હાલના સમયમાં નાના બાળકોની ખૂબ જ કાળજી લેવાની જરૂર હોય છે. કારણ કે તેઓને શું કરવું? અને શું ન કરવું? તેની સરખી સમજ હોતી નથી. જેને કારણે તેઓની નાની મોટી ભૂલને કારણે ઘણી મુશ્કેલીઓ ભોગવી પડે છે. આવી જ એક ઘટના કર્ણાટક રાજ્યના ઉડુપી જિલ્લામાં સામે આવી છે.
જેમાં એક છ વર્ષની બાળકીને નાની ભૂલને કારણે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. કર્ણાટકના ઉડુપી જિલ્લામાં સુપ્રીતા પૂજારી અને તેનો પરિવાર રહેતો હતો. સુપ્રિતાને એક છ વર્ષની બાળકી હતી. જેનું નામ સામન્વી છે. ગઈકાલે સવારે સામાન્વી સ્કૂલે જવા માટે રાજી ન હતી. સુપ્રીતા અને તેના પરિવારના સભ્યોએ સામન્વીને સ્કૂલે જવા માટે મનાવવાનો પ્રયાસ કરતા હતા.
પરંતુ તે માનવા માટે તૈયાર ન હતી. જેથી સુગરી થાય તેને ચોકલેટની લાલચ આપી હતી. જેથી તે સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ હતી. આ સમયે તેની સ્કૂલની વાન આવી પહોંચી હતી. ત્યારે તેણે સામન્વીને એ ચોકલેટ આપી હતી. ત્યારબાદ સામાન્વીએ ઉતાવળમાં ચોકલેટનું રેપર ખોલ્યા વગર જ તેને મોઢામાં મૂકી દીધી હતી.
ચોકલેટનું રેપર તેના ગળામાં અટવાઈ જવાના કારણે તેનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. જેને કારણે તે વાનમાં જ બેભાન થઈ ગઈ હતી. વાનના ડ્રાઈવર અને બાળકી ના પરિવારજાનો એ સામાન્વી ફરીવાર વાનમાં લાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ તે ભાનમાં ન આવતા તેને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ડોક્ટરે સામાન્વીના ગળામાંથી ચોકલેટનું રેપર કાઢવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. શ્વાસ ન લેવાવાના કારણે થોડા સમય બાદ જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તેના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. જેને કારણે તેનો મોતનું સાચું કારણ જાણી શકાય.
સામાન્વી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં પહેલા ધોરણમાં ભણતી હતી. ત્યાંથી પણ રજા જાહેર કરી દીધી હતી. આ અગાઉ પણ વલસાડના એક વિસ્તારમાં નાની બાળકી રમતા રમતા રમકડા ગળી ગઈ હતી જેના કારણે થોડી જ વારમાં તેનું મૃત્યુ થયું હતું. રમકડાના સેલ તેમજ બેટરી સહીતની વસ્તુ મોઢામાં નાખી દેતા તેનું કરુણ મોત થયું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]