રોજબરોજની ઝડપથી આગળ વધતી જતી આ જિંદગીની અંદર આપણે ડગલેને પગલે એવી ઘણી બધી ઘટનાઓ જોઈએ છીએ જેને જોતાની સાથે જ બે ઘડી આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે, અત્યારે કંઈક અજુગતી સ્થિતિ સહન કરવાના વારો એક મહિલા માંથી આવ્યો હતો..
શ્યામ વિલા સોસાયટીમાં રહેતી અસ્મિતા નામની મહિલા સાથે એક ખુબ જ ચોંકાવનારી ઘટના બની છે, શ્યામ વિલાસ સોસાયટીની અંદર અસ્મિતાબેન તેના પતિ બીપીનભાઈની સાથે રાજી ખુશીથી જીવન જીવે છે, પરિવારમાં તેમના સાસુ સસરા તેમજ બે નાનકડા બાળકોનો પણ સમાવેશ થાય છે..
અસ્મિતાબેનના પતિ સરકારી નોકરીયાત છે. જ્યારે અસ્મિતાબેન ઘર કામ કરીને પરિવારના દરેક સભ્યોનું જીવન ગુજરાન ચલાવતા હતા, એક દિવસ સવારના સમયે બીપીનભાઈ તેમની નોકરીએ જવા માટે નીકળી ગયા હતા. તેમજ અસ્મિતાબેનના બંને બાળકો પણ તેના મામાના ઘરે રહેવા માટે ગયા હતા..
આ સાથે સાથે અસ્મિતાબેનના સાસુ સસરા પણ તેમના નણંદના ઘરે રોકાવા માટે ગયા હતા, આ સમયે ઘરે માત્ર અસ્મિતાબેન હાજર હતા. અને ઘરની અંદર શાકભાજી તેમજ ઘરવખરીની ઘણી બધી ચીજ વસ્તુઓ ખૂટી જવાને કારણે તેઓ ખરીદી કરવા માટે સવારના સમયે ઘરેથી નીકળી પડ્યા હતા..
બપોરના 12:00 વાગ્યા આસપાસ જ્યારે તેઓ પોતાના ઘરે પરત આવ્યા અને ઘરનો દરવાજો ખોલતાની સાથે અસ્મિતાબેને એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, તેઓ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા, અસ્મિતાબેન જ્યારે ખરીદી કરીને તેમના ઘરે પરત આવ્યા હતા અને ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તેઓ હોય તો તેમની નજર સામે જોઈ લીધું કે ઘરનો તમામ સામાન વેર વિખેર હતો..
તેમાં નીચેના માળી મૂકેલી લોખંડની તિજોરીને પણ કટરથી કાપી નાખવામાં આવી હોય અને અંદર મુકેલા તમામ ઘરેણા તેમજ રોકડ રૂપિયા સહિતનો તમામ મુદ્દા માલ પણ ગાયબ હતો, આ દ્રશ્ય જોતાની સાથે જ અસ્મિતાબેન ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા અને તેમના મોઢામાંથી ચીખો ફાટી નીકળી હતી..
અસ્મિતાબેનના મોઢેથી નીકળેલી આ ચીખો સાંભળીને આસપાસના પડોશીઓ પણ ત્યાં દોડી આવ્યા અને શું થયું છે, તે જાણવા લાગ્યા હતા તેઓએ જોયું તો અસ્મિતાબેનના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ હોય તેવું લાગ્યું હતું કારણ કે, ઘરની અંદર તમામ વેર વિખેર હતો. તેમાં તિજોરીને પણ કાપી નાખવામાં આવી હતી..
જ્યારે સોસાયટીના વોચમેનને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, થોડા સમય પહેલા કોઈ બે અજાણ્યા યુવકો અહીંથી ખૂબ જ વધારે સ્પીડમાં બાઇક ચલાવીને નીકળ્યા છે. વોચમેને તેમને ઊભા રાખવાની પણ કોશિશ કરી પરંતુ આ બંને યુવકો બાઇકને ઉભી રાખવાની બદલે ત્યાંથી ભાગવાની કોશિશ કરતા હતા..
આ જોઈને વોચમેનને પણ ખૂબ જ લાગ્યું હતું અને તે કેમેરાની તપાસ કરવા માટે જઈ રહ્યો હતો, એવામાં તો તેને સમાચાર મળી ગયા કે, અસ્મિતા ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. અને આ બંને ચોર આ ગેટ પાસેથી જ નીકળ્યા છે. સોસાયટીની અંદર ખૂબ જ મોટી ચોરી થયા હોવાનો મામલો સામે આવતાની સાથે જ આસપાસની સોસાયટીના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા..
અને ખૂબ જ મોટો હંગામા પણ મચી જવા પામ્યો હતો, અસ્મિતાબેનના પતિ બીપીનભાઈ પણ પોતાની નોકરીએથી તરત જ તેમના ઘરે આવવા માટે નીકળી ગયા હતા, તેઓએ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધણીને જ્યારે તપાસ શરૂ કરી ત્યારે તેમને ખબર પડી કે આ બંને તારાઓ થોડા સમય પહેલા પણ આ વિસ્તારની અંદર એક ચોરી કરી ગયા છે..
અને હજુ પણ તે પોલીસને પકડથી ઘણા દૂર હતા એવામાં તો તેણે બીજી ચોરી કરીને પોલીસને ખૂબ જ મોટી ચુનોતી પણ આપી દીધી હતી, આ ઘટનાને લઈને તંત્ર ખૂબ જ સરળતાથી કામગીરી કરી રહ્યું છે અને આ બંને ચોર લૂંટારા ને પકડી પાડવા માટે મહેનત માથામણ શરૂ કરી દીધી છે. આ ચોર લુટારા હોય અસ્મિતાબેનના ઘરેથી અંદાજે 25 તોલા જેટલું સોનુ ત્રણ કિલો ચાંદી અને 7:30 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]