Breaking News

સવારે દૂધ દેવા આવેલા દૂધવાળાએ મકાનમાં જોઈ લીધું એવું કે દૂધ મૂકીને ભાગવું પડ્યું, સોસાયટીમાં મચી ગઈ ભાગદોડ.. વાંચો..!

ઘણી બધી વાર સવાર પડતાની સાથે જ આપણી નજર સામે એવું દ્રશ્ય સામે આવી જાય છે કે, તેનાથી આપણને ખૂબ જ વધારે ડર લાગી જતો હોય છે. અને જે તે પરિસ્થિતિની અંદર આપણી પાસે ભાગવા સિવાય કશું વિકલ્પ બાકી રહેતો નથી. અત્યારે રાજસ્થાનના અજમેરમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી ગઈ છે..

અહીં ફોઈસાગર રોડ ઉપર વકીલ પટ્ટા પાસેથી ભલભલા લોકોના મગજ કામ કરતા બંધ થઈ જાય તેવી ઘટના બની છે. અહીં 70 વર્ષના એક વડીલ છેલ્લા 12 વર્ષથી એક અલગ મકાનમાં એકલવાયું જીવન જીવતા હતા. તેમના ઘરે સવારના 07:00 વાગ્યા આસપાસ દૂધ વાળો યુવક દૂધ દેવા માટે આવી પહોંચ્યો હતો..

તેને વારંવાર દરવાજો ખટખટાવ્યો છતાં પણ વડીલે દરવાજો ખોલ્યો નહીં એટલા માટે તેને બારીમાંથી અંદર જોવાની કોશિશ કરી હતી કે, વડીલ શા માટે દરવાજો ખોલી રહ્યા નથી. પાછળના દરવાજેથી તેઓ જ્યારે મકાનની અંદર પ્રવેશ કરીને જોવા માટે ગયા કે શા માટે વડીલ ઘરનો દરવાજો ખોલતા નથી..

ત્યારે તેણે ઘરના રસોડાની અંદર એવું દ્રશ્ય જોઈ લીધું કે દ્રશ્ય જોતાની સાથે જ દૂધની બરણી ત્યારે ત્યાં મૂકીને દૂધવાળો યુવક ક્યાંથી ભાગવા લાગ્યો હતો અને બુમાબુમ મચાવી દીધી હતી. આ બુમને સાંભળીને ત્યાંના આસપાસના પડોશીઓ એકઠા થઈ ગયા અને દૂધવાળા યુવકને પૂછવા લાગ્યા હતા કે, આ મકાનની અંદર એવું તો શું થયું છે કે તેને જોઈને તેઓ એટલા બધા ભયભીત થઈ ગયા છે..

અને દૂધની બરણી ઘરની અંદર મૂકીને જ ભાગવા લાગ્યા છે. ત્યારે દૂધ દેવા આવેલા યુવકે જણાવ્યું કે, તેને ઘણી બધી વાર દરવાજો ખટખટ આવ્યો છતાં પણ વડીલે દરવાજો ખોલ્યો નહીં એટલા માટે પાછળના ભાગેથી જ્યારે તેઓએ મકાનની અંદર પ્રવેશ કરીને જવાની કોશિશ કરી ત્યારે મકાનના રસોડાની અંદર 70 વર્ષના વડીલને કોઈ વ્યક્તિએ ધારદાર સાધનના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા..

અને વૃદ્ધ હાલતમાં વડીલ રસોડામાં નીચે પટકાયેલા હતા. એ જોતાની સાથે જ તેઓ હચમચી ઉઠ્યા હતા અને ત્યાંથી ભાગવા લાગ્યા હતા. દૂધવાળો આ યુવક એટલો બધો ડરી ગયો હતો કે, જેની ન પૂછો વાત. આસપાસના પડોશીઓ તાત્કાલિક ધોરણે આ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી હતી કે, તેમના પડોશમાં રહેતા 70 વર્ષના વડીલનું મૃત્યુ થયું છે..

અને કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. 70 વર્ષના વડીલ વૃક્ષના છોડ વેચવાનું કામકાજ કરતા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી હોસ્પિટલની અંદર મોકલાવી આપી છે. જ્યાં તેનું પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરવામાં આવશે વધુ તપાસ દરમિયાન ખબર પડી છે કે, તેના બંને દીકરા ખરેખર એડી ગામની અંદર રહીને ખેતી કામ કરે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *