સાવધાન! રાજુલાના છતડીયા ગામે મોબાઈલ ફાટ્યો, તમે પણ ધ્યાન રાખજો આ બાબતોનું નહીતો આવતો વારો તમારો હશે..!

આજકાલ મોબાઈલ સબંધિત ઘટનાઓ બનવાના કિસ્સાઓ વધારે બનતા જાય છે. કોઈકનો મોબાઈલ ચોરી થઈ જાય છે તો કોઈકનો તૂટી જાય છે, હવે તો મોબાઈલની બેટરી ફાટવાના પણ પ્રશ્નો સામે આવી રહ્યા છે. ગુજરાતના અમરેલી જીલ્લામાં મોબાઈલ બ્લાસ્ટની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.

મોબાઈલનો વધારે પડતો વપરાશ વિનાશ તરફ દોરી જાય છે. પછી તે શારીરિક હોઈ કે માનસિક. મોબાઈલના લીધે મગજ પર ખરાબ અસર પડે છે તેમજ તેમાંથી ઉત્પન થતું રેડીયેશન પણ શરીરને નુકસાન કરે છે આવા પ્રકારના કિસ્સાઓને માનસિક નુકસાનમાં સામેલ કરી શકાય છે તેમજ મોબાઈલની બેટરી ફાટવાથી જે પ્રકારની હાની થાય છે તેને શારીરિક માં સામલે કરી શકાય છે.

રાજુલા તાલુકાના છતડિયા ગામમાં રહેતા માવજીભાઈ પોતાના ઘરે હતા, ત્યારે અચાનક તેમના મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને તેમના પરિવારજનો એકઠા થઈ ગયા હતા. તેમણે જોતા માવજીભાઈના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું અને આંગળીઓ લોહી લુહાણ થઈ ગઈ હતી. જે બાદ તેમને સારવાર સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

થોડા દિવસો પહેલા પણ પાટણ જિલ્લાના રાધનપુરમાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં રાધનપુરની માનસી મોટર ગેરેજ નામની દુકાનમાં એક વ્યક્તિના ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગ્યો હતો. જે બાદ યુવકે ગભરાઈને તાત્કાલીક પોતાના મોબાઈલને ખિસ્સામાંથી બહાર ફેંકી દીધો હતો. જો કે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહતી થઈ.

જ્યારે જુલાઈ મહિનામાં પણ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા છેટાસણા ગામમાં શ્રદ્ધા દેસાઈ નામની એક સગીરા મોબાઈલ પર વાત કરી રહી હતી. એ સમયે મોબાઈલ ચાર્જિંગમાં મૂકેલો હતો અને શ્રદ્ધા ચાર્જિંગ દરમિયાન જ મોબાઈલ પર વાત કરી રહી હતી. આ દરમિયાન અચાનક મોબાઈલની બેટરી ફાટી ગઈ, જેમાં શ્રદ્ધા ગંભીર રીતે ઘાયલ થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment