Breaking News

સવારમાં ઘરે છાપું દેવા આવતા યુવકે કરી એવી હરકતો કે જાણીને તરત જ પોલીસ સ્ટેશને દોડતું થવું પડ્યું, આ બાબતોનું ધ્યાન રાખજો..!

જેમ જેમ સમય વીતતો જવા લાગ્યો છે, તેમ-તેમ અપરાધ અને ગુનાખોરીનું પ્રમાણ પણ ખૂબ જ વધવા લાગ્યું છે. કહેવાય છે કે, માણસ સમગ્ર દિવસ દરમિયાન કેવી પ્રવુતિઓ કરે છે, તેનો તમામ આધાર તેના મગજ ઉપર હોય છે. જો તેને સારા વિચારો ન આવે તો તે હંમેશા કાળા કારનામા જ કરતા હોય છે..

દરેક લોકો સવાર થતાની સાથે જ પોતાના કામ ધંધે લાગી જતા હોય છે, પરંતુ કેટલાક લોકો પોતાના કામ ધંધાને પણ બાકી મુકતા નથી. અને ખૂબ જ ખરાબ કામો કરી નાખતા હોઈ છે. અને અન્ય વ્યક્તિઓને મુશ્કેલી પહોંચાડતા હોય છે. અત્યારે સવારમાં સોસાયટીઓમાં ઘરે ઘરે છાપુ દેવા માટે જતો એક યુવક એવી હરકતો કરી બેઠો હતો કે..

ઘટના વિશે જાણતાની સાથે તરત જ પોલીસ સ્ટેશનને દોડતું થવું પડ્યું હતું આ ઘટનાને જાણ્યા બાદ સૌ કોઈ લોકોએ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે. નોકરી અને ધંધો કરનારા દરેક લોકો આવી વિચારધારા ધરાવતા નથી, પરંતુ અમુક લોકો ખૂબ જ ખરાબ વિચારધારા ધરાવે છે..

જેના કારણે સામાન્ય લોકોને ખૂબ જ મુશ્કેલીઓ થઈ જતી હોય છે, આ ઘટના કુસુમનગર વિસ્તારની છે. અહીં આસપાસની ઘણી બધી સોસાયટીઓમાં લલિત નામનો એક યુવક સવારના સમયે સમાચાર પત્રક વહેંચવા માટે જાય છે. સાયકલ લઈને આ યુવક દરેક સોસાયટીના મકાનમાં સમાચાર પત્રક વહેંચી રહ્યો હતો..

એ વખતે તેણે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું, તેને જોયું કે સવારના સમયે તે વિનોદભાઈ ના ઘરે પેપર નાખવા માટે જાય છે અને ત્યાં વિનોદભાઈનો દરવાજો ખુલ્લો રહે છે. આ ઉપરાંત તેમની તિજોરી સૌપ્રથમ રૂમમાં જ રહેતી હોવાને કારણે સરળતાથી તેમાં હાથ સફાયો કરી શકાય છે..

તમામ પ્લાનિંગ કરીને એક દિવસ સવારમાં જ્યારે તે પેપર નાખવા આવ્યો ત્યારે રૂમની અંદર ઘૂસી ગયો અને તેમની તિજોરીમાંથી 77,000 રોકડાની ચોરી કરી લીધી હતી. જ્યારે વિનોદભાઈ સવારે જાગ્યા અને પોતાને કામ ધંધો જવા માટે નીકળતા હતા ત્યારે તિજોરીમાં નજર ફેરવતા જ તેમને ખબર પડી ગઈ કે તેમના મુકેલા 77,000 ગાયબ છે..

આ જોતા જ તેઓએ આ વાતની જાણકારી તેમની પત્ની શોધીને પણ પહોંચાડી હતી, તેમની પત્નીએ જણાવ્યું કે, સવારના સમય આગળની રૂમનો દરવાજો ખુલ્લો રહે છે. અને એ વખતે પેપર વેચવા માટે એક યુવક રોજ આવે છે. આ ઉપરાંત દૂધ દેવા માટે પણ એક યુવક આવે છે..

પરંતુ દૂધ દેવા માટે આવતો યુવક તેમનો વિશ્વાસુ યુવક હોવાને કારણે તમામ શંકા પેપર વહેંચવા માટે આવતા યુવક ઉપર ગઈ હતી અને તાબડતોબ તેઓ પેપર વહેંચણીની ઓફિસે પહોંચી ગયા હતા. ત્યાં જઈને તેઓએ આ યુવકને પકડી પાડ્યો અને તેની કડક પૂછપરછ કરી તો તેણે સમગ્ર બાબત જણાવી દીધી હતી કે, તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હોવાને કારણે આવું પગલું ભર્યું હતું..

જ્યારે સામે આવ્યો ત્યારે તાબડતો તેઓ નજીકના પોલીસ સ્ટેશન એ પણ પહોંચી ગયા અને ત્યાં તેઓએ ફરિયાદ નોંધાવી દીધી હતી કે, તેમના ઘરે પેપર નાખવા માટે આવતા યુવકે તેમના જ ઘરે ખૂબ જ મોટી ચોરી કરી છે. આ ઘટનાએ ચારેકોર ચકચાર મચાવી દીધો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *