સવાર પડતાની સાથે જ દરેક લોકો જિંદગીની રેસની અંદર દોડાદોડી કરવા લાગતા હોય છે, પૈસા કમાવવા માટે સવારથી સાંજ સુધી દરેક લોકો પોતપોતાનું કામકાજ કરતા હોય છે, ઘરના પુરુષો તેમના નોકરી કે ધંધા ઉપર જતા રહેતા હોય છે, જ્યારે ઘરની મહિલાઓ ઘરનું તમામ કામકાજ એક પછી એક પૂરું કરીને જીવન ગુજરાન ચલાવતી હોય છે..
સવાર સવારના સમયે દરેક મહિલા વહેલા ઊઠીને ઘરકામ કરવામાં લાગી પડતી હોય છે, પરંતુ એ વખતે તેઓને ખૂબ જ ચેતીને કામકાજ કરવું પડે છે, જો સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો ઘણી બધી વાર તેમના જીવને પણ જોખમ રહી જતું હોય છે, અત્યારે એક એવી જ ઘટના સામે આવી છે..
જેને જાણીને ઘરકામ કરતી દરેક મહિલાઓ ખૂબ જ ચોંકી ઉઠી હતી, આ ઘટનાને જે લોકો નજરે જોઈ ગયા છે. તેને તો ચક્કર આવી ગયા હતા. હચમચાવી દેતો આ કિસ્સો નારાયણ નગરમાંથી સામે આવ્યો છે, અહીં ચંદ્રિકાબેન નામની મહિલા તેમના પરિવાર સાથે વસવાટ કરી રહી છે..
પરિવારમાં ચંદ્રિકાબેન તેમના પતિ રતિશંકરભાઈ, ચંદ્રિકાબેનનો મોટો દીકરો અમિત અને નાનો દીકરો લલિતનો પણ સમાવેશ થતો હતો, સવારના સમયે રતિશંકર ભાઈ પોતાનું ટિફિન લઈને નોકરીએ જવા માટે નીકળી ગયા હતા અને ત્યારબાદ ચંદ્રિકાબેન ઘરના વાડામાં કપડાં ધોવા માટે જઈ રહ્યા હતા..
એ વખતે તેઓને કપડાં ધોતા ધોતા વધારે પાણીની જરૂરિયાત પડતા તેમણે તેમના દીકરાને પાણીની મોટર ચાલુ કરવા માટે જણાવ્યું હતું, તેમનો દીકરો સવારના સમયે બાથરૂમમાંથી નાહીને બહાર નીકળ્યો અને ત્યારબાદ તેના મમ્મીએ તેને પાણીની મોટર શરૂ કરવા માટે જણાવ્યું હતું..
એટલા માટે અમિત પાણીની મોટરની સ્વીચ શરૂ કરવા માટે ગયો અને અચાનક જ તેને એટલો મોટો કરંટ લાગ્યો હતો કે, તેનું શરીર ઉછળીને પાંચ ફૂટ આઘુ ધકેલાઈ ગયું હતું અને જોત જોતાની અંદર જ અમિતના શરીરનો ફટાકડો ફૂટી જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું તેને એટલો બધો જોરદાર કરંટ લાગ્યો હતો કે, માત્ર અમુક મિનિટોની અંદર જ તેનું તમામ લોહી બળીને ખાખ થઈ જવા પામ્યું હતું..
અને શ્વાસોશ્વાસની ક્રિયા અટકી જતા તેનું મૃત્યુ થયું હતું, ચંદ્રિકાબેન તેમની નજર સામે જ તેના દીકરાના મૃત્યુના બનાવને જોતાને જોતા જ રહી ગયા હતા, આ ઉપરાંત તેમના ઉપરના માળે રહેતા પાર્વતી બહેન પણ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા કારણ કે, તેઓ તેમની નજર સામે અમિતના મૃત્યુના કિસ્સાને જોઈ શક્યા નહીં..
આ અગાઉ પણ ઘણી બધી મહિલાઓના સવારના સમયે પાણીની મોટર ચાલુ કરવા જતી વખતે અથવા તો ઘરકામ કરતી વખતે મૃત્યુ થવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જ્યારે જ્યારે પણ આવા બનાવો સામે આવે છે, ત્યારે દરેક ઘરકામ કરતી મહિલાઓ સુધી આવા કિસ્સાઓને પહોંચાડવાની અમે જરૂર કોશિશ કરીએ છીએ..
જેથી કરીને દરેક લોકો સાવચેતીથી ભર્યું જીવન જીવે અને ક્યારે પણ આવી કઠણાઈ ભરી પરિસ્થિતિમાંથી પસાર થવાનો તેમનો વારો ન આવે એટલા માટે દરેક લોકો સુધી આવી જાગૃતતા લાવી ખૂબ જ જરૂરી છે, આ કિસ્સાને વધુમાં વધુ મહિલાઓ સુધી પહોંચાડવો જોઈએ જેથી કરીને તેઓ પણ ડગલેને પગલે સાવચેતી રાખીને ઘરકામ કરે..
આ ઘટનાના સમાચાર ચંદ્રિકાબેનએ તરત જ તેના પતિ રતીશંકરભાઈને આપ્યા હતા, રતિશંકર ભાઈ તેમની નોકરી પડતી મૂકીને તરત જ ઘરે આવી પહોંચી અને તેમના દીકરાને સારવાર માટે લઈ જવા માટે મથામણ કરવા લાગ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું હતું કારણ કે, અમિતનું ઘટના સ્થળે જ કરંટ લાગવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું..
ત્યારબાદ તેને હોસ્પિટલે લઈ જવા પર પણ કોઈ ફાયદો હોતો નથી, બિચારો પરિવાર ખૂબ જ ઊંડા આઘાતની અંદર ચાલ્યો ગયો હતો, કારણ કે, તેમનો મોટો દીકરો વિદેશ જઈને ખૂબ જ સારો અભ્યાસ કરવા માંગતો હતો. પરંતુ તેના સ્વપ્નાઓ પૂરા થાય એ પહેલાં તો આ કાળમુખી ઘટનાની અંદર તેમનો જીવ ચાલ્યો ગયો હતો..
અમિતના માં-બાપને આઘાતમાં જોઈને આસપાસના પડોશીઓ પણ આવી પહોંચી અને તેમને આશ્વાસન પાઠવ્યા હતા, બીજા દિવસે સવારના સમયે અંતિમ વિદાય આપીને તેના અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]