Breaking News

સૌરાષ્ટ્રના આકાશમાં દેખાણી એવી વસ્તુઓ કે જોતા જ ભલભલા લોકો બીકણ સસલી બની ઘરમાં ઘુસી ગયા, વૈજ્ઞાનિકો પણ છે હેરાન..!

આકાશમાં વારંવાર કુતૂહલ જાય તેવી કૃતિઓ જોવા મળતી હોય છે. ઘણી વખત કોઈ ચોક્કસ વસ્તુને લઈને આકાશમાં કૃતિઓ થતી હોય છે. તો ઘણી વખત વાદળો પણ એવો આકાર ધારણ કરી લેતા હોય કે જાણે કોઇ વ્યક્તિને કંઇક સંદેશો આપી રહ્યા હોય. અવકાશીય ચીજવસ્તુઓમાં કોઈપણ પ્રકારની ઘટના સર્જાતાની સાથે જ સૌ કોઈ લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની જતું હોય છે..

આજથી બે મહિના પહેલા વડોદરા શહેરના આસપાસના વિસ્તારોમાં અવકાશીય ગોળા વરસ્યા હતા. એટલે કે જુદા જુદા વિસ્તારોમાં અવકાશમાંથી લોખંડના અંદાજે ચારથી પાંચ કિલો વજનના ગોળાઓ વરસતા જ સૌ કોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. અને હવે ગુજરાતના સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને રાજકોટ સહિતના જિલ્લાઓના ગામડાઓમાં અવકાશી ઘટના દેખાઈ હતી..

આ ઘટના જોતાની સાથે જ કેટલાક લોકો ખૂબ જ ચોંકી ગયા છે. આ ખગોળીય ઘટનાને કારણે લોકોમાં ભારે ચર્ચા જામી છે. આ ઘટના જોવા માટે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને એકી નજરે અવકાશ તરફ જોઈને આ અવનવી કૃતિઓ નિહાળી હતી. આ ઘટના સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ અને જામનગરમાં જોવા મળી હતી..

રાત્રિના અંદાજે નવ વાગ્યા આસપાસ ખગોળીય ઘટના ઘણા બધા જિલ્લાઓમાં દેખાઈ હતી. લોકોને પોતાના મોબાઈલ ફોનમાં કેમેરામાં કેદ કર્યા છે અને તેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. આ બાબતને જુદી જુદી ખગોળીય સંસ્થા અને ખગોળ શાસ્ત્રીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. તેમાંથી એક ખગોળશાસ્ત્રીએ જણાવ્યું છે કે, આ કોઈ કુદરતી કુતૂહલ નથી..

પરંતુ આ માનવ નિર્મિત દ્રશ્યો સર્જાય છે. એટલે કે આજે આકાશમાં નવી ચીજ વસ્તુઓ દેખાય છે. તે તમામ ચીજવસ્તુઓ સેટેલાઈટનો કોઈપણ ભાગ હોવાનું અનુમાન આપવામાં આવ્યો છે. તે ક્યારેય પણ ધરતી પર પડશે તેવું શક્ય નથી. આજે જ વસ્તુ આકાશમાં દેખાતી દેખાતી આગળ વધી રહી હતી અને ધીમે-ધીમે ગુજરાતની બહાર નીકળી ગઈ છે..

એટલે ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અવકાશી ઘટનાને લઇને નુકસાન થાય તેવું શક્ય નથી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, દરેક ઉપગ્રહો કોઈ ચોક્કસ સમયે ભારતમાં દેખાવા લાગ્યા છે. હકીકતમાં ઉપયોગ ભારતમાં દેખાવા ન જોઈએ પરંતુ સમગ્ર ભારતમાં દેખાતાની સાથે જ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે પૃથ્વી ઉપરની સપાટી 200 થી 400 કિલોમીટર દૂર આ પ્રકારના જુદા જુદા સેટેલાઈટને ગોઠવવામાં આવતા હોય છે. જે ઓર્બીટમાં ભ્રમણ કક્ષામાં પડતા રહેતા હોય છે. પરંતુ તે ઘણી વખત ઓર્બીટથી નીચા થઈ જતા હોય છે અને તે કક્ષાથી થોડું-ઘણું નીચે આવી જતા જુદ-જુદા પ્રદેશમાં દેખાવ લાગે છે..

જેમાં મોટા ભાગે આ પ્રકારની સિદ્ધિઓ ગુજરાતના અવકાશમાં દેખાતા જ લોકો પોતાના મોબાઈલ ફોનમાં દ્રશ્યો કેદ કરવા લાગે છે. આકાશમાં એક પછી એક લાઈટ થવા લાગી હતી અને આ તમામ લાઈટો વારાફરતી આગળ તરફ વધી રહી હતી. આ દૃશ્ય જોતાં કેટલાક લોકોમાં ભયનો માહોલ થઇ ગયો હતો કેટલાક લોકો ખુલ્લા મને આ ઘટનાને નિહાળી રહ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *