Breaking News

સાતમ આઠમ પહેલા જ પોલીસે દરોડા પાડી જુગાર રમતા પત્તાપ્રેમીઓને દબોચી લીધા, પોલીસ જોઈ વધી ગયા જુગારીઓના ધબકારા..!

ગુજરાતમાં કોઈ પણ તહેવાર નજીક આવે કે જુગારીયાઓ સક્રિય થઈને કોઈ અવાવરું જગ્યા કે, જ્યાં કોઈ પણ વ્યક્તિની અવર-જવર ન હોય તેમજ કોઈ પણ વ્યક્તિનું ધ્યાન પણ ન પડે. તેવી જગ્યાએ જઈને જુગારનો ખેલ શરુ કરી દેતા હોય છે. આવા જુગારીઓને પકડી પાડી પોલીસ કડકમાં કડક સજા આપે છે..

કારણ કે જાહેરમાં જુગાર રમવો એ ગેરકાનૂની છે. છતાં પણ કેટલાક લોકો સમજી રહ્યા નથી. અને હારજીતનો જુગાર રમવા લાગે છે, હવે ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે સાતમ આઠમનો તહેવાર આવે એ પહેલાં જ જુગારીઓએ પોતાનો અડ્ડો જમાવી દીધો છે..

અને જુદી જુદી જગ્યાઓ પર જુગાર રમવાના બનાવો સામે આવે છે. થોડાક દિવસ પહેલાં વડોદરામાંથી એક બનાવ સામે આવ્યો હતો કે જેમાં એક ટેમ્પોના પાછળના કન્ટેનરની અંદર શટર પાડી ટેમ્પોની અંદર કુલ 12 કરતાં વધારે લોકો જુગાર રમી રહ્યા હતા. પોલીસે શટર ઊંચું કરાવીને અંદર જોયું તો તેમના હોશ ઉડી ગયા હતા..

અને અંદરથી 12 જેટલા જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા. અત્યારે પણ અમદાવાદ પોલીસના ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સૂચના આપી એ મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા જુગારીઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સક્રિય છે. અમદાવાદના નરોડા વિસ્તારની અંદર એક જુગાર ધામ ઉપર પોલીસે રેડ મારી હતી..

કૃષ્ણનગર પોલીસે આ વિસ્તારમાંથી કુલ 12 જેટલા જુગારીઓને હાર જીતનો જુગાર રમતા પકડી પાડ્યા છે. આ ઉપરાંત દારૂ અને જુગારની પણ રેડ શરૂ કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં કેટલાક લોકો પોતાનું કામ ધંધો મૂકી જુગાર રમવા બેસી જાય છે. હકીકતમાં બરોડા પોલીસ સ્ટેશનને અડીને આવેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસને બાકી મળી હતી કે..

ગિરીવ્રંદ સોસાયટી પાસે એક મકાનની અંદર જુગારનો ખેલ ધમધમી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ ચલાવી હતી અને ગીરીવૃંદ સોસાયટીની આસપાસના વિસ્તારોમાં વોચ ગોઠવી હતી. ત્યારબાદ પોલીસે દરોડા પાડી આ મકાનની ઉપર તપાસ ચલાવી અને જોયું તો ત્યાંથી એક નહીં બે નહીં પરંતુ કુલ 12 જેટલા જુગારીઓ મળી આવ્યા હતા.

પોલીસે આ તમામ જુગારીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એક લાખ રૂપિયાનો મુદ્દે માલ પણ કબજે કરવામાં આવ્યો છે. તેમજ તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ પણ શ્રાવણીયો જુગાર રમતા લોકોને પોલીસ ઝડપી લીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *