આજકાલના બાળકોને શાળાએ જવા માટે સ્કૂલ વાન અને સ્કૂલ બસ બાંધવામાં આવતી હોય છે. કારણ કે બાળકને નિયમિત રીતે શિક્ષણ આપવું એ દરેક માતા-પિતાની ફરજ છે. અને જેના થકી બાળકોને શાળાએ સ્કુલ વાનમાં મોકલવામાં આવે છે. પરંતુ વાલીઓ પોતાના બાળકોને નાની ઉંમરથી જ સ્કૂલવાનમાં મોકલતા હોય તેવા વાલીઓ માટે ખૂબ જ ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવી ચૂક્યો છે..
આ મામલો અમદાવાદ શહેર સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં મહિલાઓ, સગીરાઓ, યુવતીઓની સાથે સાથે હવે બાળકીઓ પણ સલામત રહેતી ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજબરોજ ખૂબ જ અત્યાચાર, શારીરિક અડપલા અને .દુ.ષ્ક.ર્મ. જેવા બનાવો વધવા લાગ્યા છે. અને હવે માત્ર ચાર વર્ષની એક બાકી સાથે શારીરિક અડપલાનો એક મામલો સામે આવ્યો છે..
જેને લઈને સરકારી ચોપડે કિસ્સો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં એક પરિવાર રાજી ખુશીથી હસતીખેલતી જિંદગી જીવે છે. બાળકીની માતા એક પ્રાઇવેટ કંપનીમાં બિઝનેસ એનાલીસીસની નોકરી કરે છે. જ્યારે તેના પિતાએ આઈટી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે માત્ર ચાર વર્ષની આ દીકરી રોજ શાળાએ ભણવા જાય છે..
એક દિવસ અચાનક જ શાળામાંથી બાળકીના માતા-પિતાને ફોન આવ્યો કે, તેમની દીકરી શાળાએ આવ્યા બાદ ખૂબ જ ઉદાસ થઈ જાય છે. તેમજ કોઈપણ બાળકો સાથે બોલચાલ કરતી નથી. જો તેને કોઈ બાબત પૂછવામાં આવે તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આ સાંભળતા જ બાળકીના માતા-પિતા ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા..
કે આ બાળકીને શું થયું હશે..? એટલા માટે તેઓએ ઘરે શાંતિથી આ બાળકીને પૂછ્યું હતું કે, તને શું થયું છે..? એને શા માટે તું એકદમ ઉદાસ ઉદાસ રહે છે..? ત્યારે બાળકી ખૂબ જ રડવા લાગી હતી. અને પોતાની કાલી ઘેલી ભાષામાં તેના માતા-પિતાને જણાવતી હતી કે, મારે વાન વાળા અંકલ સાથે સ્કૂલે નથી જવું..
કારણકે તે ખૂબ જ ગંદા અંકલ છે. અને ગમે ત્યાં અડવા લાગે છે. આ સાથે સાથે તે માથા ઉપર અને ખભા ઉપર પણ અડપલા કરે છે. ચાર વર્ષની આ બાળકીને તેના માતા પિતાએ શીખવાડયુ હતું કે, કેવી આદતોને સારી આદત કહેવાય અને કેવી આદતોને ખરાબ આદત કહેવાય.. એટલા માટે બાળકી સમજી ગઈ હતી કે, સ્કુલવાનના આ અંકલ તેની સાથે ખૂબ જ ખોટું કરી રહ્યા છે..
એટલે તે ખૂબ જ હેબતાઈ ગઈ હતી. માતા-પિતાએ બીજા દિવસે સ્કૂલવાનના માલિકને ફોન કરીને જણાવ્યું કે, તેમની દીકરી આજે બીમાર છે. એટલા માટે તેને લેવા ન આવતા. અને બાળકીના માતા-પિતા સીધા સ્કૂલે પહોંચ્યા હતા. અને આ તમામ બાબતોની રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું કે, ક્યારેક સ્કૂલવાનના માલિક મારી બાળકીઓને આગળના ભાગે બેસાડે છે..
તો ક્યારેક પાછળ બેસાડીને ગંદુ કામ કરવા લાગે છે. આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે શિક્ષણ પ્રશાસનના પણ હોશ ઉડી ગયા હતા. તેઓએ તાત્કાલિક ધોરણે આ બાબતની ગંભીરતા દાખવી હતી. અને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવા માટે પહોંચી ગયા હતા. જેમાં બાકીના માતા પિતાએ પોલીસ ખાતામાં આ નરાધમ સ્કૂલમાં ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી..
પોલીસે પણ જરૂરી તાજવીજ હાથધરીને સ્કૂલ વાનચાલકની ધરપકડ કરી લીધી છે. અને હાલ તેને કડકમાં કડક પૂછતાછ કરવામાં આવી રહી છે. મોટાભાગના વાલીઓ સ્કૂલમાં ચાલકના ભરોસા ઉપર તેમના બાળકોને શાળાએ મોકલતા હોય છે. મોટાભાગના સ્કૂલવાન ચાલકો બાળકોને ખૂબ જ મદદ કરે છે. તેમને ક્લાસ સુધી મૂકી આવે છે. તેમજ ક્લાસેથી લઈ આવીને પોતાના વાનમાં બેસાડી છેક ઘર સુધી મૂકી જતા હોય છે..
પરંતુ આવા અમુક નરાધમ લોકોની કાળી કરતુતોને કારણે હાલ સૌ કોઈ લોકો ચોંકી ઊઠ્યા છે. આ સ્કૂલમાં ચાલકે બાળકના માતા-પિતાના વિશ્વાસને તોડ્યો છે. અને તેમની જ બાળકી સાથે ખરાબ વર્ગો કરવાની શરૂ કરી દેતા માતા-પિતા ખૂબ જ રોષે ભરાયા છે. અને આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
ત્યારથી તે વિસ્તારના આસપાસના વિસ્તારોમાં રહેતા વાલીઓ પણ ખૂબ જ ચોંકી ગયા છે. અને પોતાની નાની વયના બાળક બાળકીઓને પોતાની સાથે જ સ્કુલે લેવા મૂકવા જાય છે. આ મામલો સામે આવ્યા બાદ વાલીઓમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે. પોતાના બાળક બાળકીઓને સારી અને ખરાબ આદત કોને કહેવાઈ તેનો ભેદ સમજાવી રહ્યા છે. જેથી કરીને બાળકો મુશ્કેલીનો ભોગ ન બને..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]