Breaking News

સેટિંગબાજી કરીને દીકરા-દીકરીને વિદેશ મોકલતા પહેલા ચેતજો, ઓછું કમાઈને ઓછું ખાજો પણ આ ભૂલ કરી તો આવશે રોવાનો વારો.. જાણો..!

અત્યારે યુવક અને યુવતીઓમાં વિદેશમાં જઈને ભણતર મેળવવાની તાલાવેલી ખૂબ જ વધવા લાગી છે. મોટાભાગના યુવક યુવતીઓ પોતાનું વતન મૂકી વિદેશમાં સ્થાયી થવા માટે તેમજ ત્યાં ભણતર લઈ ત્યાં જ નોકરી કરીને ત્યાં પરિવાર વિકસાવવા માટે પોતાના ઘરેથી નીકળી જતા હોય છે..

અત્યારે વિદેશમાં ભણવા જવાનો ટટ્રેન્ડ ચાલી રહ્યો છે. એમાં ઘણી બધી જગ્યાએ છેતરપિંડીનો ભોગ પણ બની જતા હોય છે. અત્યારે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ઘટના બન્યા બાદ દરેક માતા-પિતાએ ચેતી જવું જોઈએ અને જો તેમના દીકરા કે દીકરીઓ ભણતર માટે વિદેશ જતા હોય તો તેમની વિદેશ જવાની રીત તેમજ તેઓ ત્યાં કઈ જગ્યા પર રહેશે અને કઈ જગ્યા પર ભણતર ભણશે વગેરે જેવી ચીજ વસ્તુઓની ખૂબ જ ચોકસાઈથી માહિતી મેળવી લેવી જોઈએ..

અને ત્યારબાદ જ પોતાના દીકરા કે દીકરીને ઘરેથી મંજૂરી આપવી જોઈએ, કારણ કે અત્યારના સમયમાં સેટિંગ બાજીથી ઘણા બધા એજન્ટો દીકરા કે દીકરીઓને વિદેશ મોકલે છે. પરંતુ ત્યાં જઈને તેમને રખડતા મૂકી દે છે અને કોઈ પણ વ્યક્તિનો સાથ સહકાર ન મળતા રખડતી જિંદગી જીવવી પડે છે.

ત્યારબાદ તેમને ઘણો બધો પસ્તાવો થાય છે. પરંતુ એક વખત અહીંયાથી નીકળી ગયા બાદ પરત આવવામાં પણ કદાચ તેઓને સંકડામણ અનુભવાતી હશે, એટલા માટે તેઓ કોઈને કહી શકતા નથી અને મનો મન મૂંઝાયા કરે છે. આવી ઘણી બધી ઘટનાઓ ભૂતકાળના સમયમાં સામે આવી ચૂકી છે..

વિદેશ ભણવા માટે મોકલતા પહેલા કન્સલ્ટ તરફથી બધી કાર્ય પદ્ધતિઓ કરવી પડે છે. પરંતુ કેટલાક લોકો એવી સેટીંગબાજી અપનાવે છે કે કોઈ પણ પ્રકારના પુરાવા અને સર્ટિફિકેટ વગર જ યુવક યુવતીઓને વિદેશ મોકલવાના સપના દેખાડે છે અને તેમની પાસેથી અઢળક રૂપિયા પડાવી લે છે…

ત્યારબાદ તેમને વિદેશ તો મોકલી આપે છે, પરંતુ ત્યાં જઈને તેમને કોઈ પણ પ્રકારની રાહ દેખાડવામાં આવતી નથી અને જુવાન ઉંમરના દીકરા દીકરીઓ અટવાઈ જતા હોય છે. અત્યારે કંઈક આ પ્રકારની જે ઘટના ધનરાજ ભાઈના દીકરા કિશન સાથે બની છે. એક એજન્ટના મારફતે સેટિંગબાજી કરીને તેમના દીકરાને વિદેશ મોકલવામાં આવ્યો હતો..

પરંતુ ત્યાં જઈને જોયું ત્યારે ખબર પડી કે એજન્ટએ જે કોલેજમાં અભ્યાસ માટે પૈસા આપીને એડમિશન લેવરાવ્યું હતું. ત્યાં એવી કોઈ કોલેજનું નામો નિશાન હતું નહીં, આ ઉપરાંત જે જગ્યા પર તેને રહેવા અને ખાવા પીવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ત્યાં પણ કોઈ પણ પ્રકારનો અતો પતો હતો નહીં..

એટલે કે તમામ ચીજ વસ્તુઓ ખોટી સાબિત થઈ હતી અને બીજી બાજુ આ એજન્ટ તેમની પાસેથી પૈસા પડાવીને જતો રહ્યો હતો. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ધનરાજભાઇના પરિવારજનોએ આ એજન્ટને શોધવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આ એજન્ટ પૈસા પડાવીને ભૂગર્ભમાં સમાઈ ગયો છે..

ઘટના બનતાની સાથે જ લોકો કહેવા લાગ્યા હતા કે, ઓછું કમાઈને ઓછું ખાશું. પરંતુ આવી સેટીંગબાજી કરીને ક્યારેય પણ પોતાના દીકરા કે દીકરીઓને પોતાનાથી દૂર જવા દેશું નહીં. આ ઘટના બની ત્યારબાદ થી દરેક માતા-પિતાઓ ચેતવા લાગ્યા છે અને જો તેઓ તેમના દીકરા કે દીકરીને વિદેશ ભણતર માટે મોકલે છે..

તો દરેક નાની નાની ચીજ વસ્તુઓનું પણ ખૂબ જ ચીવટથી ધ્યાન રાખે છે. અને ત્યારબાદ જ તેમને ઘરેથી બહાર જવાની મંજૂરી આપે છે. આ ઘટનાએ ઘણા લોકોની આંખો ઉઘાડી નાખી છે. કારણ કે પરિવારને તેના દીકરા કિશનની ચિંતા રહે છે કે તે ત્યાં શું કરશે અને કેવી રીતે જિંદગી વિતાવશે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *