Breaking News

સાતમ આઠમ પહેલા આવી પહોંચી મોટી આફત, આ વિસ્તારોમાં આભ ફાટતા મેઘતાંડવ સર્જાયો, ખાબક્યો આટલા ઇંચ વરસાદ..!

હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ હાલ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ ખાબકી રહ્યો છે. કેટલાક જિલ્લામાં આ સારા વરસાદને પગલે ખેડૂતો ખુશ ખુશાલ થયા છે. તો કેટલાક જિલ્લાઓમાં મેઘ તાંડવની સ્થિતિ સર્જાતા વધારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે..

હવામાન વિભાગે આગાહી આપી હતી. એ મુજબ 11 તારીખે લઇ 20 તારીખ સુધીના દસ દિવસોની અંદર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના હતી. આગાહી મુજબ છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ભારતીય અતિ ભારે વરસાદ ખાબકી ગયો છે..

અને હજુ પણ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં વરસાદે વધુ પ્રભાવિત કર્યા છે. જેમાં અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર અંદર કુલ ૧૦ જેટલો વરસાદ ખાબકી જતાં સમગ્ર જિલ્લો પાણીથી તરબોળ થયો છે. અમુક જગ્યાએ હળવા છાંટા વરસ્યા છે..

તો અમુક જગ્યાએ માત્ર કલાક થી બે કલાકની અંદર જ ત્રણથી ચાર ચાર ઇંચ વરસાદ વરસી ગયો છે. આ ભારે વરસાદને પગલે બુટેલી, હાથમતી અને લીલા પાસેની ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપુર આવી ગયું છે. નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. તો ચેક ડેમો પણ બે કાંઠે વહી રહ્યા છે. ભિલોડા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું..

યાત્રાધામ શામળાજીમાં પણ ખૂબ જ સારો વરસાદ ખાબક્યો છે. અરવલ્લી સહિતના આસપાસના જિલ્લાઓમાં આભ ફાટવાની સ્થિતિ સર્જાય છે. કારણ કે છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. અમુક જિલ્લાઓમાં 10 ઇંચ તો અમુક જિલ્લાઓમાં 12 ઇંચ સુધીનો વરસાદ પણ વરસી ગયો છે. જેના પગલે 20 કરતા વધુ ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે..

બીજી બાજુ ગુજરાતના આઠ જિલ્લાઓ અને ઓરેન્જ જ્યારે સાત જિલ્લાઓ અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગે વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે, હજુ પણ આગામી બે દિવસ સારા વરસાદની આગાહી છે. એટલે કે સાતમ આઠમ પહેલાં દિવસોમાં હજુ પણ મોટી આફત ત્રાટકવા જઈ રહી છે..

હાલ પાણીના જથ્થાની વાત કરીએ તો નર્મદા ડેમ સહિતના અન્ય જળાશયોમાં પણ અંદાજે 75% જેટલો પાણીનો જથ્થો સાચવણી કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ ૧૯૪ તાલુકાની અંદર ભારે થી અતિ ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે અરવલ્લી તેમજ સુરત અને ઉમરાપાડામાં વરસાદ વરસ્યો છે..

મોડાસા, ઇડર, હિંમતનગર, માંગરોળમાં બે થી ત્રણ જેટલો વરસાદ જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારી, ગીર સોમનાથ, વલસાડમાં હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહીઓ પણ આવી છે. આ વર્ષની વરસાદની સિઝનમાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં 91 ઇંચ નોંધાયો છે…

જ્યારે ડાંગ જિલ્લામાં 77 ઇંચ, નવસારી જિલ્લામાં 71 ઇંચ, નર્મદા જિલ્લામાં 54 જ્યારે સુરતમાં 50 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. જ્યારે સૌથી ઓછા વરસાદની વાત કરીએ તો અમદાવાદમાં 15 ઇંચ, દાહોદમાં 13 ઇંચ, સુરેન્દ્રનગરમાં 14 ઇંચ, ભાવનગરમાં 15 ઇંચ અને મોરબીમાં પણ 15 ઇંચ વરસાદ નોંધાયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *