આપણી આસપાસ વસતા તમામ લોકો ખાસ કરીને ગુજરાતના તમામ લોકો કોઈ ને કોઈ ધર્મ સાથે આસ્થા જોડાયેલી જ હોય છે જેના લીધે જ સામાન્ય રીતે વ્યવહારમાં લોકો ‘જય માતાજી’ કે ‘જય શ્રીરામ’ જેવા સંબોધનોનો ઉપયોગ કરતા હોય છે. જેમાં કશું ખોટું કે ગેરકાયદે નથી અને ભારત દેશ માં આ પ્રકારની બાબતો માં સંપર્ણ સ્વતંત્રતા રહેલી છે.
ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલી ચણોદ કોલોનીની સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓએ સ્કૂલના કોરિડોરમાં ઉભા રહી એક બીજાને જય શ્રીરામ કહીને સંબોધન કર્યું હતું. હવે આ સમગ્ર ઘટના માં જોવામાં આવે તો વિધાર્થી ની કોઈ ભૂલ કે અણસમજણ દર્શાવી શકાય નહીં કારણ ભારતમાં આ ઘટના બનેલ છે.
વાપી ચાણોદની સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ નવમાં ભણતા બે વિદ્યાર્થીઓએ એકબીજાને ‘જય શ્રીરામ’ કહીને સંબોધન કર્યું હતું. જે બાદ શાળાની શિસ્તતા સબંધિત સમિતિના અધ્યક્ષે વિદ્યાર્થીઓને બોલાવીને માફીપત્ર લખાવી લીધું હતું. એટલું જ નહીં પરંતુ તેઓ આમ નહીં કરે તો શાળામાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપી હતી.
જે બાબતની જાણ વાલીઓને થતાં વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. આ મામલે વલસાડ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોને જાણ થતા વિહિપ અને બજરંગ દળનાં કાર્યકરો શાળાએ પહોંચ્યા હતા અને ‘જય શ્રીરામ’ બોલવા બદલ બાળકો પર માફીપત્ર લખાવવા મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો,
જે બાદ માહોલ ગરમાયો હતો અને શાળા સંચાલકોને શાન ઠેકાણે આવતા વિવાદનો અંત લાવવાનું કહીને લેખિતમાં માફી માંગી લીધી હતી. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જયશ્રી રામ બોલતા સ્કૂલની ડિસિપ્લીનરી કમિટી અને સંચાલકોએ બંને વિદ્યાર્થીઓએ જાણે કોઈ મોટી ગંભીર ભૂલ કે ગુનો કર્યો હોય તેમ સ્કૂલમાંથી કાઢી મૂકવાની સખ્ત ધમકી આપી હતી.
વાત એટલેથી ન અટકી પણ બંને વિદ્યાર્થીઓને સ્કૂલમા ઘૂંટણીએ બેસાડી ને વિદ્યાર્થીઓએ પાસે સ્કૂલ, ડીસિપ્લીનરી કમિટીના હેડે સ્કૂલમાં જયશ્રીરામ બોલવા બદલ લેખિતમાં માફીનામું પણ લખાવ્યું હતું. જેની જાણ બાળકોના વાલીઓ અને હિન્દુ સંગઠનોની થઈ હતી. જેમાં વિદ્યાર્થીઓને ખાલી ‘જય શ્રીરામ’ બોલવા બદલ સજા કરી હતી અને કાઢી મૂકવાની ધમકી આપીને તેમની પાસે માફીપત્ર પણ લખાવ્યાં હતાં.
જોકે, ભારે વિરોધ બાદ શાળાની શાન ઠેકાણે આવતા સંચાલકોએ લેખિતમાં માફી માંગવી પડી હતી. આથી રોષે ભરાયેલા વાલીઓ અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. સ્કૂલ સંચાલકો વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો અને મામલો ગરમાયો હતો. આખરે વાલીઓ અને હિન્દુ સંગઠનનાના કાર્યકર્તાઓનો મૂડ પારખી,
ગયેલા સ્કૂલ સંચાલકોની શાન ઠેકાણે આવી અને ઉગ્આર બનેલ મામલે વિવાદનો વેહલી તકે અંત લાવવા માટે પોલીસની હાજરીમાં તુરંત જ સ્કૂલ સંચાલકો, બાળકોના વાલીઓ અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓની મળેલી બેઠકમાં સ્કૂલ સંચાલકોએ પોતે કરેલી ભૂલ બદલ લેખિતમાં માફી માગવી પડી હતી. આથી મામલો અંતે થાળે પડ્યો હતો.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે શાળા વિવાદમાં આવી હોય. અગાઉ પણ આ શાળામાં અનેક વાર આવા પ્શ્રારકારના વિવાદો માં સપડાતી જ આવી છે શ્રાવણ મહિનામાં કે હિંદુ ધર્મના તહેવારોમાં વિદ્યાર્થીઓ મહેંદી લગાવીને આવે કે વિદ્યાર્થીઓનાં માથે તિલક કે હાથમાં લાલ દોરા બાંધેલા હોય તો સજા કરવામાં આવતી હોવાના વાલીઓ અને હિંદુ સંગઠનોએ આક્ષેપો કર્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]