્કરનું ઢાંકણું ખોલતા જ મળ્યું એવું કે જોઈને ઉડી ગયા સૌ કોઈના હોશ, ચોંકાવનારો બનાવ આવ્યો સામે..!

ગુજરાતમાં કેટલાય લોકો ગોરખ ધંધા કરી રહ્યા છે. ગોરખ ધંધા સાથે સંકળાયેલા મોટાભાગના લોકોને ઉપર હંમેશા પોલીસ તંત્રની નજર રહેતી હોય છે. જ્યારે તેઓ કાળા કામ કરતા પકડાઈ જાય કે તરત જ તેઓને દબોચી લેવામાં આવતા હોય છે. પરંતુ એવા ઘણા ખરા લોકો અંદરખાને પ્રતિબંધિત ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે..

અને અન્ય ગેરકાયદેસર કામો સાથે સંકળાયેલા છે. અને હવે તો તરુણવયના મહિના યુવક યુવતીઓ પણ આ પ્રકારના ધંધાઓમાં જોડાવા લાગ્યા છે. જેના કારણે સમાજ માટે આવનારા સમયમાં ખૂબ મોટો પ્રશ્ન ઉત્પન્ન થવાનો છે. ગઈકાલે ભાવનગર જિલ્લાના બરવાળા તાલુકામાં કાપડીયાળી રોડ ઉપરથી પોલીસે શંકા જતા જ ઓઇલ ભરેલા એક ટેન્કરને ઉભી રાખવા મથામણ કરી હતી.

ચેક પોસ્ટ પાસે આ ટેન્કરની રાહ જોઈને પોલીસ અધિકારીઓ ઊભા હતા. પરંતુ આ ટેન્કર ત્યાં પહોંચીને તાત્કાલિક કાપડીયાળી રોડ ઉપર વળી ગયું હતું. પોલીસે આ ટેન્કરનો પીછો કર્યો હતો. કારણ કે પોલીસને બાતમી મળી હતી કે, આ ટેંકરની અંદર કંઈક કાળા કારનામા થાય તેવી ચીજ વસ્તુઓ જોડાયેલી છે. પોલીસ એ સવારના સમયમાં કાપડિયાની રોડ ઉપર જસપાલસિંહ રણજીતસિંહ ઝાલાનાં નામના એક યુવકના ખેતરમાં આ ટેન્કરને પકડી પાડ્યું હતું..

બહારથી તો આ ટેન્કરની અંદર ઓઇલ ભરેલું હોય તેવું લાગતું હતું. પરંતુ જ્યારે પોલીસ આ ટેંકરની નજીક જઈને તેની તલાસી લેવાની શરૂ કરી હતી અને જ્યારે ઢાંકણું ખોલ્યું ત્યારે જોયું તો ટેન્કરની અંદરથી વિદેશી દારૂની કુલ 4650 બોટલ મળી આવી હતી. જેની કુલ કિંમત 23,58,000 છે.. આ જોતાની સાથે જ સૌ કોઈના હોશ ઉડી ગયા હતા.

આટલી મોટી રકમનો વિદેશી દારૂ પોલીસે એક જ ઝાટકે પકડી પાડતા તમામ બુટલેગરો ની ભોયતળિયામાં સંતાઈ ગયા છે. બરવાળા પોલીસ મથકના સ્ટાફે આ વાડીની શોધખોળ કરી હતી અને ટ્રકની અંદર ચોરખાનું પણ બનાવેલું મળી આવ્યું હતું. આ તમામ જગ્યાએથી પોલીસે જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે..

આ સાથે જ વાડીમાં જે ઓરડી બનાવવામાં આવી હતી. તેમાંથી પણ વિદેશી દારૂના અને બીયર ટીન મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે તમારો આરોપીઓને પણ પકડી પાડ્યા છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અગાઉ પણ વડોદરા ના છોટાઉદેપુર પાસે પોલીસને બાતમી મળતા એક છોટાહાથી વાહન ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો..

તેના ફોટા તેની તલાસી કરતા તેની અંદરથી એક ચોર ખાનું મળી આવ્યું હતું. જેમાંથી કુલ પાંચ લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જુદા જુદા કીમીયાવો અપનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય છે. પરંતુ હવે પોલીસ ખાતું તેઓની દરેક કામગીરીઓને અસફળ બનાવવા માટે કાર્યરત થઈ ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

વતને ગયેલા પરિવારે પરત આવીને રસોડાનો દરવાજો ખોલ્યો તો મળ્યું એવું કે ઘર ખાલી કરીને ભાગવું પડ્યું, હોશ ઉડાડતો બનાવ..!

હાલ એક પરિવાર ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો, તેઓએ જ્યારે તેમના ઘરનો દરવાજો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *