Breaking News

શાળા શરૂ થયાના પહેલા જ દિવસે ધો.11ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, કારણ છે ચોંકાવનારું…

કોરોનાના અઘરા સમયમાં ઓનલાઈન શિક્ષણ મેળવીને કંટાળી ગયેલા વિદ્યાર્થીઓ હવે ઓફલાઈન એટલે કે શાળા એ જઈને શિક્ષણ લેવા માટે રાજી થયા છે ત્યારે વેકેશન પછીના પેહલા જ દિવસે કંપારી ફેલાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. આજથી રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ શરૂ થઇ છે.

તો પહેલા જ દિવસે ડાંગના આહવા તાલુકાના સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલા સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં 16 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ સમાચાર સાંભળતા જ આજુ બાજુના ગામડાના લોકોમાં એક અલગ પ્રકારના ભયનો માહોલ પેદા થયો છે.

સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ધો 11 સાયન્સમાં અભ્યાસ કરતા આશાસ્પદ આદિવાસી વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આની જાણ થતા સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વઘુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ કયા કારણોને લીધે આ અંતિમ પગલુ ભર્યુ છે તે હજી સામે આવ્યુ નથી.

પરંતુ વિદ્યાર્થી અવસ્થામાં ભણતર સિવાય બીજું તો શું દુઃખ કે ટેન્શન હોઈ શકે. એટલે સૌ લોકો એવું અનુમાન લગાડી રહ્યા છે કે આ વિદ્યાર્થીએ ભણતરના ટેન્શનમાં આવી ને આપઘાત કરી લીધો હશે. સાપુતારા પોલીસ દ્વારા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના સંચાલકોના નિવેદન લઇને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

શાળાના જણાવ્યા પ્રમાણે, આપઘાતની ઘટના સવારે આઠ વાગ્યે બની હતી. આ મૃતક વિદ્યાર્થી ગુંદવહળ ગામનો રહેવાસી છે. તે સવારે પોતાના ઘરેથી શાળામાં આવ્યો હતો. તો કયા કારણોસર શાળામાં જ આપઘાત કરી લીધો, તે હાલ પોલીસ શોધી રહી છે. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

સાપુતારા પોલીસ વિદ્યાર્થીઓના મિત્ર અને પરિવારની પણ પૂછપરછ કરી શકે છે. શાળા શરૂ થયા ના પહેલા જ દિવસે શાળા સંકુલમાં વિદ્યાર્થીના આપઘાતથી આખા પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. થોડા સમય પહેલા તાપીમાં પણ આવો કિસ્સો બન્યો હતો.

ડોલવણના ચુનાવાડી ગામમાં વનરાજ આશ્રમમાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. હોસ્ટેલના મકાનમાં માસૂમ વિદ્યાર્થીની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી વલસાડ જિલ્લાના કરરાડાના પીપરડી ગામનો રહેવાસી હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *