Breaking News

સરકારે નહેરોમાં સિંચાઈનું પાણી કર્યુ બંધ, લાખો રૂપિયાના પાકોને નુકસાન થશે…

આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે તેથી ખેડૂતોને સરકારે આપેલા સિંચાઈના પાણી પર નભવું પડે છે. પરતું વરસાદ સમગ્ર રાજ્યમાં ઓછો થયો છે એટલે મોટા ભાગના જલાશ્યો ડેમો ખાલી છે તેથી સરકારે જાહેરાત કરી હતી કે અ અવ્રશે ડેમોમાં પાણી નો જથ્થો ખુબ જ ઓછો છે તેથી સિંચાઈ માટે પાણી આપવું ખુબ મુશ્કેલ છે.

બીજી બાજુ તે ડેમોના પાણીમાંથી ઉનાળામાં પીવાલ્યક પાણી નો જથ્થો પણ સાચવવો પડે છે. તેથી જો પીવાના પાણીના જથ્થાને સાચવી રાખ્યા બાદ જો પાણી બચશે તો તને સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવશે. આ મુજબ જ અમદાવાદ જીલ્લાના દસક્રોઇ, ધોળકા, બાવળા અને સાણંદ તાલુકામાથી પસાર થતી નહેરમાં સરકારે સિંચાઈ માટે પાણી છોડ્યું હતું. જેથી ત્યાના ડાંગરના પાકોમાં નુકસાન થતું અટકાવી શકાય.

આ નહેરોમાં છેલ્લા 8 દિવસથી પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી હજુ અમદવાદ જીલ્લાના છેવાડાના તાલુકા સુધી પહોચ્યું  પણ નોહ્તું ત્યાંતો ઉપરથી જ એકાએક પાણીને કેનાલમાં છોડવાનું બંધ કરી દેતા ખેડૂતોમાં ભારે નારાજગીની લાગણીઓ છવાઈ ગઈ છે. અમદાવાદ જિલ્લામાં ખારીકટ અને ફતેવાડી કેનાલમાં છોડાયેલું સિંચાઇનું પાણી છેલ્લા બે દિવસથી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ધોળકા, દસક્રોઇ, બાવળા અને સાણંદ તાલુકાના મોટા ભાગના ખેતરોમાં ડાંગરની વાવણી થઇ છે. ડાંગરના પાકને બચાવવા માટે હજુ ૧૦ દિવસ માટે ૪૦૦ ક્યૂસેક સિંચાઇનું પાણી છોડવામાં આવે તેવી માંગણી ચાર તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે. અમદાવાદ જીલ્લામાં  વરસાદ જોઇએ  તેટલો પડયો નથી. આ સ્થિતિમાં ખેડૂતો તેમના પાકને બચાવવા માટે નર્મદાનું પાણી સિંચાઇ માટે આપવાની માંગણી કરી હતી.

ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે સરકારે નહેરમાં છેલ્લા 8 દિવસથી પાણી છોડ્યું હતું પરતું છેલ્લા 2 દિવસમાં નાના નાના વરસાદી ઝાપટા આવતા જ આની અંધ કરી દીધું હતું. નાના નાના વરસાદી ઝાપટાથી કોઇપણ ખેડૂતોને લાભ થયો નથી. સૌ કોઈ ખેડૂત સિંચાઈના પાણી પર જ નભે છે. તેથી સરકારે બંને કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દીધું તે યોગ્ય પગલું નથી.ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર આવો નિર્ણય લેવાતા ખેડૂતોને પાક નુકશાની અને ભારે આર્થિક નુકશાની વેઠવાનો વારો આવશે.

આ વર્ષની ચોમાસાની સીઝનમાં બીજી વાર આવું બન્યું છે કે સરકારે ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાં છોડેલું પાણી સમયગાળા પેહલા જ અધવચ્ચે બંધ કરી દીધું હતું. આમ કરતા ખેડૂતોને ડાંગરના પાકમાં ભારે નુકસાન થશે તેવું અનુમાન છે. હવે વરસાદ સમયસર આવી જાય તો મારા ખેડૂતભાઈને જીવમાં જીવ આવશે.

બાવળામાં ૨૨,૪૯૦ હેક્ટર, દસક્રોઇમાં ૨૧,૧૪૦ હેક્ટર, ધોળકામાં ૩૪,૫૦૫ હેક્ટર, સાણંદમાં ૪૦,૭૪૪ હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર થયું છે.  હવે વરસાદ પડતો નથી બીજી બાજુ સિંચાઇનું પાણી પુરતું મળતું નથી તેવામાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની, ઉત્પાદન ઘટની સંભાવના ખેડૂતોને ચિંતામાં મુકી રહી છે. વટવા પાસેની કેનાલેથી ૪૦૦ ક્યુસેક પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં આવે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *