પારિવારિક ત્રાસના કારણે આજકાલ આપઘાતના કિસ્સાઓ ખૂબજ વધી રહ્યા છે. પરિવારના સભ્યોના ત્રાસને કારણે પરિણીત મહિલાઓ આપઘાત કરી રહી છે. રાજકોટમાં મનસુખભાઈ ઘોરવાડિયા પોતાના પરિવાર સાથે રહે છે. તેમની દીકરીને તેઓએ ભણાવી ગણાવીને હોમિયોપેથીક ડોક્ટર બનાવી હતી. મનસુખભાઈ પોતે પણ ડોક્ટર છે..
તેઓએ તેમની ડોક્ટર દીકરી જાનકી ના લગ્ન 10 વર્ષ પહેલા વાંકાનેરના રજનીક સુરેશભાઈ વોરા નામના યુવક સાથે કરાવ્યા હતા. લગ્નજીવનમાં તેઓને પાંચ વર્ષની એક દીકરીનો સમાવેશ થાય છે. જાનકી ડોક્ટર તરીકે ફરજ બજાવતી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસોથી તે ઘરકામ કરતી હતી. જાનકીને તેના સાસરિયા વાળા ખુબ જ ત્રાસ આપી રહ્યા હતા..
આ ત્રાસથી કંટાળી જઇને જાનકી એ ન કરવાનું પગલું ભરી લીધું છે. વાંકાનેરમાં તે પોતાના ઘરે જઈને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ બાબત સામે આવતાંની સાથે જ તંત્ર દોડતું થયું છે. તો બીજી બાજુ દીકરીના પરિવારમાં હૈયાફાટ રૂદનથી શોકનો માહોલ છવાઇ ગયો છે.
આ બાબતને લઈને દીકરીને માતાએ સાસરિયા વાળા ઉપર આક્ષેપો થયા છે. અને કહ્યું છે કે સાસરીયા વાળાઓએ મારી દીકરીને છેલ્લા ૧૦ વર્ષ સુધી રોજ રોજ ત્રાસ આપ્યો છે. તેમજ મારી દીકરીનો દેર તેને રોજ ગાળો પણ આપતો હતો. આ સાથે જાનકીના પિતાએ પણ પોલીસને જણાવ્યું છે કે મારી દીકરીને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવી હતી…
પરંતુ સાસરીયા વાળાઓએ મારી દીકરીને ત્રાસ આપીને તેનો જીવ લીધો છે. મને મારા જમાઈ પર પણ શંકા છે કે તેણે મારી દીકરીને ખૂબ જ ટોર્ચર કરી છે. અને મારી દીકરીએ આપઘાતનું પગલું ભરી લીધું છે. દીકરીના પિતાએ પોલીસને જણાવ્યું છે કે જમાઈને સખત માં સખત સજા આપવામાં આવે તેમજ જમાઈ ની માતા ઇન્દુબહેન, જમાઈનો ભાઈ સંદીપ, જમાઈના કાકા અજય, જમાઈની કાકીજી પુષ્પા…
આ સૌ કોઈ લોકો મારી દીકરીને ત્રાસ આપવામાં સામેલ હતા. એટલા માટે મને ન્યાય અપાવો. હું કાયદેસર ની ફરિયાદ કરવા માંગુ છું. તેઓએ જણાવ્યું હતું કે મારી દીકરી ડોક્ટર છે. છતાં પણ સાસરીયા વાળાને મારી દીકરી ની કોઈપણ પડી નથી. તેઓ રોજ રોજ મારી દીકરી ને ગાળો આપતા હતા. તેમજ ધમકીઓ પણ દેતા હતા..
દીકરી સાથે થયેલા ત્રાસની વાત જ્યારે દીકરી તેના માતા-પિતાને જણાવી હતી. ત્યારે જાનકી ના પિતા અને જાનકીની માતા બન્ને સાસરીયા વાળા અને સમજાવવા માટે ગયા હતા. એ સમય દરમિયાન તેઓ વારંવાર છૂટાછેડા આપવાનું કહીને દીકરીના માતા-પિતા પર દબાણ આપતા હતા. દીકરી ને આવું જવાનો ડર હતો. એટલા માટે તે ચુપ ચાપ બધું સહન કરી રહી હતી. પરંતુ એક દિવસ તે માનસિક રીતે કંટાળી ગઈ હતી. અને અંતે તેણે આપઘાત કરી લેવાનું પગલું ભરી લીધું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]