છેલ્લા એક મહિનાની અંદર સરકારી ચોપડે વિવાહિત મહિલાઓ કે જે સાસરે ગયા બાદ માનસિક ત્રાસ અનુભવતા પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હોય તેવા બનાવો ખૂબ જ વધ્યા છે. મોટેભાગે જ્યારે મહિલા પોતાના સાસરે જાય છે. ત્યારે તેને શીખવવામાં આવતું હોય છે કે તેના સાસુ-સસરા ને તે પોતાના સગા મા-બાપની જેમ જ સાચવે..
પરંતુ સાસુ-સસરાને પણ એટલી સમજણ હોવી જોઈએ કે, ઘરમાં આવેલી પુત્રવધૂને તેઓ પોતાના સગા દીકરા-દીકરીની જેમ જ સાચવે. પરંતુ હાલ આ પ્રકારના સુમેળ જોવા મળતા નથી. જેના કારણે સાસુ-સસરા અને પુત્રવધુ સાથે વારંવાર ઝઘડાના બનાવો સામે આવતા હોય છે..
પરંતુ હાલ અમદાવાદના કૃષ્ણનગર પાસેથી એક પુત્રવધુ સાથે તેના સસરાએ એવી હરકતો કરી છે કે, જે જાણ્યા બાદ સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે આ નરાધમે તો પુત્રવધુ અને સસરાના સંબંધને શરમમાં મૂકી દીધા છે. હકીકતમાં 23 વર્ષની એક યુવતીના લગ્ન આજથી બે વર્ષ પહેલાં વડોદરાના એક યુવક સાથે થયા હતા..
લગ્ન બાદ તેઓ અમદાવાદ કૃષ્ણનગરમાં રહેવા માટે આવ્યા હતા. લગ્નના થોડા સમય સુધીતો સાસુ સસરા તેની પુત્રવધુને ખૂબ જ ધ્યાન રાખતા હતા. પરંતુ ધીમે ધીમે તેઓ પોતાના મૂળ રૂપમાં આવતા પરણિતાને ખૂબ જ ત્રાસ આપતા હતા. તેની સાસુ વારંવાર તેને પોતાના પિયરમાંથી દહેજ લાવીને આપવા માટે દબાણ આપતી હતી..
તો બીજી બાજુ તેનો સસરો પણ તેને છેડતી કરતો હતો. આ ઉપરાંત તેનો સસરો વારંવાર તેને કહેતો હતો કે તું મને બહુ જ ગમે છે. તારે ક્યાય જવાનું નથી. જ્યારે પરણિતા રૂમમાં એકલી હોય ત્યારે તે અવારનવાર તેની પાસે આવીને બેસી જતો હતો. અને તેનો હાથ પકડી લેતો હતો..
તેની સાથે નખરા કરવા લાગતો હતો કે જેના કારણે પરણિતાને ખૂબ જ ગુસ્સો આવતો હતો. તે પરિણીતાને કહેતો હતો કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. મારા દીકરા કરતા પણ વધારે હું તને પ્રેમ કરું છું. આખો દિવસ માં હું મારા મોબાઈલમાં તારો ફોટો જોઉં છું. તું સાડીમાં આટલી સુંદર લાગે છે કે તારી પાસે ભલભલિ હિરોઈન પાછી પડે..
તને જોયા વગર મારો દિવસ ઉગતો નથી. અને તેને જોયા વગર મને ઊંઘ આવતી નથી. તું જ્યારે પિયર જતી રહી ત્યારે મને કોઈ પણ બાબતમાં મન લાગતું નથી. આ પ્રકારની વાતો નખરાળો સસરો પુત્રવધુ સાથે કરતાની સાથે જ પુત્રવધૂને ખૂબ જ ગુસ્સો આવતો હતો. અને તે ખૂબ જ માનસિક ત્રાસ અને છેડતીના અનુભવ સહન કરતી હતી..
આ બાબતને લઈને તેને તેની સાસુ ને જણાવ્યું હતું તો તેની સાસુએ રંગીલા સસરા નો સાથ આપતા કહ્યું હતું કે આપણા ઘરમાં તો આવું ચાલતું જ આવે છે. ત્યારે સહન તો કરવું જ પડશે. તેમજ આ બાબત તું અન્ય કોઈ વ્યક્તિને જણાવીશ તો તને જાનથી મારી નાખીશું એમ પણ જણાવ્યું હતું..
આ તમામ બાબતોથી કંટાળી જઈને કૃષ્ણનગરમાં રહેતા આ યુવતીએ પોલીસ સ્ટેશનમાં તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી દેતા તેનો સસરો સીધોદોર થઈ ગયો છે. ખરેખર સાસરીયાવાળાના ત્રાસને કારણે છેલ્લા 1 અઠવાડિયામાં ઘણી બધી ફરિયાદો સરકારી ચોપડે નોંધાઈ ચુકી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]