રોજિંદી જિંદગીમાં અવનવા કિસ્સાઓ બનવાનું ખૂબ જ વધી ગયું છે, અમુક કિસ્સાઓ સાંભળ્યા બાદ આપણે તેમાંથી સલાહ અને શિખામણ લઈને આપણા જીવનમાં પણ ધ્યાન રાખતા હોઈએ છીએ. જ્યારે અમુક કિસ્સાઓ સાંભળતાની સાથે જ ભલભલા લોકોના હોશ ઉડી જતા હોય છે..
અત્યારે હોશ ઉડાડતો એક બનાવ પંચદેવ નગર પાસેથી સામે આવ્યો છે, પંચદેવ નગરની બહાર ઘણી બધી દુકાનો આવેલી છે. અહીં અરવિંદ નામનો યુવક તેના પરિવારની સાથે રહે છે, અને તે પંચદેવ નગરની બહાર આવેલી ઘણી બધી દુકાનોમાંથી બે દુકાનોની અંદર તે સુપર સ્ટોરનો વ્યવસાય ચલાવતો હતો..
આસપાસના વિસ્તારના તમામ લોકો તેના સુપર સ્ટોર ઉપર વસ્તુની ખરીદી કરવા માટે આવી જતા હતા, અરવિંદ વ્યવસાય ખૂબ જ સારો ચાલતો હતો. તેણે તેની દુકાનની અંદર કામકાજ કરવા માટે બે યુવકોને પણ પગાર પર રાખ્યા હતા. સવારના સમય આ બંને યુવકો અરવિંદનો સુપર સ્ટોરનું શટર ખોલતા હતા..
અને દુકાનની સાફ-સફાઈથી માંડીને એની અંદર કામકાજ કરવાની તમામ જવાબદારીઓ પણ આ બંને વ્યક્તિઓ ઉપર હતી, અરવિંદ માત્ર આ સુપર સ્ટોર ઉપર દેખરેખ રાખવા માટે આવી પહોંચતો હતો. જ્યારે સુપર સ્ટોરનું દરેક કામકાજ આ બંને યુવકો સંભાળતા હતા, આ બંને દુકાનોની પાછળના ભાગે આવેલા મકાનની અંદર અરવિંદ તેના પરિવાર સાથે રહેતો હતો..
અરવિંદના પરિવારમાં તેની પત્ની તેના બે દીકરી અને એક દીકરાનો પણ સમાવેશ થતો હતો, અરવિંદ છેલ્લા 15 વર્ષથી આ દુકાનની અંદર જ સુપર સ્ટોર ચલાવીને તેના પરિવારનું જીવન ગુજરાન ચલાવતો હતો. પરંતુ એક દિવસ સવારના સમયે જ્યારે તે પોતાના સુપર સ્ટોર પાસે આવ્યો અને જોયું તો તેના સુપર સ્ટોરનું તાળું લગાવેલું હતું..
તે વિચારમાં મુકાઈ ગયો કારણ કે, રોજ સવારે તેના દુકાનનું સટર તેના બંને કારીગરો ખોલતા હતા. પરંતુ આજે દુકાનનું શટર ખુલ્યુ હોતું નથી એટલા માટે અરવિંદને ખૂબ જ અજુગતું લાગ્યું હતું, તેણે પોતાની પાસે રહેલી ચાવી વડે દુકાનનું શટર ખોલી નાખ્યું હતું અને આ દુકાનનું શટર ખોલતાની સાથે તેને અંદર એવું જોઈ લીધું હતું કે, દુકાનના માલિક અરવિંદભાઈને તો મોતિયા મરી ગયા હતા..
અને તેઓ તાબડતોબ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર પંચદેવો નગર વિસ્તારમાં હોશ ઉડી જવા પામ્યા હતા, કારણકે આ ઘટના ખૂબ જ વિચિત્ર સાબિત થઈ ચૂકી છે. હકીકતમાં અરવિંદભાઈ જ્યારે તેમના દુકાન ખોલ્યું ત્યારે અંદર જોયું તો તેના દુકાનની અંદર કામ કરતો ભાર્ગવ નામનો એક યુવક તેમજ તેની સાથે અન્ય એક યુવતી મૃત હાલતમાં મળી આવ્યા હતા..
આ બંનેને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારીને દુકાનનું શટર બંધ કરી દીધું હોય તેવું લાગી રહ્યું હતું, સુપર સ્ટોરની અંદર રહેલી ઘણી બધી ચીજ વસ્તુઓ લોહી લુહાણવાળી બની ગઈ હતી કારણ કે, અંદર એકબીજા સાથે મારપીટ થયા હોવાના પણ દ્રશ્યો દેખાઈ આવ્યા હતા. સુપર સ્ટોરની તમામ ચીજ વસ્તુઓ અસ્ત વ્યસ્ત કરી નાખવામાં આવી હતી..
આ દ્રશ્ય જો પોતાની સાથે જ અરવિંદભાઈ ખૂબ જ ડરી ગયા હતા અને તેઓ તેમના સુપર પાસેથી ભાગીને સોસાયટીમાં લોકો સામે આવી ગયા હતા અને કહેવા લાગ્યા કે, તેમના દુકાનની અંદરથી બે વ્યક્તિઓની લાશ મળી આવી છે. આ સમાચાર સાંભળતાની સાથે ત્યાં લોકોના ટોળા તાત્કાલિક ધોરણે એકઠા થઈ ગયા હતા..
અરવિંદભાઈ તેમની દુકાન પાસેથી તેમના ઘરે આવી ગયા અને તેઓ ઘરે આવીને નજીકના સ્ટેશન ઉપર ફોન કરીને જાણકારી આપી દીધી હતી કે, તેમને દુકાનની અંદરથી બે વ્યક્તિઓની લાશ મળી આવી છે. જેમાંથી એક વ્યક્તિ તેમની દુકાનની અંદર જ કામ કરતો કારીગર હતો જ્યારે અન્ય કોઈ અજાણી યુવતીઓની લાશ મળી આવી છે..
તેમના દુકાનની અંદર સીસીટીવી કેમેરાની કોઈપણ પ્રકારની સુવિધાઓ ન હોવાને કારણે પોલીસ તપાસ કરવામાં લાગી ચૂકી હતી, જેમાં આસપાસના વિસ્તારના કેમેરા તપાસ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે ભાર્ગવ તેમજ તેની સાથે કામકાજ ઘરનો અન્ય કારીગર પણ આ યુવતીની સાથે સુપર સ્ટોરની અંદર દાખલ થતા નજરે ચડ્યા હતા..
જ્યારે આ સુપર સ્ટોરની બહાર અરવિંદભાઈના સુપર સ્ટોરમાં કામકાજ કરતો અન્ય કારીગર બહાર નીકળ્યો હતો, જ્યારે ભાર્ગવ તેમજ અન્ય યુવતી સુપર સ્ટોરની અંદર જ મળેલા હતા, આટલું જોતાની સાથે સૌ કોઈ લોકો સમજી ચૂક્યા હતા કે, અરવિંદભાઈની દુકાનમાં કામ કરતો અન્ય કારીગર જ આ બંને વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને અહીંથી ભાગી ગયો છે..
આ ઉપરાંત તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોવાને કારણે દરેક લોકોની શંકા હવે સત્યમાં પરિવર્તન પામી ચૂકી હતી, પરંતુ તેને આ બંને વ્યક્તિઓને સુપરસ્ટોની અંદર જ કેમ મોતને ઘાટ ઉતારી દીધા હશે. તે વિચારવા માટે સૌ કોઈ લોકો મજબૂર બની ગયા હતા, આ ઘટનાને લઈને પોલીસ જુદી-જુદી તપાસ ચલાવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]