Breaking News

સવારે ચા બનાવતી મહિલા સાથે બની એવી ઘટના કે શરીર ચૂંથાઈને કચ્ચરઘાણ બોલી ગયું, આવી ઘટના ક્યારેય નહી જોઈ હોઈ..!

ઘરની મહિલાઓ સવાર પડતાની સાથે જ વહેલા ઊઠીને ઘરનું કામકાજ કરવામાં લાગી પડતી હોય છે, ઘરના તમામ સભ્યોની મોટાભાગની જવાબદારી ઘરની મહિલાઓ ઉપર હોય છે, બાળકોને ઉઠાડીને તૈયાર કર્યા બાદ તેમને શાળા કે ટ્યુશનને મોકલવાથી લઈને તેમના પતિ અને અન્ય સભ્યોને ઉઠાડવા તેમજ સવારમાં નાસ્તો બનાવવા અને ઘરકામને સાથે સંભાળતું રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે..

છતાં પણ ઘરની મહિલાઓ પોતાની જવાબદારીઓ રાજી ખુશીથી નિભાવતી હોય છે, અત્યારે એક પરિવારની અંદર સવારમાં ચા નાસ્તો બનાવતી એક મહિલા સાથે એવી ઘટના બની હતી કે, જેને જોયા બાદ બલભલા લોકોના ડોળા ફાટેલા રહી ગયા છે, આવી ઘટના ક્યારેય કોઈ વ્યક્તિએ નહીં જોઈ હોય તેવી સુમન કોલોની માંથી સામે આવી ચૂકી છે..

આ કોલોનીની અંદર રાજેશ્વરી બેન નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમના પતિ કિશોરભાઈ તેમજ તેમના બે દીકરા અંકુર અને દેવમનો સમાવેશ થતો હતો, તેમના બંને દીકરા શાળાનો અભ્યાસ કરી રહ્યા છે. જેને સવારના સમયે વહેલા ઉઠાડીને રાજેશ્વરી બેન એ તૈયાર કરાવ્યા બાદ શાળાએ મૂકી આવ્યા હતા..

અને ત્યારબાદ તેઓ તેમના ઘરે તેમના પતિ માટે ચા નાસ્તો બનાવી રહ્યા હતા, તેમના પતિ સવારમાં ઊઠીને બાથરૂમમાં નાહવા માટે ગયા હતા જ્યારે રાજેશ્વરી બેન રસોડાની અંદર તેમના પતિ માટે ચા નાસ્તો બનાવતા હતા, એ વખતે અચાનક જ એવી ઘટના બની ગઈ કે, રાજેશ્વરી બેનનું શરીર ચૂંથાઈને કચ્ચરઘાણ બોલી ગયું હતું..

આ દ્રશ્ય અને નજરે જોનારા મકાન માલિક તેમજ કિશોરભાઈના તો કાળજા કંપી ઉઠ્યા હતા કિશોરભાઈ જ્યારે બાથરૂમમાં નાહી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને એક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો, આ અવાજ સંભળાતાની સાથે જ તેમને તેમની પત્નીની ચીખો પણ સંભળાવવા લાગી હતી..

તેઓ સાંભળતો બાથરૂમમાંથી બહાર નીકળ્યા અને જોયું તો તેના ઘરના રસોડામાં રહેલું ગેસ સિલિન્ડર ફાટી નીકળ્યું હતું અને આ ગેસ સિલિન્ડર રાજેશ્વરીને માથાના ભાગે ઈજા પહોંચાડવાને કારણે રાજેશ્વરી રસોડામાં બેભાન થઈ ચૂકી હતી, તેના શરીરના તો કચ્ચરઘાણ બોલી ગયા હતા..

રસોડામાં રહેલી ઘરવખરીની ચીજ વસ્તુઓમાં પણ આગ લાગી જવા પામી હતી, આ સાથે સાથે રાજેશ્વરી બેનનું શરીર અડધું બળીને ખાખ થઈ ગયું, જ્યારે તેના હાથ પગના તો કોઈ ઠેકાણા રહ્યા હતા નહીં, આ દ્રશ્યને નજરે જોતાની સાથે જ કિશોરભાઈ સમજી ચૂક્યા હતા. કે રાજેશ્વરી બેનનો જીવ બચવો ખૂબ જ મુશ્કેલ છે..

તાબડતોબ આસપાસના પડોશીઓએ એમ્બ્યુલન્સને બોલાવી અને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર શરૂ કરે એ પહેલા જ ડોક્ટરે કિશોરભાઈને જણાવી દીધુ હતું કે રાજેશ્વરી બેનનું ખૂબ જ ભયંકર રીતે દાઝી જવાને કારણે તેમજ માથાના ભાગે સિલિન્ડરનો ઘા અથડાવાને કારણે મૃત્યુ થઈ ચૂક્યું છે..

કિશોરભાઈ વારંવાર ડોક્ટરને રડી રડીને જણાવતા હતા કે, તમે ડોક્ટર એક વખત પ્રયાસ કરીને જુઓ રાજેશ્વરીના શરીરની અંદર હજી પણ જીવ રહેલો છે, તમે એક વખત પ્રયત્ન કરો રાજેશ્વરી હમણાં જ જીવતી થઈ જશે. વારંવાર તેઓ રડતા રડતા ડોક્ટરને આવી વાત જણાવતા હતા..

પરંતુ ડોક્ટરે પણ આશા મૂકી દીધી હતી કારણ કે, રાજેશ્વરી બેનનો શ્વાસ પહેલેથી જ બંધ થઈ ચૂક્યો હતો, સવારના સમયે તેઓ રસોડામાં ચા બનાવી રહ્યા હતા અને એ વખતે ગેસ શરૂ કરતાની સાથે જ ગેસનું સિલિન્ડર ફાટી નીકળ્યું હતું, તેમના ઘરની અંદર ગેસમાં લીકેજ થઈ ગયું હોવાને કારણે તેઓએ જ્યારે ગેસ શરૂ કરીને લાઇટર વડે જ્વાળા પ્રગટ કરવાની કોશિશ કરી એટલે તરત જ હવામાં ફેલાયેલો ગેસ સળગી ઉઠ્યો અને ગેસ સિલિન્ડર ધડાકા ભડ ફાટી નીકળ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ચેકડેમ પાસેથી પસાર થતી વખતે પાણીમાં ચુંદડી તરતી જોઈ મહિલાને અજુગતું લાગ્યું, નજીક જઈને જોતા જ દેખાયું એવું કે મોતિયા મરી ગયા..!

જ્યારે પણ આપણે આપણી નજરથી એવી કોઈ ચોકાવનારી ચીજ વસ્તુઓ જોતા હોઈએ છીએ ત્યારે બે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *