Breaking News

સાસરે એક જ ઘરમાં રેહતી ત્રણેય સગી બહેનોનુ બેસણું કરીને પરત આવતી વખતે ટ્રકે કચડી નાખતા ત્રણેયના મોત, કુદરતે કહેર વરસાવ્યો..!

એક સાથે પરિવારના લોકો રાજી ખુશીથી પોતાની જિંદગી જીવી રહ્યા હોય છે. અમુક પરિવારમાં જ એવું જોવા મળે છે કે સગી બહેનો એક જ ઘરમાં સાસરે હોય છે અથવા તો સગા ભાઇઓ સાથે સગી બહેનોના લગ્ન થયા હોય છે અને તેઓ પોતાનું જીવન ખૂબ જ શાંતિ અને આનંદથી જીવી રહ્યા હોય છે, પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી.

કે જેમાં લોકોના જીવ ગયા હતા. આ ઘટના ખૂબ જ ગંભીર બની હતી. નાગૌર જિલ્લામાં આવેલા ઉંટવાલિયા ગામથી એક કિલોમીટર પહેલા આ દર્દનાક બનાવ બન્યો હતો. કેમલવાલિયા ગામમાં રહેતા પરિવારમાં ત્રણેય ભાઈઓના લગ્ન ત્રણ સગી બહેનો સાથે કરાવવામાં આવ્યા હતા. આ ત્રણેય સગી બહેનો ઉંટવાલિયા ગામની રહેવાસી હતી.

ત્રણેય ભાઈઓ સગા ભાઈઓ હતા અને તેમની સાથે સગી ત્રણે બહેનોના લગ્ન થયા હતા. જેમાં હુકમારામના લગ્ન ચંપાલીબેન સાથે થયા હતા. કુબારામભાઈના લગ્ન માંગી દેવી સાથે થયા હતા અને દલુરામના લગ્ન ગંગાબેન સાથે થયા હતા. તેઓ એક જ ઘરમાં રહેતા હતા અને સંયુક્ત કુટુંબમાં રહીને પોતાનું જીવન જીવી રહ્યા હતા.

સગી ત્રણે બહેનો દેરાણી જેઠાણી હોવા છતાં બેહનો બનીને રહેતી હતી. ક્યારેય પરિવારમાં મુશ્કેલીનો માહોલ સર્જાયો ન હતો. ત્રણે બહેનોના પિયરમાંથી એક દિવસ કોઈ સંબંધીનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે ત્રણેય બહેનો પીકપ વાહનમાં બેસીને ખેતસ ગામમાં રહેતા તેમના સંબંધને ત્યાં બેસણું કરવા માટે જઈ રહી હતી.

બેસણામાં હાજરી આપવા માટે ત્રણેય બહેનો તેમના સાસરેથી નીકળી હતી અને તેઓ ખેતસ ગામે પહોંચી હતી. ત્યારબાદ તેમને સગા સંબંધીને ત્યાં બેસણું કરીને બપોરનો સમય થઈ જતા તેઓ ફરી પોતાના ઘરે આવવા માટે નીકળી હતી. તે સમયે તેઓ ફરી પીકઅપ વાહનમાં બેસીને મુસાફરી કરી રહી હતી. ત્રણેય બહેનો વાતો કરીને પોતાની મુસાફરી કરી રહી હતી.

તે સમયે અચાનક જ સામેની તરફથી એક ટ્રક આવતો દેખાયો હતો. આ ટ્રક ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહ્યો હતો અને તે રોંગ સાઈડમાં પોતાનો ટ્રક ચલાવી રહ્યો હતો. ત્રણેય બહેનો જે પીકપ વાહનમાં બેઠી હતી. તે પીકઅપ વાહનના ચાલાક પોતાના વાહનને પણ ધીમું પાડી દીધું હતું. છતાં પણ સામેથી આવી રહેલા ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક પોતાનો ટ્રક ચલાવ્યો હતો.

જેના કારણે પીકઅપ વાહન સાથે અથડાવી દીધો હતો. પીકપ મહાન સાથે જ ટક્કર લગતા પલટી મારી ગયું હતું. આ અકસ્માત ઉંટવાલિયા ગામથી એક કિલોમીટર પહેલા સર્જાયો હતો. જેના કારણે તરત જ ત્રણેય બહેનોને બચાવવા માટે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને અકસ્માત બન્યો તે ઘટના સ્થળે લોકોનો હબાળો મચી ગયો હતો.

ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને આ અકસ્માતની જાણ કરી હતી. જેના કારણે ઘાયલ થયેલા મુસાફરોને એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી વાહનમાં નાગૌર જેએલએન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તો એક સાથે દાખલ થતા લોકોની ભીડ જોવા મળી હતી. ઘણા બધા વ્યક્તિઓ બેઠા હતા પરંતુ તેઓ ઘાયલ થયા હતા. જ્યારે એક બહેનના માથામાં તેમને પહેરેલા સોનાના દાગીના વાગી ગયા હતા. જેના ઘરે ડોક્ટરનું કહેવું હતું કે, સોનાના દાગીના ખોપરીમાં ફસાઈ ગયા છે, જેના કારણે ત્રણેય બહેનનું મૃત્યુ થઈ ગયું હતું.

અને બીજી બે બહેનોનું પીકઅપ વાહનમાં રહેલી સીટ વાગવાના કારણે મૃત્યુ થઈ ગયું હતું. હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે ત્રણેય બહેનોના મૃત્યુની જાણ કરી હતી. પોલીસે તેમના પરિવારના લોકોને આ વાતની જાણ કરતા જ પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. એક સાથે ત્રણે ભાઈઓએ પોતાની પત્નીને ગુમાવી હોવાને કારણે પરિવારમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું અને પરિવારમાં મહિલાઓના મૃત્યુને કારણે દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. આ દર્દનાક અકસ્માત સર્જાતા જ બહેનોએ સાથે પોતાના જીવ ગુમાવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *