Breaking News

સતત 4થા દિવસે પણ પેટ્રોલના ભાવમાં વધારો, મોદી સરકારે કહ્યું આ દિવસથી ઘટશે ભાવ? વાંચો..!

પેટ્રોલ અને ડીઝલના ભાવ સદી વટાવી ચૂકી છે. પરિવહન ખૂબ જ ખર્ચાળ બનતું જાય છે. અને પેટ્રોલ ડીઝલ ના ભાવ માં કોઈ પણ ઘટાડો થતો નથી. તેથી લોકોના બજેટ પણ ખોરવાઈ રહ્યા છે. લોકોની સરકાર સામે એક જ માંગ છે કે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવે અને દરેક વ્યક્તિ માટે પરિવહન શક્ય બને.

પરિવહન મોંઘું થવાથી તેની અસર દરેક ચીજ વસ્તુઓના ભાવો પણ પડે છે. જેનાથી આમ આદમીઓ માટે બજેટ ખોરવાઈ જાય છે. તેથી આ મુદ્દે સરકાર જરૂર કોઈ યોગ્ય ઉપાય શોધી લાવશે તેવી સૌ કોઈની આશા છે.

પેટ્રોલ-ડીઝલની સાથે સાથે CNG અને LPG ગેસ તેમજ સિંગ તેલ, કપાસિયા તેલ અને પામુલીન તેલના ભાવ પણ આસમાને પહોચતા સામાન્ય લોકોના ખિસ્સા ખાલી થવા લાગ્યા છે. પેટ્રોલ અને ડીઝલ સદી વટાવી ચુક્યા છે જયારે CNGના ભાવમાં 2.56 રૂપિયાના વધારા સ્તાહે નવો ભાવ 58.86 રૂપિયા થયો છે.

મહીને ઘર ચલાવવા માટે જેટલા રૂપિયાની જરૂર પડતી હતી હવે તેની કરતા ડબલની જરૂર થઈ ગઈ છે કારણ કે ભાવ વધારો જ કમર તોડી નાખે છે. તેમજ ભાવવધારો થયા કરે છે અને આવક પેહલા કરતા ઓછી થતી જાય છે જેથી નાનો માણસ વધારે નાનો અને મોટો માણસ વધારે મોટો થતો જાય છે.

દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત ચોથા દિવસે ભાવવધારો જોવા મળ્યો છે. હવે 100 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ જાણે સામાન્ય વાત બની ગઈ છે કારણ કે દેશના લગભગ મોટાભાગના રાજ્યોના પાટનગરોમાં પેટ્રોલ 100 રૂપિયા / લિટર વેચાઈ રહ્યું છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે.

દિલ્હીમાં આજના ભાવવધારા સાથે પેટ્રોલનો ભાવ 105.84 રૂપિયા/લિટર જ્યારે ડિઝલનો ભાવ 94.57 રૂ/લિટર પર પહોંચ્યો છે. જ્યારે, મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 34 પૈસાના વધારા સાથે 111.77 રૂપિયા અને ડિઝલના ભાવમાં 37 પૈસાના વધારા સાથે ભાવ 102.52 રૂપિયા / લિટર કિંમત થઇ ગઈ છે. ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તામાંથી પેટ્રોલનો સૌથી વધુ ભાવ મુંબઈમાં છે.

ઇંધણના ભાવમાં છેલ્લા 4 દિવસમાં 1.40 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 12 અને 13 ઓક્ટોબરે ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. છેલ્લા ત્રણ સપ્તાહમાં આ 16 મી વખત પેટ્રોલના ભાવમાં વધારો થયો છે.

જો આમ થશે તો ઘટાડો આવશે ભાવમાં :  પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી હેઠળ સમાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. આ માંગ એ ફરી વખત વેગ પકડ્યો છે. આજે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડીઝલ ને જીએસટીમાં સમાવવા કે નહીં તેના પર ચર્ચા થઇ શકે છે. જીએસટીની સિસ્ટમમાં ફેરફાર કરવા હોય તો જેમાં ત્રણ ચતુર્થાંશ ભાગ ની મંજૂરી હોવી જરૂરી છે.

આમાં તમામ રાજ્યના નાણા મંત્રીઓ પણ સામેલ છે તેથી આ દરખાસ્તોમાં કોની કોની મંજૂરી છે ? તેના થકી નિર્ણય લેવાશે. જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં સમાવેશ થઇ જશે તો પેટ્રોલમાં અંદાજીત રૂપિયા 30 રૂપિયા અને ડીઝલમાં અંદાજિત ૨૦ રૂપિયા નો ઘટાડો આવશે.

SMS દ્વારા કેવી રીતે જાણવો રોજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ : તમે SMS દ્વારા તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો તેમના મોબાઈલથી RSP સાથે સિટી કોડ દાખલ કરીને 9224992249 પર મેસેજ મોકલશે. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. સંદેશ મોકલ્યા પછી, તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *