Breaking News

સવારે દીકરીને સ્કુલવાનમાં બેસારીને મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાને BRTS બસે કચડી નાખી, ચારે કોર છવાયો માતમ..!

રાજ્યમાં આવવાનું સીટી બસ તેમજ BRTS બસની બેદરકારીની લીધે કેટલાક વ્યક્તિઓના જીવ જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં છેલ્લા છ મહિનાની અંદર અંદર અંદાજે ત્રણ કરતાં વધારે લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. અને અત્યારે વહેલી સવારે અમદાવાદથી એવી ઘટના સામે આવી છે. જેને જાણીને ભલભલા લોકોના કાળજા ધ્રુજી ગયા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રાચીબેન નામની મહિલા તેમના પરિવારજનો સાથે રહે છે. પરિવારમાં તેમના પતિ તેમજ તેના બાળકનો પણ સમાવેશ થતો હતો. તેમની દીકરીને તેઓ સ્કૂલમાં મૂકવા માટે ઘરથી નીચે ગયા હતા. જ્યારે તેમની દીકરીની સ્કૂલમાં આવી ગઈ ત્યારે તેઓએ તેમની દીકરીને સ્કૂલમાં બેસાડી દીધી હતી..

અને ત્યારબાદ તેઓ ત્યાંથી મોર્નિંગ વોક કરવા માટે BRTSના ટ્રેકમાં ચાલતા જતા હતા. આ સમયે બીઆરટીએસ બસના ડ્રાઇવર અચાનક જ બસને રીવર્સ લેતા તેમનો ગંભીર અકસ્માત થઈ ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસની સૌ કોઈ લોકો ત્યાં દોડી આવ્યા અને ભારે હોબાળો પણ મચાવી દીધો હતો..

જ્યારે બીઆરટીએસ બસના ચાલકને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ આવી ત્યારે તે બસને ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. તો બીજી બાજુ ખૂબ જ ગંભીર રીતે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પ્રાચીબેનને લોકોએ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલ્યા હતા પરંતુ ત્યાં સેવા બજાવનાર ડોક્ટરે પ્રાચીન નામની આ મહિલાને મૃત જાહેર કરી દીધા હતા..

જ્યારે આ ઘટનાની જાણકારી પ્રાચી બેનના પતિ વિનોદભાઈને થઈ ત્યારે તેમના માટે આ સમાચાર અને દુઃખની ઘડી સહન કરવી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગઈ હતી. તેઓ તાત્કાલિક જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા, અને ત્યાં તેઓએ બીઆરટીએસ બસના અચાનક સામે ફરિયાદ નોંધાવી છે..

કે તેઓએ બસ ચલાવતી વખતે કરેલી બેદરકારીને કારણે આજે પ્રાચીબેન નો જીવ જતો રહ્યો છે. આ ફરિયાદ નોંધતાની સાથે જ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ પણ શરૂ કરી દીધી હતી. જ્યારે બસના ડ્રાઇવરને પણ પકડવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે નજીકના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

બિચારા પ્રાચી બહેનને એક પણ વાર વિચાર્યું નહીં હોય કે, તેઓ તેમની દીકરીને સ્કૂલમાં મૂકવા માટે જશે અને મોર્નિંગમાં ચાલતી વખતે જ તેમને પાછળથી આવી જશે. શહેરમાં અવારનવાર બીઆરટીએસ અને સીટી બસની બેદરકારીને કારણે ઘણા બધા લોકોના જીવ ગયા છે. સુરત રાજકોટ અને અમદાવાદમાં આ પ્રકારના બનાવો ખૂબ જ વધારે માત્રામાં બનવા લાગ્યા છે..

થોડા દિવસ પહેલા જ સુરતની સીટી બસની અંદર ખૂબ જ ચોકાવનારો બનાવો પણ સામે આવ્યો હતો, જે દરેક વાલીઓ માટે લાલબત્તીસ્સો સાબિત થયો હતો. સુરતના સીટી બસના ડ્રાઇવર અને કંડકટરની મિલીભગતને કારણે એક બાળકીના શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *