Breaking News

સસરા, નણંદ અને પતીએ સાથે મળીને ઘરની વહુની કરી નાખી કાતિલ હત્યા, કારણ જાણીને મગજ તમ્મર ખાઈ જશે તમારું..!

પૈસાની લાલચ માટે લોકો કંઇપણ કામ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. આખરે એક પરિવારે પૈસાની લાલચમાં ઘરની પુત્રવધુને જ મોતને ઘાટ ઉતારી દીધી છે. સનસનાટીભર્યો આ કિસ્સો સુરતના પુણા કુંભારીયા વિસ્તારનો છે. મૂળ ઉત્તર પ્રદેશના જિલ્લાનો એક પરિવાર સુરતના પુણા કુંભારીયા વિસ્તારમાં રહે છે..

પરિવારના મોભી અનુજ સોહનસિંહ યાદવ તેની પત્ની શાલિની તેમજ તેના પિતા અને તેની બહેન સાથે રહે છે. યાદવ પરિવારના સભ્યોએ જ તેના ઘરની પુત્રવધુ શાલીનીને મોતને ઘાટ ઉતારીને સૌ કોઈ લોકો ઉત્તર પ્રદેશના અલીગઢમાં છુપાઈને બેસી ગયા હતા. પરંતુ પુણાના પોલીસે તેઓને પકડી પાડ્યા છે..

હકીકતમાં પતિ અનુજ યાદવે શાલીનીના નામ પર એક ટ્રક ખરીદ્યો હતો. આ સાથે સાથે શાલીનીના નામ પર ૭૦ લાખ રૂપિયાનો વીમો પણ ઉતાર્યો હતો. એટલા માટે જો લોન ચાલુ હોય એ સમય દરમિયાન કોઈ કારણસર શાલીનીનું મૃત્યુ થઈ જાય તો તમામ લોન બંધ થઈ જાય છે..

એટલા માટે અનુજે તેના મિત્ર નઈમની મદદથી તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. આ કાવતરામાં અનુજની સાથે સાથે અને તેના પિતા સોહનસિંહ યાદવ  તેમજ અનુજની બહેન નીરુએ પણ સાથ આપ્યો હતો. એક દિવસ અનુજ તેના મિત્રને કહ્યું હતું કે તે શાલીને ટ્રકથી ઉડાવીને અકસ્માત સર્જી નાંખે..

જેના કારણે શાલીનીનું મૃત્યુ થઈ જાય. અને તેઓને લોનના રૂપિયા ચૂકવવા પડે. આ સાથે સાથે તેને સામેથી પણ વીમાના પૈસા મળે તેઓના પ્લાનિંગ મુજબ નઈમેં શાલીનીને ટ્રકથી ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પરિવારે પોલીસને એવી રીતે જણાવ્યું હતું કે સવારના સમયમાં શાલીની મોર્નિંગ વોક કરવા માટે ગઈ હતી..

એ સમય દરમિયાન એક અજાણ્યા ટ્રકે તેને ટક્કર મારીને ઉડાવી દીધી છે. પોલીસે શાલીનીના પતિ અનુજ સિંહ યાદવ તેમજ શાલીનીની નણંદ નીરુની ધરપકડ કરી છે. આ સાથે સાથે શાલીનીને ટ્રક વડે અકસ્માત સર્જીને મોતને ઘાટ ઉતારનાર નઈમની પણ ધરપકડ કરી છે. આ કેસ આજથી એક વર્ષ પહેલા બન્યો હતો.

પરંતુ પોલીસે હાલ ઉત્તર પ્રદેશના અલીગઢ માંથી આ ત્રણેય આરોપીઓને ઝડપીને આ કેસના દરવાજા બંધ કરી દીધા છે. તેમજ આ લોકોને તેમના કરેલા કર્મોની સજા જરૂર મળશે. ખરેખર આ કેસ બન્યા બાદ પારિવારિક સબંધો પણ થોડી ઘણી ઢીલાશનો અનુભવ થતો જોવા મળે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *