Breaking News

સરપ્રાઈસ આપવાના બહાને આંખો પર પટ્ટી બાંધીને પ્રેમી તેની પ્રેમિકા પર હથોડો લઈને તૂટી પડ્યો, જીવ ન ગયો ત્યાં સુધી મારી અને અંતે પોતે પણ.. વાંચો..!

આજકાલના સમયમાં વડીલો પ્રેમ પ્રકરણને લઈને ખુબ જ વિરોધ કરે છે. તેના સારા નરસા કારણો પણ છે. કારણ કે પ્રેમ પ્રકરણ ખુબ જ અણસમજુ ઉંમરમાં શરુ થયું હોઈ અને જો યુવક કે યુવતીમાં ઉંમર પ્રમાણે થોડીઘણી સમજણનો અભાવ પણ જોવા મળે તો વડીલો આ સબંધમાં વિરોધ દાખવે છે અને તે બરાબર પણ છે..

સમજણ શક્તિ અને વિચારોથી દરેક સાચા નિર્ણયો લેવાની કોઠાસુજ હોઈ તો વડીલોને પણ કોઈ વાંધો હોતો નથી. હમેશા વડીલોના નિર્ણયને આવકારવા જોઈએ.. હાલ એક ખુબ જ ચોંકાવનારો બનાવ બન્યો છે જે જાણીને સૌ કોઈ લોકો કહી બેસશે કે હકીકતમાં આપડે વડીલોની સલાહને માનવી જોઈએ..

આ બનાવ ચેન્નાઈના મહાબલીપુરમ પર્યટન સ્થળથી સામે આવ્યો છે. ચેન્નાઈના કોટિવાકમમાં રેહતો જોન મેથ્યુ કે જેની ઉંમર 22 વર્ષની છે તે એક યુવતીને પ્રેમ કરી બેસ્યો હતો. આ યુવતીનું નામ જેનિફર પુષ્પા છે. જેની ઉંમર માત્ર 20 વર્ષની છે. બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. પરતું કહેવાઈ છે ને કે ઉંમર કરતા વહેલા જે વસ્તુ મળે તેને સાચવવું ખુબ જ અઘરું છે..

આ પ્રેમી પંખીડાઓની જાણ તેમના ઘરે થઈ ત્યારે સૌ કોઈ લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. પરતું બંનેમહી કોઈ સમજ્યું નહી. પરિવારવાળા સમજાવતા રહ્યા અને આ બંને પોતપોતાની મનમાની કરતા રહ્યા. ધીમે ધીમે બંને વચ્ચે ઝઘડાઓ થવાના શરુ થયા અને પછી તો નો થવાનું પણ થયું..

જેનીફરનો જન્મ દિવસ હોવાથી તેનો પ્રેમી જોહન તેને ફરવા મહાબલીપુરમ લઈ ગયો હતો. ત્યાં તેઓ થોડીવાર બેઠા પરતું થોડી વાર બાદ જોહને સરપ્રાઈસ આપવાના બહાને તેની પ્રેમિકાને આંખે પટ્ટી બાંધી દીધી હતી અને ત્યાર બાદ પોતાના થેલામાંથી હથોડો કાઢી તેના પર મન ફાવે તેમ વાર કરવા લાગ્યો હતો..

તેણે એકપણ વાર વિચાર ન કર્યો કે આ એ જ જેનીફર છે જેને તે પ્રેમ કરે છે. પોતાની અંદર રહેલા ગાંડાપણાને કારણે તે સતતને સતત વાર કરતો રહ્યો અને અંતે જેનીફરનું મોત થયું હતું. પછી તે મુન્જાયો અને અંતે પોતે પણ રૂમમાં ચુંદડી લટકાવીને આપઘાત કરી લીધો હતો..આ ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો હચમચી ગયા છે. તો તેના પરીવારજનો ખુબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તેમનો આ સંબંધ તેના પરિવારના સભ્યોને સ્વીકાર્ય ન હતો. જ્હોન ટેલરિંગનું કામ કરતો હતો, જ્યારે જેનિફર એક IT કંપનીમાં કામ કરતી હતી.  પોલીસે જણાવ્યું કે જોન મેથ્યુએ B.Sc (કેમેસ્ટ્રી) કર્યું છે.

બેરોજગારીના કારણે તે તેના પિતા સાથે દરજીનું કામ કરતો હતો જે જેનિફરના પરિવારના સભ્યોને પસંદ ન હતો. ઘટનાના દિવસે તેણે ગીફ્ટ આપવાના બહાને તેની ગર્લફ્રેન્ડની આંખ પર પટ્ટી બાંધી હતી અને તેણીનું મૃત્યુ થાય ત્યાં સુધી હથોડી વડે માર માર્યો હતો. જે બાદ તેણે આપઘાત કરી લીધો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *