Breaking News

સાસુ-વહુ સવાર પડતા જ માં-બાપ સમાણી ગાળો આપીને લડાઈ ચાલુ કરી દેતા દીકરાએ કર્યું એવું કામ કે સાસુ-વહુ સીધા દોર થઈ ગયા, દરેક પરિવાર ખાસ વાંચે..!

પરિવારમાં સમજણ ભર્યું જીવન જીવવું દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે, જો પરિવારમાં સમજણ અનુભવ હોય તો પરિવારની એકતા ને કોઈ બહારનો વ્યક્તિ આસાનીથી તોડી શકે છે. સાસુ વહુના ઝઘડાઓથી તો સમગ્ર સમાજ અત્યારે પરિચિત છે, સાસુ અને વહુ બંનેમાંથી જો કોઈ એક વ્યક્તિ પોતાની સમજ નેવે મૂકીને પોતાની જ વાત ઉપર અડગ રહેવા લાગે તો ઝઘડાઓ શરૂ થઈ જતા હોય છે..

રોજબરોજના ઝઘડાઓથી કંટાળીને કોઈક વખત માણસ અવળું પગલું પણ ભરી લે છે, તેવા પણ ઘણા બધા બનાવો પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે. હાલ પોતાની પત્ની અને પોતાની માતાની લડાઈ ઝઘડાથી કંટાળી જઈને એક દીકરાએ એવું પગલું ભર્યું હતું કે, સાસુ વહુ સીધા દોર થઈ ગયા હતા..

આ ઘટનાને જાણીને દરેક પરિવારજનોએ ખાસ વાંચવું જોઈએ તેમજ પરિવારના સભ્યો સુધી પણ આ લેખને પહોંચાડવો જોઈએ હકીકતમાં આ ઘટના નીલમ પાર્ક વિસ્તારની છે, અહીં દિનેશ નામનો યુવક તેની વૃદ્ધ માતા કામિનીબેન તેમજ તેની પત્ની ગીતા અને તેના બંને નાના બાળકો સાથે જીવન ગુજારતો હતો..

દિનેશના પિતાનું 15 વર્ષ પહેલાં જ અવસાન થઈ ચૂક્યું હતું, ત્યારબાદથી દિનેશની માતા કામિનીબેન શહેરમાં તેમના ઘરે વસવાટ કરે છે પરંતુ રોજબરોજની જિંદગીમાં કામિની બહેન અને તેમના દીકરા દિનેશની વહુ ગીતા બંનેને એકબીજા સાથે નાની નાની વાતચીત અને લઈને બોલાચાલી થઈ જતી હતી..

સવાર થતાની સાથે જ આ સાસુ વહુ ઘરકામ કરવાની વાતચીતથી માંડીને વ્યવહાર સંભાળવાની વાત ચીતો સુધી દરેક બાબતોમાં લડાઈ ઝઘડો કરવા લાગતા હતા, તેમનો લડાઈ ઝઘડો એટલો બધો આગળ વધી જતો કે, તેઓ એકબીજાને મા બાપ સમાણી કાઢો પણ આપવા લાગતા હતા. રોજબરોજની આ હેરાનગતિથી કંટાળી જઈને બિચારો દિનેશ અંતે એવું પગલું ભરવા ઉપર મજબૂર બન્યો હતો કે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા..

એક દિવસ દિનેશે તેની માતા કામિનીબેન ને જણાવી દીધું કે, તમને આ ઘરમાં રહેવાનું કોઈ પણ અધિકાર નથી કારણ કે, તમે રોજબરોજ મારી પત્ની સાથે લડાઈ ઝઘડો કરી રહ્યા છો તો બીજી બાજુ દિનેશે તેની પત્ની ગીતાને પણ જણાવી દીધું કે, તારે પણ આ ઘરની અંદર રહેવાનો કોઈ અધિકાર પણ નથી..

કારણ કે, તું રોજબરોજ મારી માતા સાથે લડાઈ ઝઘડો કરી રહી છું. આટલું કહીને દિનેશે તેની માતા અને તેની પત્ની બંનેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને કહ્યું કે, તમે આજ પછી ક્યારેય પણ આ ઘરની અંદર પગ મુકતા નહીં. હું મારા બંને બાળકોને સંભાળી લઈશ. દિનેશ એ બંનેમાંથી કોઈપણ વ્યક્તિને ઘરની અંદર આવા દીધા નહીં..

પરિણામે આ બંનેના મગજ સીધા દૂર થઈ ગયા અને તેઓ સમજી ચૂક્યા હતા કે, સાસુ અને વહુની આ લડાઈ ઝઘડામાં બિચારા દીકરા ઉપર શું વીતી હશે કારણ કે, તે તેની માતાને પણ કશું કહી શકતો નથી. જ્યારે તેની પત્નીને પણ કશું કહી શકતો નથી, આવી પરિસ્થિતિમાં બિચારો દીકરો પિસાતો હોય છે..

આ અગાઉ પણ આ પ્રકારના કેટ કેટલાય બનાવો સામે આવી ચૂક્યા છે, જેમાં કંટાળી જઈને સાસુ વહુના ઝઘડાનો અંત લાવવા માટે બિચારા દીકરાઓ કોઈ એવો રસ્તો અપનાવતા હોય છે. જેનાથી તેમનામાં અક્કલ ઠેકાણે આવી જતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *