Breaking News

સૌરાષ્ટ્રમાં ભારે મેઘમહેર થતા નદીઓમાં આવ્યા ઘોડાપુર, ગામડામાં પાણી ભરાતા ભેંસો તણાઈ તો ક્યાંક મકાન ધારાશાયી થયા, ડેમો થયા ઓવરફલો..!

હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો આપેલી આગાહી મુજબ 24 તારીખથી લઇને 30 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાનું શરુ થઈ ગયું છે. જેમાં આગાહીના પ્રથમ દિવસે જ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે..

અમુક તાલુકામાં ૩ ઇંચ વરસાદ ખાબકયો છે. તો અમુક તાલુકામાં માત્ર અડધા કલાકની અંદર બે ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પુરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ સાથે સાથે નીચાણવાળા વિસ્તારો પણ પાણી ગરકાવ થઈ ગયા હતા. અને નદીઓમાં ઘોડાપૂર આવી ગયું છે. ગારીયાધાર અને સાવરકુંડલા પંથકમાં ભારે પવન સાથે મેઘરાજા એ બેટિંગ શરૂ કરી દેતા અને વૃક્ષો પણ ધરાશાયી થયા હતા..

અને કેટલાય લોકોના ઘર પણ ધરાશાયી થયા છે. સાથે સાથે કાચા અને પતરાવાળા મકાનોના પતરા પણ ઉડી ગયા છે. ભારે વરસાદને પગલે કુંડલાની નાવલી અને ખાંભાની ધાતરવડી નદીમાં ભારે પુર આવ્યું છે. આ સાથે સાથે નદીઓમાં નવા પાણીની આવક થતા જ ગામના લોકો નદી તટે પાણી નીહાળવા માટે પહોંચ્યા છે..

પોરબંદરમાં પણ ભારે વરસાદ વરસતા વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે દામનગરમાં માત્ર અડધો કલાકની અંદર સવા ઈચ વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે ગોંડલમાં પણ અડધો કલાકની અંદર બે ઇંચ વરસાદ ખાબકી જતા જમીન પર ભૂવા પડયા હતા. અને કેટલા વાહનો જમીનમાં સમાઈ ગયા હતા..

અતિશય વરસાદ વરસવાને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. તેમજ કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જ્યારે માણાવદરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘર અને રસોડામાં પાણી ઘુસી ગયા છે. ગારિયાધારના સામાન પણ ભારે વરસાદ વરસી જતા ઠાસા ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ ઉપરાંત ગારીયાધાર રુપાવટી બાયપાસ રોડ ઉપર પણ પાણીનો ભરાવો થઇ જતાં રસ્તા પર ચાલતી ભેંસો પણ તણાઈ જતી નજરે ચડી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં સવારના સમયે ખૂબ જ બફારાનો અનુભવ થતો હતો. બપોરના સમયે કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યા હતા. અને ત્યાર બાદ એકાએક જ વરસાદ ધડબડાટી બોલાવવા લાગતાં માત્ર એક કલાકની અંદર જ બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે..

જેના કારણે નદી-નાળાં ઘોડાપૂર આવ્યા છે. અને શહેરી વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. બે દિવસ અગાઉ ગુજરાતના હવામાન વિભાગે ગુજરાતનો દરિયો તોફાની બનવાની શક્યતાઓ જાહેર કરી હતી. જેના કારણે ભાવનગરના જુદા જુદા વિસ્તારોમાં પણ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી હતી..

કારણ કે ભાવનગરના દરિયા કિનારા આસપાસના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત 24 અને 25 જૂન બંને તારીખે માછીમારોને ખાસ સુચના આપવામાં આવી હતી કે દરિયા કાંઠે રહેલી બોટને લંગર કરી દેવામાં આવે. કારણ કે ૬૦ કિલોમીટર સુધીની ઝડપ ફૂંકાયેલા પવનને કારણે ખુબ મોટી હોનારતો સર્જાઈ તેવી આશંકાઓ રહેલી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *