Breaking News

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ અને મેઘ તાંડવથી પરિસ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે પણ કરી આગાહી, ‘ભાદરવો થશે ભરપૂર’

રાજ્યમાં સર્વત્ર મેઘમહેર અનરાધાર વરસી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા જૂનાગઢ, જામનગર અને રાજકોટમાં અતિભારે વરસાદને કારણે તારાજીના અને પૂર ના પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધીમાં થયેલ વરસાદ ની વાત કરવામાં આવે તો,

જામનગરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ… તો બીજી તરફ વરસાદી પાણીમાં કાર તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સોસાયટીમાં ધસમતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી.જામનગરમાં ધોધમાર વરસાદના કારણે લોકોની હાલાકી વધી છે. શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા દિલધડક રેસ્ક્યૂના દ્રશ્યો સામે આવ્યા છે.

તો બીજી તરફ રણજીતસાગર ડેમમાં પણ સતત જળસપાટી વધી છે. જેથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.રાજકોટના જામકંડોરણા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેથી જામકંડોરણા તાલુકાના મોજ ખીજડીયા, નવા જુના માત્રવડ અને જામ ટિબડી ગામ પાણીમાં ગરકાવ થયુ છે. તો બીજી તરફ ખેડૂતોનો ઊભો પાક વરસાદી પાણીના વેણમાં ધાવોયો છે. કેટલાક ઠેકાણે રોડ પણ ધોવાયા છે.

વીજળીના થાંભલા પડી જતા વીજ વ્યવહાર પણ ખોરવાયો છે.  જૂના માત્રાવડ ગ્રામ પંચાયત કચેરીમાં પાણી ઘૂસી જતા રેકોર્ડ પલળી ગયા. ભારે વરસાદના કારણે મોજ નદીમાં ઘોડાપુર આવ્યુ છે. જેથી ખીજડીયા ગામના 250 લોકોને ચિત્રાવડ પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાનો આજી-૩ ડેમ ઓવરફલો થયો રાજકોટ જિલ્લાનો આજી-૩ ડેમ ઓવરફલો થયો છે..  પડધરી તાલુકાના આજી-3 ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામા આવતા અદભૂત નજારો જોવા મળ્યો…તો નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટની પ્રવેશદ્વાર ગણાતી માધાપર ચોકડી પાણીમાં ગરકાવ થઇ છે.

જામનગર મોરબીથી આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 3 કિલોમીટરનો રસ્તો કાપી શહેરમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે માધાપરથી 150 ફૂટ રીંગરોડ તરફનો રસ્તો હાલમાં બંધ કરાયો છે.રાજકોટ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદને લીધે ન્યારી-1 ડેમમાંથી પાણી છોડાયું છે. પાણી છોડાતા વાગુદડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

ડેમમાંથી પાણી છોડાતા હાઈવે બંધ કરવો પડયો હતો. હાઇવે પરના પુલ પરથી બે ફૂટ પાણી વહેતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ ઉપરાંત રાજકોટ અને કાલાવડ મેટોડા જીઆઈડીસી વચ્ચેનો હાઇવે બંધ કરવો પડયો હતો.પશ્ચિમ રાજકોટને પાણી પૂરું પાડતો ન્યારી-1 ડેમ ઓવરફ્લો  થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ન્યારી-1 ડેમના 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા.

તો બીજી તરફ  આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને લોધિકા પંથકમાં સારા વરસાદ પગલે ન્યારી ડેમમાં પાણીની આવક થઈ છે. જામનગર જિલ્લાના પાંચ તાલુકાઓમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બાંગા ગામે ફસાયેલા 6  લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. જામનગર, કાલાવડ, ધ્રોલ અને જોડિયા તેમજ જામજોધપુર પંથકમાં 10થી 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

જેથી જિલ્લાના દસ ડેમ ઓવરફ્લો થયા છે. વરસાદના કારણે મોડા, બાંગા, બાણુગાર, ધૂળસીયા અને  શેખપાટમાં લોકો ફસાયા છે. જેમને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાછે. તો બીજી તરફ વથલી નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતા રેલવે વ્યવહાર બંધ કરાયો છે.  રણજીતસાગર ડેમ ઓવર ફલો થતા જામનગરમાં આવેલા શમસાનમાં છ ફૂટ જેટલા પાણી ભરાયા અને પાંચ લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે.

રાજકોટના જામકંડોરણા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેથી જામકંડોરણા તાલુકાના મોજ ખીજડીયા, નવા જુના માત્રવડ અને જામ ટિબડી ગામ પાણીમાં ગરકાવ થયુ છે. તો બીજી તરફ ખેડૂતોનો ઊભો પાક વરસાદી પાણીના વેણમાં ધાવોયો છે. કેટલાક ઠેકાણે રોડ પણ ધોવાયા છે. વીજળીના થાંભલા પડી જતા વીજ વ્યવહાર પણ ખોરવાયો છે.

જૂના માત્રાવડ ગ્રામ પંચાયત કચેરીમાં પાણી ઘૂસી જતા રેકોર્ડ પલળી ગયા. ભારે વરસાદના કારણે મોજ નદીમાં ઘોડાપુર આવ્યુ છે. જેથી ખીજડીયા ગામના 250 લોકોને ચિત્રાવડ પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે. વોરાના હજીરા,સોનાપુરી સ્મશાન પાસેના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે, વાહનો ડૂબ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,ત્યારે આ પ્રકારની વિકટ  સ્થિતીમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઇ.

આ ભાદરવો ભરપૂર રહેશે. હજી 22મી તારીખ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. કઇ તારીખ સુધી છે વરસાદની આગાહી અંબાલાલ પટેલે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મધ્ય ગુજરાત, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, સિદ્વપુર, પાલનપુરના ભાગોમાં તારીખ 13થી 15 અને 17થી 22માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.

આ ઉપરાંત ભાદરવી પૂનમે અંબાજીના મેળા વખતે પણ અંબાજીના ડુંગરાળ વિસ્તાર દાંતા અને અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. 13મી તારીખ પછી થતો વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારો ગણાય છે. આથી આ વરસાદનું પાણી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના પાણીના ઝેરને ધોઈ નાખે તેવું મનાય છે. હવેનો વરસાદ ગરમી સાથે પડે અને મેઘ જ્યાં ત્યાં પડે તેમ જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, સિસ્ટમ મજબૂત બનતા ભારતના મધ્ય ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત કચ્છના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *