Breaking News

સાસરે રહેલી દીકરીએ કરેલા એક પણ ફોન પિતાએ ન ઉંચકતા પરિવાર દુકાને પહોચ્યો, ત્યાં રહેલું ફ્રીજ ખોલતા જ મોઢામાંથી રાડો ફાટી ગઈ..!

જે વ્યક્તિ સાથે આપણે રોજબરોજ વાતચીત કરતા હોય એને તેનો અચાનક અતો પતો મળવાનું બંધ થઈ જાય અને તેની સાથેના તમામ સંપર્કો પણ તૂટી જાય તો આપણે પણ મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ અને વિચારવા લાગીએ છીએ કે આખરે એ વ્યક્તિને એવું તો શું થયું હશે કે તે અચાનક જ સંપર્ક વિહોણો બની ગયો છે.

અત્યારે અવારનવાર કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવો પણ સામે આવવા લાગ્યા છે. હાલ ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં એક એવો ચોંકાવનારો કિસ્સો બન્યો છે કે, જે જોઈને સૌ કોઈ લોકોના પરસેવા છૂટી ગયા હતા. ઉત્તર પ્રદેશના કાનપુર પાસે બીજનું પોલીસ સ્ટેશન પાસે આવેલા ખાડેસર ગામની અંદર કુબેરસિંહ નામના એક વ્યક્તિ કરિયાણાની દુકાન ચલાવીને રાજીખુશીથી જીવન જીવતા હતા..

તેમની પત્ની સુનીતાનું આજથી 20 વર્ષ પહેલા એક કાળમુખા અકસ્માતની અંદર મૃત્યુ થઈ ગયું હતું. કુબેરભાઈને એક દીકરી હતી. જેના લગ્ન તેઓએ આજથી 7 વર્ષ પહેલા આગ્રાના એક સારા ઘરના યુવક સાથે કરાવી દીધા હતા. તેમની દીકરી રોજબરોજ કુબેર ભાઈને ફોન કરતી અને તેમના સમાચાર પૂછી તેમની સાથે વાતચીતો પણ કરતી હતી..

પરંતુ અચાનક જ છેલ્લા ત્રણ દિવસથી કુબેરભાઈનો ફોન બંધ આવતો હતો. આ ઉપરાંત જ્યારે કુબેરભાઈની દીકરીએ ત્યાં આસપાસમાં રહેતા વ્યક્તિઓને પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો કે, શા માટે તેના પિતાને ફોન લાગી રહ્યો નથી. ત્યારે આસપાસના પડોશીઓ પણ કહ્યું હતું કે, તેઓએ છેલ્લા ત્રણ દિવસથી કુબેર ભાઈને એ વિસ્તારની અંદર જોયા નથી..

પોતાના પિતાના સંપર્ક વિહોણા થયા હોવાની માહિતી મળતાની સાથે જ તે ખૂબ હચમચી ઉઠી હતી. અને પોતાના પરિવારને સાથે લઈને તે પોતાના પિયર જવા માટે નીકળી ગયા હતા. જ્યાં કુબેરભાઈની કરિયાણાની દુકાનની અંદર તેઓએ તપાસની કામગીરી શરૂ કરી હતી કુબેરભાઈની દીકરી તેના કાકા સુરેશભાઈ અને સુરેશભાઈના દીકરા સહિતના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા..

અને કરિયાણાની આ દુકાનની અંદર રહેલા ફ્રીઝરની અંદર જ્યારે જોવામાં આવ્યું હતું. અંદરથી જે દ્રશ્ય જ જોવા મળ્યું તે જોઈને સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા કારણ કે અંદરથી એક લાશ મળી આવી હતી અને આ લાશ અન્ય કોઈ વ્યક્તિની નહીં પરંતુ કુબેરભાઈની હતી.

તેમની દીકરી માટે તો પોતાના પિતાને આ ઘડીની અંદર જોવા ખૂબ જ મુશ્કેલ બાબત બની ગઈ હતી. ત્યાં આસપાસમાં રહેતા લોકોનું કહેવું છે કે, આજથી ૨૦ વર્ષ પહેલા કુબેર ભાઈની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ સામે એકલા પડી ગયા હતા અને ત્યારબાદ તેમની દીકરીના પણ લગ્ન કરાવી દેવામાં આવ્યા અને તેઓ ખૂબ જ એકલા પડી જવાને કારણે તેઓ હંમેશાં ખૂબ જ ચિંતિત રહેતા હતા..

પરંતુ તેને કંઈ વ્યક્તિએ તેને મોતને ઘાટ ઉતારીને આ ફ્રીજની અંદર બંધ કરી દીધા છે. તેની જાણકારી મેળવવા માટે પરિવારજનોએ આ ઘટના પોલીસ સમક્ષ રજુ કરી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને કુબેરભાઈની કરિયાણાની દુકાનની અંદર તપાસ ચલાવવામાં આવી રહી છે..

કુબેરભાઈના શરીર ઉપરથી કોઈ વ્યક્તિએ ખૂબ જ ઊંડા ઘા લગાવ્યા હોય તેવા નિશાન પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તેમના દુકાનની અંદરથી જ વીજળીના કપાયેલા વાયર પણ મળી આવ્યા છે. તેમના પરિવારજનોનું કેવું છે કે, તેમના મહોલ્લાની અંદર રહેતા કેટલાક લોકો સાથે તેમના ત્રણ લાખ રૂપિયાની લેવડ દેવડને લઈને માથાકૂટ ચાલતી હતી..

કદાચ એ વ્યક્તિઓએ કુબેર ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હોય તેવું બની શકે છે. પોલીસ સ્ટેશન વ્યક્તિઓનો નામનો લિસ્ટ બનાવી નાખ્યું છે અને દરેક લોકોની કડકમાં કડક પૂછતાછ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે. આખરે તેમને આવું મોત કોણે આપ્યું હશે તેનું નામ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *