Breaking News

સરકારી હોસ્પિટલના ભરોસે રેહતા પરિવારની મહિલાનું થયું મોત, સારવાર કરતા ડોકટરે કહ્યું એવું કે, જાણીને તમારો પણ પિત્તો ફાટી જશે..!

છતીસગઢ રાજ્યના કોરબા જિલ્લામાં એક દુઃખદ ઘટના બની છે. જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરની ભૂલના કારણે એક ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. કોરબાની સરકારી હોસ્પિટલની અવ્યવસ્થાનું પરિણામ ગર્ભવતી મહિલા અને તેના પરિવારને ભોગવવું પડ્યું છે.

છત્તીસગઢ રાજ્યના કોરબા જિલ્લામાં પુષ્પેન્દ્ર કશ્યપ રહેતો હતો. તેણે ૧ વર્ષ પહેલા ઉમા નામની મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નના કારણે બંનેના પરિવારો એકબીજાથી નાખુશ હતા. જેથી તેઓ એકબીજાના ઘરે આવતા-જતા ન હતા. તેથી પુષ્પેન્દ્ર કશ્યપ અને ઉમા દીપકા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

હાલમાં ઉમા 6 માસની ગર્ભવતી હતી. તેને ગઈકાલે અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને દીપકાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા સારવારની સુવિધા ન હોવાનું કહીને તેને પોતાના ખાનગી દવાખાને બોલાવવામાં આવી હતી.

આશ્ચર્યની વાત એ છે કે, સરકારી હોસ્પિટલમાં ઉમાની સારવાર પણ કરવામાં આવી ન હતી. પુષ્પેન્દ્ર જ્યારે ઉમાને ખાનગી દવાખાને લઈ આવ્યો, ત્યારે ડોક્ટર પણ મોડેથી આવ્યા હતા. જ્યારે ડોક્ટરે ઉમાની તપાસ કરી ત્યારે હાલત ખૂબ જ ગંભીર બની ચૂકી હતી. જેથી ત્યાંના ડોક્ટરે તેને જિલ્લા હોસ્પિટલમાં જવાનું સૂચવ્યું હતું.

જેથી પુષ્પેન્દ્ર ઝડપથી ઉમાને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો હતો. જીલ્લા હોસ્પિટલના ડોક્ટર દ્વારા તપાસ દરમિયાન ઉમાને મૃત જાહેર કરવામાં આવી હતી. પુષ્પેન્દ્ર એ સરકારી હોસ્પિટલના ડોક્ટરોને તેની પત્ની અને તેના ગર્ભમાં રહેલા બાળકની મોતના જવાબદાર ગણાવ્યા છે. આ બાબત પુષ્પેન્દ્રએ ઉમાના પિતા ગુલાબ કિશોર ને કરી હતી.

ગુલાબ કિશોર એ પુષ્પેન્દ્રને સરકારી હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું સૂચન આપ્યું હતું. જેથી પુષ્પેન્દ્ર કશ્યપએ દીપકાના સ્થાનિક પોલીસ સ્ટેશન આ સમગ્ર ઘટના ની જાણ કરીને સરકારી હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દિપકા પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ મા અને તેના ગ્રુપમાં રહેલા પુત્રને યોગ્ય ન્યાય મળે તે માટેનો પ્રયત્ન કરી રહી છે. તેમજ પરિવારમાંથી એક ગર્ભવતી પુત્રવધુ નું આ રીતે મોત થવાથી પરિવારજનો માં શોક નું મોજું ફરી વળ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *