Breaking News

સેંથો પૂરીને 15 વર્ષની દીકરીએ ઝાડ સાથે લટકીને આપઘાત કરી લેતા પરિવારજનો ના મોઢા ફાટેલા રહી ગયા, કારણ જાણીને હડકંપ મચી જશે..!

ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને અથવા તો જીવનમાં પડતી કોઈ મુશ્કેલી ના કારણે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં 15 વર્ષની એક છોકરી આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ છોકરીની આત્મહત્યાનું કારણ જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ઉત્તર પ્રદેશ રાજ્યના મહોબા જિલ્લાના એક ગામમાં એક વ્યક્તિને ઝાડ સાથે લટકાયેલો સગીર વયની યુવતીનો મૃતદેહ દેખાયો હતો. તેણે તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી હતી. આ પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી શશી કુમાર પાંડે આ તમામ ઘટનાની તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે યુવતી ગામની પ્રાથમિક શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે.

તેણે ફક્ત 15 વર્ષની ઉંમરમાં આત્મહત્યા જ જેવું ગંભીર પગલું ઉઠાવ્યું હતું. 15 વર્ષની આ દીકરીએ આપઘાત કરતા પહેલા તે દુલ્હનની જેમ શૃંગાર કર્યો હતો. તેણે માથામાં સિંદૂર ભર્યું હતું. તેમજ ગળામાં મંગળસૂત્ર પણ પહેર્યું હતું. પોલીસ દ્વારા આ તમામ ઘટનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા તેમને છોકરીના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી.

આ સુસાઇડ નોટમાં તેણે એક યુવક સાથે પોતાનો પ્રેમ સંબંધ હોવાનો સ્વીકાર્યું હતું. એ બંને થોડા દિવસો પહેલા છુપાઈ ને મંદિરમાં લગ્ન કરી લીધા હતા. પરંતુ ગામ માં રહેતા કેટલાક લોકોને આ બાબતની જાણકારી મળી ગઈ હતી. જેથી તેઓ વારંવાર તે બંનેને ટોણા મારતા હતા. તેમજ તેના પિતાજીનું અપમાન કરતા હતા.

તેથી તે છોકરીને ખૂબ જ દુઃખ લાગ્યું હતું. જેથી તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. આ તમામ બાબત પર તે યુવતીના કાકા સુરેન્દ્રનગર જણાવ્યું હતું કે યુવતી તેની સાથે જ રહે છે. તે ગામની પ્રાથમિક શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. યુવતીના માતા-પિતા દિલ્હીમાં રહીને ત્યાં મજૂરી કામ કરી રહ્યા છે…

તેમને પોતાની દીકરીને આ પ્રેમ સંબંધ વિશે જાણ પણ ન હતી. યુવતી ની આત્મહત્યા ની ખબર બહાર આવતા, તેના પ્રેમીને તેની જાણ થઈ હતી. જેથી તેણે પણ ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનો ભાઈ જોઈ જતા તેણે યુવકનો બચાવ કર્યો હતો. તેની હાલત ગંભીર હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો.

તે યુવકના ભાઈ દેવપાલ જણાવ્યું કે તેનો ભાઈ દરરોજ કોઈ છોકરી સાથે વાત કરતો હતો. ગઈકાલે તેણે અચાનક જ ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો. આ જોઈને દેવ કાલે તેના ભાઈને નીચે ઉતાર્યો હતો. તેનો શ્વાસ ચાલતો હોવાથી તેને દેવપાલ હોસ્પિટલ લઈ ગયો હતો. દેવપાલે કહ્યું કે તે યુવતી ની આત્મહત્યા બાદ તેને શંકા હતી કે તેનો ભાઈ પણ કંઈક ખોટું પગલું ભરી શકે છે જેથી તે પહેલેથી જ સાવચેત હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *