Breaking News

શાળાના આચાર્યએ 7 બાળકોને મનફાવે તેમ ઝૂડી નાખ્યા, બાળકો લથડતી હાલતમાં ઘરે પહોચ્યા અને પછી તો જે થયું તે દરેક વાલીઓએ વાંચવું જોઈએ..!

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો મેળ ખૂબ જ સારો હોય તો બાળકની પ્રગતિ વધારે થતી હોય છે. કારણ કે એક શિક્ષક માતા-પિતા પછી એક એવી ફરજ બજાવે છે કે, જે વિદ્યાર્થીને પોતાના જીવનની રાહ દેખાડી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવા ઘણા બધા મામલાઓ સામે આવી ચૂક્યા છે..

જેમાં એક શિક્ષક પોતાના કર્તવ્યનું ભાન ભૂલીને બાળકોને ઢોર માર મારવા લાગતો હોય છે. નજીવી બાબતો પર ઢોર માર મારી દેવો એ ખૂબ જ ખરાબ બાબત છે. હાલ આવો જ એક બનાવ વડોદરાના પાદરા તાલુકામાં આવેલી એક સરકારી શાળામાં બન્યો છે. પાદરા તાલુકામાં આવેલી લુણા પ્રાથમિક શાળામાં કુલ 354 બાળકો ધોરણ 1 થી લઈને ધોરણ ૮ સુધીના વર્ગોમાં અભ્યાસ કરે છે.

આ શાળામાં શિક્ષકોની સાથે સાથે એક આચાર્ય પણ ફરજ બજાવે છે. શાળામાં ભણતા મોટાભાગના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના છે. શાળાની આસપાસના વિસ્તારોમાં રહે છે. શાળાના આચાર્ય ગજાનન મીલખે બાળકોને મનફાવે તેમ ઢોર માર માર્યા હોવાની બાબત સામે આવતાં જ વાલીઓમાં ખળભળાટ મચી ગયો છે..

વાલીઓનું કહેવું છે કે શાળાની બાજુમાં આવેલા એક ફળિયામાં શાળામાં ભણતા સાત વિદ્યાર્થીઓ રહે છે. તેઓ સ્કૂલેથી આવ્યા બાદ ફળિયામાં રમતાં હોય છે. પરંતુ શાળાના આચાર્યને આ બાબત બિલકુલ પસંદ નથી. કારણ કે તેઓ જ્યારે ફળિયામાં રમે છે ત્યારે તેમનો અવાજ સ્કૂલ સુધી આવે છે..

એટલા માટે તેણે આ બાળકોને પ્રેમથી સમજાવવાને બદલે બાળકો જ્યારે બીજા દિવસે શાળાએ ગયા હતા ત્યારે તેઓને પ્રાર્થના કર્યા પહેલા પોતાની ઓફીસમાં બોલાવી લીધા હતા અને મનફાવે તેમ વર્તન કરીને મારઝૂડ કરી હતી. ત્યારબાદ બાળકો ખૂબ જ ડરી ગયા હતા. એટલા માટે તેઓને પોતાના વર્ગમાં મોકલી દેવામાં આવ્યા હતા..

પરંતુ શાળાએથી ઘરે ગયા બાદ તમામ બાળકોની હાલત ખુબ જ નાજુક હતી. કારણ કે તેઓને ઘણી બધી ઉઠબેસ પણ કરાવી હતી. અને ગડદાપાટુનો માર માર્યો હતો. નાની ઉંમરના બાળકો આ મારને સહન કરી શકે તેમ હતા નહીં. છતાં પણ તેઓ આ મારને સહન કર્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓ ઘરે જતાની સાથે જ લથડીયા ખાવા લાગ્યા હતા..

તેમજ તેઓની હાલત ખુબ જ ગંભીર થવા લાગી હતી. એટલા માટે દરેક વિદ્યાર્થીઓ અને તેના માતા પિતાએ પૂછયું હતું તો વિદ્યાર્થીઓ ભાંગી પડ્યા હતા અને તેઓએ શાળાના આચાર્ય કરેલી તમામ કરતૂતોને પોતાના મા-બાપ સામે વ્યક્ત કરી હતી. આ બાબતની જાણ થતાની સાથે જ તાત્કાલિક ધોરણે વાલીઓ શાળા પર ધસી આવ્યા હતા..

અને આચાર્ય ઉપરાણું લીધું હતું. આચાર્યએ જણાવ્યું હતું કે મેં કોઈ પણ બાળકોને માર માર્યો નથી મેં માત્ર બસ તેમને ઠપકો આપ્યો છે. તેઓ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લાલભાઈ નામના સાહેબને ચીડવે છે. જેના કારણે માત્ર બાળકોને ઠપકો આપ્યો છે. પરંતુ બાળકોની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આચાર્ય ઠપકો ખૂબ વધારે માત્રામાં આપી દીધો છે.

જેમાં તેઓએ ગડદાપાટુનો મારનો પણ સમાવેશ કર્યો હતો. પરંતુ આચાર્યએ આ બાબતોને વાળવા માટે જણાવ્યું કે સ્કૂલની બહાર અરવિંદ નામનો એક યુવક પાન મસાલાનો ગલ્લો ચલાવે છે. આચાર્ય ઘણીવાર અરવિંદને ના પાડી હતી કે સ્કૂલની બહાર પાન માવા નો ગલ્લા થી બાળકો પર ખૂબ ખરાબ અસર પડશે..

પરંતુ તેણે મારી વાત માની હતી નહીં અને હાલ તેઓ એ શાળાના અન્ય બાળકોના વાલીઓને સાથે લઈને મારી સામે બદલો લેવાનો પ્રયાસ કરવા માટે સ્ટંટ ઊભો કર્યો છે. બાળકોએ વાલીને જણાવ્યું હતું કે શાળાના આચાર્ય અન્ય મહિલા શિક્ષકોને પણ ખૂબ જ હેરાન ગતિ અને ત્રાસ પહોંચાડે છે..

આ તમામ બાબતોની જાણ લઈને વાલીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. અને જણાવ્યું છે કે જુઓ આ બાબતને લઈને શિક્ષણ ખાતા તરફથી કે પોલીસ ખાતા તરફથી કોઈ એ જરૂરી પગલાં નહીં લેવાય તો ગાંધીનગર સરકારને રજૂઆત કરવાનો વારો આવશે..

શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના બનતા અણબનાવોના ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. થોડા દિવસ પહેલાં જ એક ખાનગી શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. અને જણાવ્યું હતું કે તમે પોતાના વિમા બનાવી લો કારણ કે જો મારી પાસે ભણવું હશે તો માર ખાવાની તાકાત રાખવી પડશે. એમ કહીને વર્ગનાં સાઈઠ બાળકોને લાકડી વડે ઢોર માર માર્યા હોવાની ઘટના સામે આવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *