શાકભાજી વેચનાર યુવકે તેની પત્નીને ગળુ દબાવીને પતાવી દઈ ખાડામાં દાટી દીધી, કારણ જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ..!

લગ્ન થયા બાદ પતિ અને પત્ની બંને એકબીજાને ખૂબ જ સારી રીતે સમજી શકતા હોય તેમ જ બંને એકબીજા ઉપર વિશ્વાસ મૂકીને દરેક નિર્ણય લેતા હોય તો લગ્નજીવનમાં ક્યારેય પણ કોઈ લડાઈ કે ઝઘડો થતો નથી. પરંતુ જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિને મનમાં શંકા પેદા થવા લાગે તેમજ વિશ્વાસ ઓછો થવા લાગે તો ધીમે ધીમે લડાઈ અને ઝઘડા વધી જાય છે..

અને એક દિવસ લગ્નજીવનનો અંત પણ આવી જતો હોય છે, અત્યારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ માંથી એક ભયંકર હચમચાવી દેતી ઘટના બની છે. અહીં પઝલગઢ ગામની અંદર દિનેશ પ્રજાપતિ નામનો એક યુવકો તેના પરિવાર સાથે રહે છે. તેના લગ્ન આજથી ૧૩ વર્ષ પહેલાં મેરઠની સવારપુર ગામમાં રહેતી અંજુ નામની યુવતી સાથે લગ્ન થયા હતા..

આ સુખી લગ્ન જીવન દરમિયાન તેણે ત્રણ બાળકોનો પણ જન્મ થયો હતો. જેની ઉંમર છ વર્ષથી લઈને 12 વર્ષ સુધીની છે. દિનેશ શાકભાજી વેચીને જે પૈસા કમાતો તે પૈસાથી તેમનું ઘર ચાલતું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી દિનેશને એવી શંકા જતી હતી કે, તેની પત્ની અન્ય કોઈ યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે..

જ્યારે દિનેશ તેના ઘરે આવતો હતો. ત્યારે તેની પત્ની અન્ય કોઈ વ્યક્તિ સાથે ફોન ઉપર વાતચીત કરતી હતી અને આ વાતચત એટલી બધી લાંબી ચાલતી હતી કે, ધીમે ધીમે અંજુને ઘરના કામકાજની અંદર પણ રસરૂચ નીકળી પડી હતી. આ અગાઉ પણ એક વખત દિનેશે કોઈ અજાણ્યા યુવક સાથે તેની પત્નીને ફોન ઉપર વાતચીત કરતા પકડી લીધી હતી…

અને ત્યાર વખતે નાની અમથી વાત ચિતની લઈ લડાઈ ઝઘડો થયો હતો. આ ઝગડાને ભુલાવી દીધા બાદ હજુ એક વખત દિનેશને એવી શંકા ગઈ કે, તેની પત્ની અન્ય કોઈ યુવકોને પ્રેમ કરી રહી છે. ત્યારે તેણે તેની પત્નીને સમજાવવાની કોશિશ કરી હતી કે, તું શા માટે અમારી સાથે લાડ પ્રેમથી વર્તન કરતી નથી..

અન્ય યુવકોની સાથે પ્રેમથી વાતચીતો કરે છે. ત્યારે અંજુએ આ તમામ બાબતોના જવાબ આપવાનું ટાળ્યું હતું અને જણાવી દીધું કે, હું મારી રીતે જિંદગી જીવવા માંગું છું. તમારે કોઈ વ્યક્તિએ મારા જીવનની અંદર દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી. બસ આ શબ્દ સાંભળતાની સાથે દિનેશને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો..

અને એક દિવસ તેને શાકભાજી વેચીને ઘરે આવ્યા બાદ અંજુને દરવાજો બંધ કરવા માટે જણાવ્યું હતું. જ્યારે અંજુએ દરવાજો બંધ કરી દીધો ત્યારબાદ દિનેશે તેનું ગળું દબાવી દીધું અને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ તેને એક અંધારિયા રૂમની અંદર રાખી હતી. પરંતુ આ રૂમની અંદર અતિશય વાસ આવવા લાગતા તેને ઉપાડીને તે નજીકના તળાવ પાસે લઈ ગયો..

અને ત્યાં ખાડો ગાળીને અંજુની લાશને દાટી દીધી હતી. ત્યારબાદ તે એકદમ નિર્દોષ બનીને પોલીસ સ્ટેશનની હાજર થયો હતો અને પોલીસને જણાવ્યું કે તેની પત્ની છેલ્લા કેટલાક દિવસથી ઘરેથી ગાયબ થઈ ગઈ છે. તેના ત્રણેય બાળકો ભૂખ્યા અને તરસ્યા મમ્મી.. મમ્મી… બોલી રહ્યા છે. પરંતુ તેની પત્ની અંજુનો ક્યાય પણ નથી અતો પતો મળ્યો નથી…

પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે આસપાસના પડોશીઓ જણાવ્યું કે, અંજુ તેના પતિ સાથે અવારનવાર લડાઈ ઝઘડો કરતી હતી. જ્યારે દિનેશની ઘરે પૂછપરછ કરવામાં આવી ત્યારે તે ભાંગી પડ્યો અને આ તમામ બાબતો કબૂલ કરી લીધી હતી કે, તેણે તેની પત્નીને મોતને ઘાટ ઉતારીને અહીં તળાવના કિનારે ખાડો ગાળીને ત્યાં દાટી દીધી છે…

શંકાના આધાર ઉપર દિનેશએ તેની પત્ની અંજુને તો મોતની ઘાટ ઉતારી નાખી પરંતુ હવે તે પણ કાયદાકીય કાર્યવાહીની અંદર ફસાઈ ચૂક્યો છે. જ્યારે તેના ત્રણેય બાળકો નિરાધાર થયા છે. આ ઘટનાએ ચારે કોર ચકચાર મચાવી દીધો છે, ઘટનાને જાણ્યા બાદ પોલીસ પણ બેઘડી વિચારમાં મુકાઈ ગઈ હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment