ગુલાબ વાવાઝોડાએ અસર દેખાડવાની ચાલુ કરી દીધી છે. ત્યારે ગુજરાત પર વધુ એક વાવાઝોડું “શાહીન” પ્રવેશશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. ગુજરાતના મધ્યભાગમાં ચક્રવાત પ્ર્ચેશી ગયું છે જે હવે આખા ગુજરાતમાં ફેલાઈ જતા સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ પેદા થયો છે. સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદ ખાબક્યો છે.
તો બીજી બાજુ દક્ષીણ ગુજરાતમાં તો વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો. દક્ષીણ ગુજરાતના સુરત , વલસાડ , નવસારી અને ડાંગમાં પણ હરે વરસાદ વરસ્યો છે. ઉકાઈ ડેમ અત્યારે ભયજનક સપાટી પર છે. ઉકાઈ ડેમમાંથી રોજ 1.5 લાખ કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે.
હવામાન વિભાગે નવા વાવાઝોડા શાહીન વિષે જણાવ્યું છે કે, ઓડીશા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી ગુલાબ વાવાઝોડાએ પ્રવેશ લીધો હતો તેની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું શાહીન જન્મ લઈ રહ્યું છે. અરબ સાગરમાં ઊંડું ડીપ્રેશન ઉદ્ભવશે જેના કારણે તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને ગુજરાતમાં ટકરાશે.
હવામાન વિભાગના મુખ્ય સચીવ મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ગુજરાત પર વધુ એક આફત આવી પડી છે જેનો સામનો આપડે સૌએ હિમ્મતથી કરવાનો છે. ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અત્યારે તો ઊંડું પ્રેશર છે પરતું તે 5 થી 6 કલાકની અંદર અંદર લો પ્રેશર બની જશે અને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેશે.
“શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, મરાઠવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા ભાગોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.
જ્યારે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને પોંડિચેરીના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદની વકી છે. બીજી તરફ ચક્રવાતી વાવાઝોડા “ગુલાબ”ના કારણે મોન્સૂન યથાવત છે. ઝારખંડના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જમશેદપુરમાં બે ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે.
આટલું જ નહીં, આ વાવાઝોડાના કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તાર, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામા આવી છે. આ વાવાઝોડાની તૈયારીના પગલે ગુજરાતમાં NDRF ની ટીમોને તેહનાત કરી દેવામાં આવિ છે.
આ વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ દક્ષીણ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તેવું અનુમાન છે. વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તે પછી ખબર પડશે કે આ વાવાઝોડાની દિશા કઈ બાજુ રેહશે. ગુજરાતના દરિયા કિનારા ગુલાબ વાવાઝોડાના પવની ચક્રવાતને કારણે ગાંડાતુર બન્યા છે.
આપડે સૌ કોઈ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વાવાઝોડું ગુજરાત તરફ ન આવે અને દરિયામાં જ ફંટાઈને શાંત થઈ જાય. કેમ કે ગુજરાતના લોકોએ ઘણી બધી મુશ્કેલીઓ આ ચોમાસા દરમિયાન સહન કરી લીધી છે. તેમજ ખેતી અને ધંધામાં પણ હદ કરતા વધારે નુકસાન સૌ કોઈ સહન કરીને બેઠા છે. એટલે હવે આ મુશ્કેલી ન આવે તો જ સારું.
બિચારા ખેડૂત મિત્રો પર આ વર્ષે મેઘરાજા કોપાયમાન થયા હશે તે આભ ફાટે એવો વરસાદ વરસાવીને બધું ખેદાન મેદાન કરી નાખ્યું. નાના બાળકના ઉછેર કરીએ તેવી જ રીતે જાત મહેનત અને પરસેવો પાડીને ખેતરમાં પાકની સારસંભાળ કરીને છોડ ઉછેર્યા હોય અને આમ એક જ વરસાદમાં બધી મેહનત પર પાણી ફરી જાય ત્યારે જે દુઃખ થાય તેને કોઈ શબ્દોમાં વર્ણવી શકાતું નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]