આજ કાલના સમયમાં જો દુનિયા માં આપણી જ આસપાસ જોવામાં આવે તો અનેક બનાવો અને ઘટનાઓ એવા પ્રકારની બનવા પામતી હોય છે કે જેના થકી આપણે પણ ખુબ ચકિત થઈ જતા હોઈએ છીએ સાથે સાથે જયારે પણ આપણી આસપાસ માં કોઈપણ પ્રકારની માનવીય કે અન્ય ઘટનાઓ અને કિસ્સાઓ બનવા પામે છે,
ત્યારે તેના પરિણામો ખુબ અઘરા આવતા હોય છે આપણે તો માત્ર જાણકારી મેળવી સમગ્ર ઘટનાનો ચિતાર પ્રાપ્ત કરતા હોઈએ છીએ પરંતુ જે કોઈ હાજર વ્યક્તિઓ અથવા તો જેના પર કોઈપણ ઘટના બનવા પામી છે તેઓ ના જીવનમાં ખુબ ગાંઠ અસરો થવા પામતી હોય છે સાથે તેનું જવાબદાર કારણ પણ અતિ દુઃખ દાયી રહેલું હોય છે.
જયારે પણ આપણી નજીકના વિસ્તારો માં કોઈ ઘટના બને તો તેમાં થી જરૂરી આપણા લાયક સીખ લેવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ જેથી કરી ને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની હાનિકારક ઘટનાઓ ને રોકી શકાય અને સમગ્ર વિસ્તારોમાં વ્યવસ્થા સારી રીતે જળવાયેલા રહે આટલી તકેદારી તો એક જવાબદાર નાગરિક તરીકે અપને લેવી જોઈએ.
હાલમાં થોડા સમય થી અણબનાવ ની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં એક-બીજા પ્રત્યેના સબંધો અને જૂની દુશમનાવટ ને કારણે વ્યક્તિ પોતે ખુબ મોટા પગલાંઓ ભરી લેતા હોય છે જેના કારણે અતિ ગંભીર પરિણામો સામે આવતા હોય છે હાલમાં જ એવી ચકચાર મચાવી દેનારી ઘટના સામે આવી છે જેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો,
ખુબ ગીચ વસતી ધરાવતા માન દરવાજા વિસ્તારમાં જ્યાં લોકોની ખુબ પ્રમાણ માં અવર-જવર રહેતી હોય છે ત્યાં શનિવારે સાંજે એક મહિલા પર ફાયરિંગ થતા ચકચાર મચી ગઇ હતી. ઘટના સ્થળે બાઇક પર આવેલા બે યુવકો ગણતરીના સમયમાં જ લોકની હાજરીની વચ્ચે ધડાધડ 4 રાઉન્ડ ફાયરિંગ કરી ને ત્યાંથી ભાગી છૂટયા હતા.
ઘવાયેલી મહિલાને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે સિવિલ ખાતે ખસેડાઇ હતી, છૂટાછેડા માટે દબાણ કરી ધાકધમકી આપતા આર્મીમેન પતિએ અમુક મળતિયાઓ મારફતે ફાયરિંગ કરાવ્યું હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર માન દરવાજા ખાતે બંબાગેટની પાછળ ની બાજુએ સી-ટેનામેન્ટમાં રહેતા,
નંદા ઉર્ફે નંદિની વિનોદભાઇ મોરે (31) શનિવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ભાણેજ યોગીતા સાથે દવાખાનેથી પાછા ફરી રહ્યા હતા અને ત્યારે ઘર પાસેના રોડ પર જ તેમના પર અચાનક ફાયરિંગ થયું હતું. સ્પ્લેન્ડર બાઇક પર આવેલા બે યુવકો ગણતરીના સમયમાં જ 4 રાઉન્ડ ફાયરિંગ કરી તરત જ ઘટના સ્થળે થી ભાગી છૂટયા હતા.
નંદાબેનના થાપા, છાતી તથા ડાબા હાથના ભાગે ગોળી પણ વાગી હતી. સારવાર માટે તાત્કાલિક સિવિલમાં ખસેડાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર બનાવ અંગે જાણ થતા જ સલાબતપુરા પોલીસ તથા ક્રાઇમ બ્રાંચની સ્થળ તપાસ બાદ નંદાબેેન અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે નંદાબેનના લગ્ન વર્ષ 2010 માં મૂળ જલગાંવના વતની એવા વિનોદ સાથે થયા હતા. વિનોદ આર્મીમેન છે અને હાલમાં મહારાષ્ટ્રના નાંદેડમાં તેમની ડયૂટી છે. પ્રેગ્નેન્સી પ્રોબ્લમને કારણે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પતિ હંમેશા તેને છૂટાછેડા લેવા પણ દબાણ કરતો હોવાની વાત સામે આવી છે.
નંદાબેન ચાર વર્ષ પહેલાં માન દરવાજા ખાતે પિયરમાં રહેવા ચાલ્યા ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે સુરતની કોર્ટમાં તેઓનો છૂટાછેડાનો કેસ પણ ચાલે હજુ ચાલુ જ છે. 8 દિવસ પહેલાં પતિ વિનોદ કોર્ટની મુદતે હાજરી આપવા સુરત પણ આવ્યો હતો. પરિવારજનોએ પોલીસને કરેલા આક્ષેપો મુજબ પતિ વિનોદ છેલ્લા ઘણા સમયથી,
નંદાને સીધી કે આડકતરી રીતે ધાકધમકી આપતો હતો. જેથી પતિએ જ માણસો મોકલી ફાયરિંગ કરાવ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. પોલીસને સ્થળ પરથી ફૂટેલા કાર-તૂસ મળી આવ્યા હતા. સિવિલમાં એક્ષ-રે પડાવતાં નંદાબેનને ચાર ગોળી વાગી હોવાનું બહાર આવ્યું હતું. જે પૈકી એક ગોળી જમણાં હાથનું હાડકું ચિ-રીને બહાર નીકળી ગઇ હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]