Breaking News

સાસણગીરના ફાર્મ હાઉસમાં અંદર ખાને ચાલી રહ્યા હતા એવા કારનામા કે જાણીને પોલીસ થઇ દોડતી, થયો મોટો પર્દાફાશ..!

સાસણગીર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે કારણ કે અહી હજારો કિલોમીટર દૂરથી લોકો ગિર ના સિંહને જોવા માટે આવી પહોંચ્યા છે. સાસણગીરમાં આવતા પ્રવાસીઓને રહેવા અને જમવાની તેમજ અનેક સુવિધાઓ પુરી પાડવા માટે દિનપ્રતિદિન સાસણ ગીરનો વિકાસ થઈ રહ્યો છે. આ વિકાસને પગલે સાસણગીરના આસપાસના વિસ્તારોમાં પણ ફાર્મ હાઉસનું પણ નિર્માણ થવા લાગ્યું છે..

પરંતુ સાસણ ગીરની આસપાસના વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસોમાં હવે ધીમે ધીમે ગોરખધંધાનો પણ શરૂ થઈ રહ્યા હોય તેવી બાતમી સોમનાથ પોલીસને મળતા જ ચકચાર મચી ગયો છે. તેઓને બાતમી મળી હતી કે સાસણગીર નજીકના ભોજદે ગીર ગામ પાસે એક ગામ આવેલું છે. ત્યાં કુટણખાનુ ચાલી રહ્યા છે. આ બાતમી અનુસાર પોલીસે ભોજદે ગામના ફાર્મ હાઉસ ઉપર છાપો માર્યો હતો..

પહેલા પોલીસે એક ડમી ગ્રાહકને આ હાઉસમાં મોકલ્યો હતો. જ્યાં સુરતના બે વ્યક્તિઓની સાથે-સાથે મેંદરડા થી વિસાવદરના એક એક યુવક એમ કુલ ચાર યુવકો આ કુટણખાનાને ચલાવી રહ્યા હતા. આ તમામ ઘટનાનો પર્દાફાશ થઇ ચૂક્યો છે. મેંદરડાનો કૃણાલ તેમજ વિસાવદરનો વિશાલ આ બંને યુવકો હાઉસ ભાડે આપતા હતા..

તેમજ સુરતના દલાલ પરેશ અને રવિ ના જુદી જુદી યુવતીઓને બોલાવીને અહીંયા દેહવ્યાપાર વેપલો ચલાવતા હતા. આ ઉપરાંત તેઓ ગ્રાહકને પણ શોધી લાવતા હતા. અને ત્યાં શરીર સંબંધ બાંધવા 2000 રૂપિયા તેઓ પાસેથી લેવામાં આવતા હતા. તેમાંથી 1000 રૂપિયા દેહ વ્યાપારનો ભોગ બનતી યુવતીઓને આપવામાં આવતા હતા..

જ્યારે 500 રૂપિયા રૂમના ખર્ચ પેટે હાઉસ વાળા લેતા હતા. જ્યારે 500 રૂપિયા દલાલ રાખતા હતા. છેલ્લા ઘણા દિવસોથી આ ફાર્મ હાઉસની હદમાં ગેરકાયદેસર રીતે કુટણખાના ધમધમી રહ્યા હતા. યુવતીઓને પોલીસે છાપો મારીને છોડાવી છે. આ સાથે સાથે સુરતના બંને દલાલ તેમજ વિસાવદર અને મેંદરડા યુવકોને પણ સાથે મળીને કુલ પાંચ વ્યક્તિઓને પોલીસે દબોચી લીધા છે..

આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી અને કલમો લગાડવામાં આવી છે. સાસણગીરના આસપાસના વિસ્તારોમાં ઘણા બધા ફાર્મ હાઉસમાં બનાવવામાં આવેલા છે. જેમાં લોકો રોકાય છે. અને સાસણગીર ફરે છે. પરંતુ ગેસ્ટ હાઉસની આડમાં અહીંયા ગોરખધંધો ચાલી રહ્યા હતા. જેને પોલીસે છાપો મારીને પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરી રહ્યા છે.

સાસણગીરનું નામ સાંભળતા જ કોઈ લોકોના મનમાં કેશવાળા સિંહ નજરે ચઢતા હોય છે. પરંતુ સાસણ ગીરની છબીને બદનામ કરવા ઘણા લોકો સામે પોલીસ કડક માં કડક પગલા ભરશે. આ ઉપરાંત અન્ય કામોમાં પણ આ પ્રકારની ગોરખ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળતા જ પોલીસે તેને પકડી પાડવાની કામગીરી શરૂ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *