Breaking News

શાળાએ થી ઘરે આવેલી દીકરી લસરપટ્ટી ખાવા ગાર્ડનમાં ગઈ અને બની એવી ઘટના કે 8 વર્ષની દીકરીને કાળ ભરખી ગયો, ઓમ શાંતિ..!

ક્યારે આપણે કઈ ઘટનાનો ભોગ બની જઈએ તેનું નક્કી હોતું નથી, એવા માં પણ હવે નાની ઉંમરના અણસમજુ બાળકોને સાચવવાની કામગીરી તો દરેક માતા-પિતાઓ માટે ખૂબ જ મોટા પડકાર જનક સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નાના બાળકો જ્યારે તેમના માતા-પિતાથી વિખુટા પડી ગયા હોય ત્યારે તેઓ રમત રમતમાં શું કરી બેસે તેનું નક્કી હોતું નથી..

દરેક માતા-પિતાને તેમના દીકરા કે દીકરીની ખૂબ જ ચિંતા હોય છે કે, તેઓ કઈ હાલતમાં હશે અને કેવી રીતે રમત રમી રહ્યા હશે કારણ કે, દરેક મિનિટે માતા-પિતા તેમના બાળકોની સાથે હોય તેવું શક્ય હોતું નથી. અમુક વખતે બાળકો એકલાપણ રમવા માટે જતા રહેતા હોય છે, હાલ એક આઠ વર્ષની દીકરી એવી મુસીબતનો ભોગ બની હતી કે..

જેમાં તેનો જીવ પણ ચાલ્યો ગયો હતો, અને માતા-પિતા તો રડી રડીને બેહાલ થઈ ગયા છે. ચોકાવનારી આ ઘટના વાળીનાથ કોલોની માંથી સામે આવી છે, આ કોલોનીની અંદર રાજાભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમની પત્ની વનીતાબેન તેમની આઠ વર્ષની દીકરી રિયા તેમજ 15 વર્ષના દીકરા અમનનો સમાવેશ થતો હતો..

રાજાભાઈ સવારનો સમય તેમની નોકરીએ જવા માટે નીકળી ગયા હતા, તેમનો દીકરો અને દીકરી પણ બપોરના સમય શાળાએ ચાલ્યા ગયા હતા, સાંજના પાંચ વાગ્યા આસપાસ આઠ વર્ષની દીકરી રહ્યા તેની શાળાએથી ઘરે પરત આવી હતી અને ત્યારબાદ તેને તેની માતાને જણાવ્યું હતું કે, તે કોલોનીના ગાર્ડનની અંદર લસરપટ્ટી ખાવા માટે તેની અન્ય સહેલીઓની સાથે જઈ રહી છે..

રોજબરોજ તે શાળાએથી ઘરે આવ્યા બાદ તે ગાર્ડનમાં રમવા માટે જતી હતી, એટલા માટે માતાએ તેની દીકરી અને રમવા જવાની મંજૂરી આપી હતી અન્ય મિત્રોની સાથે લસરપટ્ટીની મજા ગાર્ડનમાં માણી રહી હતી, એ વખતે અચાનક જેવી ઘટના બની ગઈ કે, બિચારી આઠ વર્ષની આ દીકરીને કાળ ભરખી ગયો હતો..

તે લસરપટ્ટી ઉપર ચડીને ત્યાંથી નીચે આવી રહી હતી, એ વખતે તેનો પગ લસરપટ્ટીમાં ફસાઈ જવાને કારણે તે ઉપરથી નીચે પટકાઈ ચૂકી હતી, અને નીચે રહેલો ધારદાર પથ્થર તેના માથાના ભાગે વાગી જતા ત્યાં ને ત્યાં જ તેનું માથું ફાટી ગયું હતું અને ખૂબ જ વધારે પ્રમાણમાં લોહી નીકળવા લાગ્યું હતું..

રિયાની સાથે તેની સહેલી સ્વરા, રીમ્પલ તેમજ નીતિશા પણ રમી રહી હતી, આ ત્રણેય સહેલીઓ તરત જ ગાર્ડનમાંથી દોડતી દોડતી રિયાના ઘર સુધી પહોંચી ગઈ અને ત્યાં જઈને રિયાની મમ્મીને જણાવ્યું કે, રિયા લસરપટ્ટી ઉપરથી નીચે પડી ચૂકી છે અને તેનું માથું અત્યારે લોહીથી પલળી ગયું છે..

આ વાત સાંભળતાની સાથે જ વનીતાબેન પગમાં ચપ્પલ પહેરવા માટે પણ રોકાયા નહીં અને તાબડતોબ ઉઘાડા પગે દોડતા થઈ ગયા હતા અને ગાર્ડન પાસે પહોંચ્યા અને જોયું તો તેમની દીકરીના માથાના તમામ અવયવો બહાર નીકળી ગયા હતા કારણ કે, ખૂબ જ ધારદાર પથ્થર તેના માથામાં ઘૂસી ગયો હતો..

ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં લોહી પણ નીકળી ગયું હતું અને રિયાએ આંખો પણ મીંચી દીધી હતી, જ્યારે તેના શ્વાસ ચેક કરવામાં આવ્યા ત્યારે તેનો શ્વાસ પણ બંધ થઈ ગયો હતો. વનિતાબેન તરત જ તેના દીકરીને ખોળામાં ઊંચકીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા માટે દોડતા થઈ ગયા હતા..

આ વાતના સમાચાર જ્યારે કોલોનીના લોકો સુધી પહોંચ્યા ત્યારે તેઓ પણ વનીતાબેનની મદદ કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો વનીતાબેન તેમની દીકરીને ખોળામાં તેડીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દોડતા થઈ ગયા હતા. તેઓ હોસ્પિટલે દોડતા દોડતા પહોંચ્યા અને તેમની દીકરીની સારવાર શરૂ કરવા માટે જણાવ્યું હતું..

પરંતુ એ વખતે ડોક્ટરે જણાવ્યું કે, આઠ વર્ષની દીકરી રિયાનું મૃત્યુ થઈ ગયું છે, કારણ કે તેનો શ્વાસ બંધ થઈ ગયો છે અને તેના માથાના ભાગે ખૂબ જ ઊંડા ઘા વાગ્યા હોવાને કારણે તેનું મૃત્યુ થયા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ વાતના સમાચાર જ્યારે નોકરી ઉપર ગયેલા રાજાભાઇ સુધી પહોંચ્યા ત્યારે તેઓના પણ હોશ ઉડી ગયા હતા..

તેઓ તરત જ હોસ્પિટલે આવી પહોંચ્યા હતા, પોતાની દીકરીને મૃત હાલતમાં જોઈને રાજાભાઈ પણ પોતાની જાતને સંભાળી શક્યા નહીં અને તેઓ પણ ચક્કર ખાઈને તેને ત્યાં નીચે ઢળી પડ્યા હતા. કોઈ પણ વ્યક્તિથી દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં, દરેક લોકોની આંખમાં ખૂબ જ આંસુ છવાઈ ગયા હતા..

મોતનો માહોલ છવાઈ ગયો હતો, મોતનો આ માતમ જોઈને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ સમસમી ઊઠ્યા હતા. રોજબરોજના જીવનમાં આપણે એવા ઘણા બધા કિસ્સાઓ સાંભળીએ છીએ કે જેમાં નાના બાળકો ખૂબ જ આકસ્મિક ઘટનામાં મૃત્યુ પામતા હોય છે..

દરેક માતા-પિતા તેમના બાળકોનું ખૂબ જ વધારે ધ્યાન રાખતા હોય છે, છતાં પણ જાણ્યા અજાણ્યામાં આવી ઘટનાઓ જ્યારે આપણી નજર સામેથી પસાર થાય ત્યારે આપણે પણ ખૂબ જ દુઃખી થઈ જતા હોઈએ છીએ, આ ઘટનાએ ચારેકોર ચકચાર મચાવી દીધો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *