Breaking News

સસરાના ઘરે જમણવાર પતાવીને ઘરે આવેલા યુવકે જોઈ લીધું એવું કે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો, ઘર ખોલતા જ…

સવારે જાગ્યા બાદ મોટાભાગના લોકો મેહનતથી પોતાના કામ ધંધો લાગી જતા હોય છે, અને સાંજ પડીએ પોતાના ઘરે આવીને મહેનતનો રોટલો પણ ખાઈને સૂઈ જતા હોય છે. પરંતુ દિવસ દરમિયાન પરસેવાની મહેનતથી કમાયેલી મૂડી જો કોઈ ગણતરીની મિનિટોમાં જ ચોરી કરીને જતા રહે તો એવી ઘટનાને સહન કરવી કોઈ પણ વ્યક્તિ માટે સહેલી હોતી નથી..

ગુરુકૃપા રો હાઉસની અંદર રહેતા રાજદીપ ભાઈ જ્વેલરી ડિઝાઇનિંગની એક કંપનીમાં હેડ તરીકે ફરજ નિભાવે છે, તેઓ સાંજના સમયે તેમના સસરાના કરે જમણવાર માટે હાજરી આપવા જવાના હતા. તેઓ તેમના પરિવારને સાથે લઈને તેમના સસરાને ઘરે જમણવાર માટે ગયા અને ત્યાંથી જમણવાર પૂરું કરીને તેઓ ઘરે પરત આવ્યા ત્યારે રાજદીપ ભાઈએ તેમના ઘરની અંદર એવું દ્રશ્ય જોઈ લીધું કે..

માથે હાથ દઈને રોવાનો વારો આવી ગયો હતો, ઘર ખોલતાની સાથે જ રાજદીપભાઈની પત્ની હેમાલીબેન તો ચીસો નાખી બેઠી હતી, તો સાંભળીને આસપાસના પડોશીઓ પણ ત્યાં દોડી આવ્યા અને શું થયું છે..? તેની જાણકારી મેળવવા લાગ્યા હતા, રાજદીપભાઈના ઘરનો દરવાજો ખોલતાની સાથે જેમણે જોયું કે તેમના ઘરનો તમામ વેર વિખેર છે..

આ સામાન જોતાની સાથે તેઓ સમજી ગયા કે, તેમના ઘરની અંદર કોઈ અજાણી વ્યક્તિઓ ઘસીને ચોરીની કોશિશ કરી લીધી હશે. તેઓ તરત જ તેમના ઘરના ઉપરના માળે ગયા અને ત્યાં કબાટ ખોલીને જોયું તો ત્યાં અંદરના લોકરના તાળા પણ તોડી નાખવામાં આવેલા હતા, રાજદીપ ભાઈ આ દ્રશ્ય જોઈને ખૂબ જ હચમચી ઉઠ્યા હતા..

કારણ કે આગળના દિવસે જ તેઓએ તેમના ઘરની અંદર અંદાજે 7 લાખ રૂપિયા રોકડા કબાટના આ લોકર ની અંદર મૂક્યા હતા, એક સાથે આટલી મોટી રકમની ચોરી થઈ જવાને કારણે આ ઘટના તેમનાથી સહન થઈ શકી નહીં, અને તેઓ માટે હાથ દઈને રડવા લાગ્યા હતા. તો બીજી બાજુ તેમની પત્ની માટે પણ દુઃખની આ ઘડી ખૂબ જ અઘરી સાબિત થઈ ગઈ હતી..

આસપાસના પડોશીઓ પણ તેમના ઘર પાસે આવી પહોંચ્યા અને તેઓની મદદ લઈને રાજદીપ ભાઈ નજીકના પોલીસ સ્ટેશનને પહોંચ્યા અને ત્યાં તેઓએ ફરિયાદ નોંધાવી દીધી કે, તેમના ઘરેથી સાત લાખ રૂપિયા રોકડા ની ચોરી થઈ ચૂકી છે. આ ઘટનાની પાછળ નક્કી કોઈ ઓળખીતો જ વ્યક્તિ જોડાયેલો હોવો જોઈએ..

કારણકે આ રૂપિયા જે લોકો ઘરમાં મૂક્યા હતા, તેના બાજુના લોકરમાં સોનાના ઘરેણા પણ મૂકીને હતા. પરંતુ એ ઘરેણાને કોઈ અડક્યું પણ નથી, ચોર માત્ર આ રોકડા રૂપિયા લઈને જતો રહ્યો છે. તેવો ઘરે સાત લાખ રૂપિયા લઈને આવ્યા છે. તેની જાણકારી માત્ર અમુક લોકોને જ હતી..

નક્કી આ ચોરી પાછળ નજીકના જ વ્યક્તિમાંથી જ કોઈ એક વ્યક્તિએ કરી હશે, આ બાબતને લઈને શંકા પતી વ્યક્તિઓના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *